CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Tragedy Inspirational

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Tragedy Inspirational

ન્યારા અને વિશ્વ - 1

ન્યારા અને વિશ્વ - 1

3 mins
254


ન્યારા અને વિશ્વ, ખૂબ જ ક્યુટ અને એક બીજા ને કોમ્પ્લીમેન્ટ કરતું કપલ. બંને એમસીએ થયેલા હતાં. એક જ નાતના બંને જણાના અરેન્જ મેરેજ હતાં.

ગોરો વર્ણ, હેલ્થી કહી શકાય એવું શરીર,૫'૭ ઊંચાઈ, ઘટ્ટ વાંકડીયા વાળ અને જમણી બાજુના ગાલ પર પડતા ખાડાવાળી ન્યારા. તો સહેજ ભીનેવાન રંગ, ૫'૧૧ ની ઊંચાઈ, ખડતલ શરીર ધરાવતો અને ડાબા ગાલ પર પડતા ખાડા વાળો વિશ્વ, ન્યારા સાથે સુંદર લાગતો. બંને સાથે ઊભાં હોય ત્યારે હસતી વખતે ન્યારા ના જમણા ગાલ અને વિશ્વ ના ડાબા ગાલ પર પડતા ખાડા ને કારણે સુંદર દ્રશ્ય સર્જાતું.

બંનેના અરેન્જ મેરેજ હોવા છતાં બંને વચ્ચેની કેમિસ્ટ્રી એટલી સરસ હતી કે કોઈ પણ થાપ ખાઈ જાય કે જરૂર બંને ના લવ મેરેજ હશે. બોલ્યા વગર એક બીજાની વાત સમજી જતા અને એક બીજા ની પસંદ નો પૂરો ખ્યાલ રાખતા, આંખો આંખોમાં જાણે કેટલીય વાત કરી જતા. ખરેખર, કોઈ ની નજર લાગી જાય એવી સરસ એમની જોડી લાગતી.

બંને પૂનામાં IT પાર્ક માં અલગ અલગ કંપનીમાં કામ કરતા. બંને ની અલગ અલગ કાર હતી. પણ એક જ એરિયામાં ઓફિસ હોવાથી બંને કાર પુલ કરતા, વીક એન્ડમાં બહાર મુવી જોવા જવું, નવી નવી રેસ્ટોરન્ટ ટ્રાય કરવી, લોન્ગ ડ્રાઈવ જવું, છ એક મહિના માં કોઈ રિસોર્ટમાં જવું આ બંને ના કોમન શોખ હતાં. હા ન્યારા ને વાંચનનો શોખ હતો તો વિશ્વ જિમિંગ અને ફિટનેસમાં વધારે માનતો. અને બંને એક બીજા ના આ શોખ ને પૂરો સમય અપાય એનું ધ્યાન રાખતા. આવા કોમ્પિટિબલ કપલ ન્યારા અને વિશ્વ ખૂબ જ મજાથી જિંદગી ને માણી રહ્યા હતાં.

આમ તો બંને અમદાવાદના વતની હતાં પણ નોકરીને કારણે પુના માં રહેતા. લગ્ન ને બે એક વર્ષ થઈ ગયા હતાં અને એમણે પોતાનો નાનકડો એપાર્ટમેન્ટ પણ લઈ લીધો હતો. હવે તો બેબી પણ પ્લાન કરતા હતાં. 

એક શનિવાર બંને લોન્ગ ડ્રાઈવ પર ખુબ દૂર નીકળી ગયા હતાં, લગભગ ૧ વાગી ગયો હોવા છતાં હજી પુણે શહેર થી ૫૦ એક કિમિ દૂર હતાં. ગાડી ૬૦ કિમિ પર કલાક ની સ્પીડે ચાલી રહી હતી અને અમિત કુમાર નું બડે અચ્છે સોન્ગ, રીમિક્સ વર્ઝન વાગી રહ્યું હતું. આ ગીત સાંભળતા સાંભળતા બંને એક મદહોશીમાં ખોવાયેલા હતાં. વિશ્વ પોતાની ન્યારા માટે આ ગીત ગાઈ રહ્યો હતો. લાલ કલરની કુર્તીમાં ગોરી ન્યારા સાચ્ચે જ સુંદર ગુલાબના ફૂલ જેવી લાગી રહી હતી. ન્યારા પણ વિશ્વ ના અવાજમાં પોતાના માટે ગીત ના સ્વરૂપે થઈ રહેલ વખાણ સાંભળી ને મલકાઈ રહી હતી, છલકાઈ રહી હતી એના પ્રેમમાં. બંને ના મન માં કંઈક કેટલી ઈચ્છાઓ જાગી રહી હતી કે અચાનક ગાડીના આગળ ના પૈડાં માં કંઈક સળવળાટ થયો અને બેલેન્સ બગડ્યું. વિશ્વ એ ગાડી ને ધીમી કરીને બ્રેક મારી જેથી ગાડી ઉછળી ના પડે. બંને સમજી ગયા કે પંચર પડ્યું છે. 

બંને ઉતરી ને સ્પેર વ્હીલ બદલવા લાગ્યા. ટાયર માં બે ખીલી હતી. ત્યાંજ બાજુની ઝાડીમાંથી પાંચ એક છોકરા નીકળ્યા. એમ ને જોઈને વિશ્વ ને અંદાજો આવી ગયો કે કદાચ રસ્તા પર એ લોકો એ જ ખીલી નાંખી હશે. એ લોકો થોડા પીધેલા હોય એવા લાગતા હતાં એમણે આવી ને વિશ્વ સાથે પૈસા માટે રીતસર ઝપાઝપી કરવા માંડી. ન્યારા એ બૂમ મારતા બે જણા ન્યારા પાસે ગયા અને એના કપડાં ફાડવા લાગ્યા. વિશ્વ એમને રોકવા ગયો તો બે જણા એ એને પકડી લીધો અને એક જણ એને મારવા લાગ્યો. બીજા બે જણા રીતસર ભૂખ્યા વરુ ની જેમ ન્યારા પર તૂટી પડ્યા. વિશ્વ માર ખાતો, સામે મારતો,બેભાન થયો ત્યાં સુધી આ બધું જોતો રહ્યો. ન્યારા બમણી વેદનાથી બૂમો પાડતી રહી. પીંખાતી રહી. પછી એ લોકો વિશ્વ અને ન્યારાનો ફોન અને પૈસા બધું લઈને ભાગી રહ્યા હતાં. ન્યારા ઢસડાતા ઢસડાતા વિશ્વ પાસે ગઈ અને એને ઢંઢોળવાનો પ્રયત્ન કરવા લાગી. ત્યાં જતા-જતા એક જણ એના માથા પર લાત મારતો ગયો જેનાથી એને તમ્મર આવી ગયા. 

ક્યાંય સુધી એમ જ પડી રહેલા વિશ્વ અને ન્યારા ના શરીર ની આજુ બાજુ લોહી ચાટતા ઉંદર ફરી રહ્યા હતાં. ઉપર આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર બે નિર્દોષ માણસ ને આમ બેભાન અવસ્થામાં પડેલા જોઈ રહ્યો હતો. શું વાંક હતો એમનો ? જિંદગી સરસ વહેણમાં વહી રહી હતી પણ કદાચ ખુશી ને નજર લાગતા વાર નથી લાગતી. જયારે એમ લાગવા માંડે કે બધું બરાબર ચાલે છે ત્યારે જ કોઈ એવો વળાંક લઈ ને આપણ ને કહી દે કે, હે માણસ તારા કાબુમાં કંઈ નથી.

ક્રમશઃ


Rate this content
Log in

Similar gujarati story from Tragedy