STORYMIRROR

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Abstract Drama Romance

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Abstract Drama Romance

અધૂરો પ્રેમ - 3

અધૂરો પ્રેમ - 3

4 mins
212

આપણે આગળ જોયું કે તારા અને સિદ્ધાર્થ સ્ટાફ બસમાં મળ્યા અને પછી બંને ને એક બીજા માટે કંઈક ખાસ લાગણી હોવાનું લાગવા છતાં બેય વચ્ચે વાત શરુ ના થઈ શકી. પિકનિક દરમિયાન પણ કોઈ વાત ના થઈ શકી અને તારા ગુસ્સે હતી કે સિદ્ધાર્થે લિફ્ટ માટે ના પૂછ્યું. આ પછી તે હવે સિદ્ધાર્થ ને જોવા માત્રથી ગુસ્સે થવા લાગી અને એને અવગણવા માંડી. હવે આગળ.......

સિદ્ધાર્થ હવે જ્યારે પણ તારા ને જોતો ત્યારે તારા પોતાનું મોઢું ફેરવી લેતી. એ સિદ્ધાર્થ ને તદ્દન અવગણવા માંડી. બસમાં એની પાછળની સીટ પર બેસવા લાગી જેથી એની સામે નજર ના મેળવવી પડે. કેન્ટીન માં પણ એને પોતાનો જમવા જવાનો ટાઈમ એકદમ બદલી નાખ્યો જેથી એને સિદ્ધાર્થને બિલકુલ ના જોવો પડે. આ બાજુ સિદ્ધાર્થ આ બધું જોતો હતો અને સમજતો પણ હતો. એને ખબર પડી ગઈ હતી કે તારા કદાચ એની લિફ્ટ માટે ના પૂછવાની વાત ને લઈને નારાજ છે. તેવામાં, કંપની માં ઈન્ટરનલ ઓડિટમાં કામ કરતા કમલેશ નો અકસિડેન્ટ થયો અને એનો પ્રોફાઈલ થોડા સમય માટે તારા ને આપવામાં આવ્યો. સપ્ટેમ્બર ક્વાર્ટર ક્લોઝિંગ નો સમય આવતા, હવે તારા એ બધા ડિપાર્ટમેન્ટમાંથી ડેટા લેવાનો હતો એમાંથી એક ડિપાર્ટમેન્ટ સિદ્ધાર્થનું પણ હતું.

 જેથી બંને ને કામ કરવામાં વાંધો ના આયો. બધું કામ બસ પતવામાં જ હતું અને ક્લોઝિંગ ના આગળ દિવસે એક વધારા ની માહિતી માંગવામાં આવી જે સિદ્ધાર્થ ના ડિપાર્ટમેન્ટમાંથી જ મળે એમ હતી. સમય ઓછો હોવાથી બંને મોડે સુધી કામ કરતા રહ્યા. હવે કામ પૂરું થતા સિદ્ધાર્થ તારા ને પૂછ્યું કે હું તને ઘરે ઉતારી દઉં. બસ આટલું સાંભળતા જ તારાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. અત્યાર સુધી સંઘરી રાખેલો રોષ એક સાથે બહાર આવ્યો અને એને લગભગ ચીસ પડી ને પૂછ્યું કે એ દિવસે કેમ લિફ્ટ માટે ના પૂછ્યું ? તારા ને વધારે ગુસ્સો એ વાત નો હતો કે બીજા સહકર્મચારી એ પૂછ્યું હતું પણ સિદ્ધાર્થે જે આટલા દિવસથી તારા ને જોઈને એને એવી અનુભૂતિ કરાવી રહ્યો હતો કે પોતે એના માટે કંઈક ખાસ છે, એણે રાત ના સમયે એ જાણવાની પણ દરકાર ના કરી કે તારા ઘેર કેવી રીતે જશે ?

સિદ્ધાર્થ એક ક્ષણ માટે તો સહેમી જ ગયો પણ પછી એને ધીરેથી સ્મિત કરી ને ફકત એટલું જ કહ્યું કે પોતે સાંભળી ગયો હતો કે તારા એ પોતાના ડિપાર્ટમેન્ટ ના માણસને ના પાડી હતી અને એટલે પોતાને મન હોવા છતાં તારા ને નોહ્તું પૂછ્યું. એની વાત એકદમ તાર્કિક અને સહજ હતી પણ તારા એ પોતાના ગુસ્સામાં આ બાજુ વિચાર્યું જ ન હતું, એને એકદમ હસવું આવી ગયું અને સિદ્ધાર્થ પણ હસી પડ્યો અને તારા ને જોવા લાગ્યો. તારા સિદ્ધાર્થને આમ આટલી પાસેથી પોતાને જોઈ રહેલો જોઈને થોડી શરમાઈ ગઈ.

સિદ્ધાર્થ એ એકદમ જ કીધું "તારા તું હંમેશા હસતી રહે. તું હસતી હોય ને તો બહુજ સુંદર લાગે છે, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તું આમજ હંમેશા હસતી રહે ....તારા બે ક્ષણ માટે સિદ્ધાર્થમાં જ ખોવાઈ ગઈ એની એજ છલોછલ પ્રેમથી ભરેલી આંખો જે ફક્ત તારા ને જોવા જ સર્જાઈ હોય. ત્યાંજ સિદ્ધાર્થ ત્યાંથી ઊભો થઈ ગયો અને હા એ દિવસે એને તારા ને એના ઘરે ઉતારી. બંને જણા ફક્ત કામ ની વાત કરતા રહ્યા અને એમ કરતા તારા નું ઘર પણ આવી ગયું.

સિદ્ધાર્થ તારા ને ઉતારી જયારે પાછો ફરી રહ્યો હતો ત્યારે એને પોતાના પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો એને એ ના સમજાયું કે શું કામ પોતે તારા ને આટલો પ્રેમ કરવા છતાં કહી નથી શકતો. કેમ પોતાની લાગણીઓને આમ છૂપાવી રહ્યો છે ? શું કામ પોતાની જાત સાથે લડી રહ્યો છે. અને એની સામે છેલ્લા ૧૦ વરસ કેમેરાની રીલની જેમ પસાર થઈ ગયા.

 સિદ્ધાર્થ ના કુટુંબ માં એના માતા પિતા અને એક નાનો ભાઈ હતા. પોતે ૨૧ વર્ષ માં એન્જીનેનર થઈ ગયો હતો અને હવે પોતાની જિંદગી જીવવા માંગતો હતો પોતાની રીતે. એને નોકરી પણ મળી ગઈ અને ૩ વર્ષ માં તો પોતાનો એક નાનકડો ફ્લેટ પણ લઈ લીધો. ગ્રહપ્રવેશ વખતે સિદ્ધાર્થનું આખું કુટુંબ આવ્યું. તે વખતે પિતા એ પોતાના એક મિત્રની દીકરી મીરાનું માંગુ આવ્યું છે એમ જણાવ્યું. 

એવું નોહ્તું કે સિદ્ધાર્થ ને બહુ વધારે અપેક્ષાઓ હતી, પણ એ પોતાની જીવનસાથીમાં એક ચુલબુલી, નટખટ અને ખુશમિજાજ છોકરી ઈચ્છતો હતો જે એની સાથે ઝગડે, જેને પોતે મનાવે અને જેની સાથે દરેક વિષય પાર તર્કબાજી થઈ શકે. આ બધું જયારે કોઈ માં દેખાય ત્યારે એ પરણી જવા માંગતો હતો. બહુ સુંદર, કમનીય કે પછી પૈસાવાળી છોકરીની એને આશા નોહતી એને. જયારે સિદ્ધાર્થ એ મીરા નો ફોટો પેહલી વાર જોયો ત્યારે એને મીરામાં આ બધું ના દેખાયું અને એને પોતાના પિતાને ના કહેવાનું વિચાર્યું. એના પિતા પણ કદાચ સમજી શક્ય આ વાત અને એમને સિદ્ધાર્થ ને કહ્યું કે આપણે એમને મળી ને ના કહી આવીએ. સિદ્ધાર્થ ને પણ એવું કરવામાં વાંધો ના લાગ્યો. બંને પિતા પુત્ર જયારે મીરાના ઘરે પહોંચ્યા તો એમનું સરસ રીતે સ્વાગત થયું અને મીરા એના માતા પિતા અને એની બહેન સાથે પરિચય થયો. 

મીરા નું ઘર સિદ્ધાર્થ ના ફ્લેટ થી કૈક ૬૦ કિલો મીટર દૂર હતું. બસ સવારે ૯ વાગ્યે ઉપડતી અને ૧૧ વાગ્યે પહોંચાડી દેતી. સાંજ ના ૪ વાગ્યે પાછી ઉપડતી હતી. આટલા સમય માં સિદ્ધાર્થે એ જોઈ લીઘું કે મીરા ના ઘરમાં એની કિંમત બહુ નોહતી ઉપજતી. નાની બહેન દેખાવમાં અને બીજી બધી રીતે મીરા કરતા આગળ હતી અને એટલે વારે વારે મીરા ને એની સાથે સરખાવામાં આવતી હતી. મીરાની ઉદાસી વારે વારે એની આંખોમાં દેખાઈ આવતી હતી જે સિદ્ધાર્થથી છૂપી ના રહી શકી.. એને પોતાના પિતાને ખાનગીમાં બોલાવી ને એવું કહ્યું કે આપણે ના નહીં કહીયે.

એ હજી આજે પણ વિચારે છે કે એને એ સહાનુભૂતિવાળો નિર્ણય લઈને શું કોઈ ભૂલ કરી હતી ?.............ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Abstract