અગોચર
અગોચર
"ભરત આપણે વેકેશનમાં દિલ્હી જશું તો લાલ કિલ્લો પણ જોશું જ ને !" ભારતીબેને અજંપાભર્યો સવાલ કર્યો.
"હા ,કેમ ?એમાં પુછવા જેવું શું છે ?"ભરતભાઈએ આશ્ચર્ય પામતા પુછ્યું."
ભારતીબેને કહ્યું,"મેં બે દિવસ પહેલાં છાપામાં વાચ્યું હતું કે ત્યાં રાત્રે ભુત દેખાય છે."
ભરતભાઈ, ભારતીને સમજાવતા બોલ્યા,"આ બધું આપણાં માનવા-ન માનવા ઉપર આધારિત છે. એની સાબિતી હજી મળી નથી એટલે જ આ વિષયને 'અગોચર' કહેવાય છે.
વિશ્વમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં ભુતપ્રેત જોયાનાં દાવાં કરવામાં આવે છે ઉપરાંત વિચિત્ર અવાજો સંભળાય છે પણ એનાં ફોટા પાડી શકાતાં નથી કે અવાજ રેકર્ડ કરી શકાતાં નથી. સાંભળેલી વાતોને કારણે દ્રષ્ટિભ્રમની પણ શક્યતાઓ રહેલી છે. આ બધું મોટા ભાગે રાત્રે જોયાંની વાતો સાંભળી છે. આપણે દિવસે જવું છે એટલે મનમાંથી ડર કાઢી નાખીશ તો કાંઈ નહીં થાય."
ભરતભાઈએ બીજી વાત પણ કરી કે,"અમુક પશુપક્ષીઓનો દેખાવ, અવાજ અને વસવાટ જુજુપ્સા જગાડે એવાં હોય માટે લોકો તેને પણ આ અસુરી શક્તિ સાથે જોડી દેતાં હોય છે. દા.ત. શિયાળની લારી, કુતરાનો રડવાનો અવાજ, કાળી બિલાડી કે ચામાચિડિયાં વગેરે.આવી દરેક બાબત આપણી માન્યતા ઉપર અવલંબિત છે."

