CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Drama Tragedy

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Drama Tragedy

ન્યારા અને વિશ્વ - 2

ન્યારા અને વિશ્વ - 2

4 mins
241


ચાર એક વાગ્યે એક પોલીસવાન આવી અને એમણે કોલ કરતા એમ્બ્યુલન્સ આવી. વિશ્વ અને ન્યારા ને એમ્બ્યુલન્સમાં બેસાડવા માટે જ્યારે સ્ટ્રેચર પર મૂકવામાં આવ્યા ત્યારે સહેજ આંખો ખોલી ને કણસતી હાલતમાં ન્યારા વિશ્વ, વિશ્વ બોલતી રહી. એનો અવાજ સાંભળીને બોલ્યો હોય એમ વિશ્વ ન્યારા હું અહીંયા છું, ન્યારા, મને માફ કર હું તને ના બચાવી શક્યો, આવું તૂટક તૂટક બોલ્યો અને એનો અવાજ બંધ થઈ ગયો. ન્યારા ક્યાંય સુધી વિશ્વ, વિશ્વ બોલતી રહી.

પૂરાં ૨૪ કલાક પછી જયારે ન્યારા ને હોશ આવ્યો ત્યારે એની બાજુના બેડ પર એને વિશ્વ ને જોયો. એના મોઢા પર, હાથ પર અને પગ પર પાટા બાંધેલા હતા. જમણો પગ પાટો બાંધીને લટકાવેલો હતો. ગાલ ને છોડીને આખા મોં પર ઘસરકા હતા. માથામાંથી ખૂબ લોહી વહી ગયું હશે એટલે જ પાટામાંથી થીજી ગયેલું લોહી દેખાતું હતું. આ ન જોવાતા ન્યારા જેવું પડખું ફરવા ગઈ કે યોનીમાં થતા દર્દથી ચીસ પાડી ઊઠી. દવાની અસર છતાં એનાથી લગભગ ચીસ પડાઈ ગઈ. એના આખા શરીર એ ઉઝરડા પડેલા હતા. એને ભાનમાં જોતા, નર્સ બહાર ઉભેલા વિશ્વ અને ન્યારાના મમ્મી પપ્પા ને અંદર બોલાવે છે. 

પોતાની માં ને જોઈને ને ન્યારા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. અને એની જોડે એની માં અને સાસુ પણ રડી પડ્યા. એક સ્ત્રીની પીડા બીજી સ્ત્રી જ સારી રીતે સમજી શકે. એના રુદનથી બંને પપ્પા પણ પોતાના આંસુઓને ખાળી ન શક્યા. વિશ્વ્ હજી પણ તંદ્રામાં હતો. મન ખાલી કરીને રડ્યા પછી ન્યારા ને થોડું સારું લાગ્યું. નર્સ પણ રડી ઊઠી. ન્યારા ને આરામ મળે એટલે એણે બધા ને બહાર બેસવાનું કહ્યું. બધા બહાર જતા ન્યારા આંખો બંધ કરીને સુવા માટે પ્રયત્ન કરવા લાગી. ઊંઘી રહેલા વિશ્વ ને જોઈ રહી. 

એની નજર સામે વિશ્વ્ ની આંખો ફરી રહી જેમાં એણે દર્દ અને લાચારી જોઈ હતી. વિશ્વ્ માર ખાઈ રહ્યો હોવા છતાં બેભાન થયો ત્યાં સુધી ન્યારા ને બચાવવાના પ્રયત્નો કરતો રહ્યો હતો. પોતાની પત્ની ને આમ ગુંડાઓથી પીંખાતી કયો પુરુષ જોઈ શકે ? પણ વિશ્વ્ એ આ બધું જોવું પડ્યું. કેટલા ધમપછાડા કર્યા એણે પણ તોય એ ન્યારાને ન બચાવી શક્યો. શું વિશ્વ્ આ બધું ભૂલી શકશે ? શું મને ફરીથી જોશે તો એને આ હકીકત યાદ નહીં આવે. વિશ્વ્ મારા માં એ પહેલા ની ન્યારા જોઈ શકશે ? શું હું ક્યારેય આ બધું ભૂલી શકીશ ? આમ વિચારતા જ ન્યારા ગઈ કાલમાં પહોંચી ગઈ. એ ગોઝારી યાદ માં જેને એના અસ્તિત્વ ને હલાવી નાખ્યું હતું. એની અસ્મિતા ને ચીરી નાખ્યું હતું. એ ઘટના એ એટલા ઘા કર્યા હતા કે એમાંથી બહાર નીકળવું હવે લગભગ અશક્ય હતું. હજી એ આઘાત માં જ ન હતી. દવા ની અસર હેઠળ, ઘેન હોવા છતાં એ પોતાના પર થયેલા બળાત્કાર ને જાણે ફરી અનુભવી રહી હોય એમ તરફડી રહી. એને લાગ્યું કે બે હાથ એની તરફ આવી રહ્યા છે એના સન્માન ના લીરેલીરા કરવા, એની આબરૂ ને ફરી થી નિર્વસ્ત્ર કરવા. એને બહુ જ જોરથી ચીસ પાડવાનું મન થયું. ઊઠી ને ભાગવાનું મન થયું. પછી અચાનક ખ્યાલ આવ્યો કે જે થવાનું હતું એ થઈ ગયું છે અને એ રડવા માંડી. પોતાના રુદન થી વિશ્વ્ ઊઠી ના જાય એ ડરથી એણે બ્લેન્કેટ મોઢા ઉપર નાખી દીધું પણ હકીકત એમ થોડી બદલાઈ જાય. 

ક્યાંય સુધી એમ રડ્યા પછી એ વિશ્વ્ ને જોવા ફરી પડખું ફરે છે. વિશ્વ ને જોતા જોતા, દવા ની અસર હેઠળ એ થોડી વારમાં આંસુઓથી ખરડાયેલા ચહેરે પાછી સૂઈ જાય છે.

દસ એક કલાક બેભાન રહ્યા પછી, વિશ્વ ગાઢ નિંદ્રામાંથી જાગતો હોય એમ ગભરાઈને આંખો ખોલે છે અને ન્યારા ને શોધતો હોય એમ આમ તેમ ડાફોળીયા મારે છે. એને એટલું યાદ હતું કે એ ઝઝૂમી રહ્યો હતો પોતાની ન્યારા ને બચાવવા માટે પણ ...પણ એની નજર સામે એની ન્યારા પીંખાતી રહી. ખૂબ સામનો કરવા છતાં પોતે કઈ જ ન કરી શક્યો અને માથા માં કંઈક બોથડ પદાર્થ પડતા બેહોશ થઈ ગયો. હવે જયારે આંખો ખુલી તો પોતે અહીંયા હોસ્પિટલમાં હતો. પોતાની ડાબી બાજુ ના પલંગ પર આંસુ ખરડાયેલા ચહેરે સૂતેલી ન્યારા ને જોતા વિશ્વ રડી પડે છે. એ ન્યારા ને ધ્યાનથી જુવે છે. એના હાથ પર ઠેર ઠેર છોલાયાનાં નિશાન હતાં અને ગાલ અને હોઠની આસપાસ ઉઝરડા હતા. એના મન પર કેટલા ઉઝરડા પડ્યા હશે એનો તો અંદાજો લગાવો પણ શક્ય ન હતો. કઈ સ્ત્રી પોતાના પતિ ની સામે આમ પોતાને બેઇજ્જત થતી જોઈ શકે ? કઈ સ્ત્રી પોતાના એ પતિ ને સ્વીકારી શકે જે એની ઈજ્જત બચાવી ન શક્યો. શું ન્યારા એને માફ કરી શકશે ? શું ન્યારા એને અપનાવી શકશે ? પોતે પુરુષ થઈને પોતાના માટે સમર્પિત સ્ત્રીની ઈજ્જત ના બચાવી શક્યો તો શું એ સ્ત્રી એ મને પતિ માનવો જોઈએ ? પોતે જ પોતાની જાત ને માફ નથી કરી શકતો, તો શું ન્યારા માફ કરી શકશે મને ? આ સવાલથી વિશ્વનું માથું ફાટી ગયું.


Rate this content
Log in

Similar gujarati story from Drama