CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Tragedy Inspirational

4  

CA AANAL GOSWAMI VARMA @dilki.batein30

Tragedy Inspirational

વિશ્વની ન્યારા -૪

વિશ્વની ન્યારા -૪

3 mins
209


આમ બંને એક બીજાને એજ સ્થાન પર મૂકી ચૂક્યા હતાંં, એટલો જ પ્રેમ કરી રહ્યા હતાં જે આ ઘટના પહેલા હતો પણ સામેવાળા પાસેથી એવી અપેક્ષા ન હતી. વિશ્વ ન્યારા માટે હમદર્દી અનુભવી રહ્યો હતો એને એટલો જ પ્રેમ કરી રહ્યો હતો જે પહેલા કરતો હતો. એના પ્રેમમાં આ ઘટના પછી લેશ માત્ર ફરક ન આવ્યો હતો પણ એ બાબતે અચોક્કસ હતો કે ન્યારા પણ એવું જ વિચારતી હશે. એવું વિચારતી હશે કે વિશ્વ એ બનતા પ્રયત્નો કર્યા હોવા છતાં એ ન્યારા ને ન બચાવી શક્યો. એને એટલોજ પ્રેમ કરતી હશે જેટલો પહેલા કરતી હતી. જયારે ન્યારા એવું માનતી હતી કે વિશ્વ એ એના માટે પોતાની જાનની બાજી લગાવી દીધી પણ એવું ના વિચારી શકી કે આ ઘટનાને લીધે વિશ્વના પ્રેમમાં કોઈજ ઓટ નથી આવી.

ન્યારા અને વિશ્વ ને એક અઠવાડિયા પછી રજા આપવામાં આવી. બંને ઘરે આવ્યા. ઉર્મિલા બેન એ પણ થોડા દિવસ ત્યાંજ એમની સાથે રહેવાનું નક્કી કર્યું. બે બેડરૂમના એ ઘરમાં જ્યાં ઠેર ઠેર બંનેના ફોટા લગાડેલા હતાં ત્યાં આવતા જ ન્યારાથી ના રહેવાયું અને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. વિશ્વ પણ રડી પડ્યો. ઉર્મિલા બેન એ ન્યારા ને આશ્વાસન આપતા ગળે લગાડી. એમણે જોયું કે વિશ્વ પણ ન્યારાની તકલીફ અનુભવી રહ્યો છે. ઉર્મિલા બેન વિશ્વની આંખોમાં ન્યારા માટે પ્રેમ, હમદર્દી અને કરુણા આ બધી જ લાગણી જોઈ શક્યા. એમને પોતાના દીકરા વિશ્વ માટે માન ઉપજ્યું. એમણે વિશ્વ ને પોતાની પાસે બોલાવ્યો અને એને પણ ગળે લગાડ્યો. બંને બાળકો માં ના ખભે રડતા રહ્યા જાણે એ ઘટના ને આંસુઓથી ભૂંસી નાખવા માંગતા હોય. હોસ્પિટલમાં વિશ્વની માંદલી હા પછી પોતાના ઉછેર પર શંકા કરનાર ઉર્મિલા બહેન ને હવે પોતાના ઉછેર પર કોઈજ શંકા ન રહી. એ સમજી ચૂક્યા હતાં કે એમનો ઉછેર એટલો પાંગળો ન હતો કે કોઈ વાંક ગુન્હા વગર ન્યારા ને આ ઘટનાની સજા આપે ! એ સમજી ચૂક્યા હતાં કે વિશ્વ ન્યારા ને ક્યારેય નહિ છોડે, આ ઘટના પછી વધારે પ્રેમ કરશે !

આ તરફ વિશ્વ વિચારી રહ્યો હતો કે ન્યારા પહેલા ની જેમ મારા આલિંગનમાં રડી પણ ના શકી. મેં તો મારા બનતા બધા જ પ્રયત્નો કર્યા હતાં પણ ન્યારા, હું તને ના બચાવી શક્યો. શું હું હવે તારા મન પરથી ઉતરી ગયો છું ? આજ વાત એને ન્યારા પાસે જતા રોકી રહી હતી. ન્યારા ઉર્મિલા બેન ના આલિંગનમાં એમ વિચારી રહી હતી કે વિશ્વ મને આવા સમયે પણ ગળે ના લગાડી. શું હું એના માટે આટલી અપવિત્ર થઈ ગઈ ? શું મારે હવે આખી જિંદગી એની સાથે આમ લાગણી વગર રહેવાનું ? 

બંને એક બીજા ને જોતા ઉર્મિલા બેનના બંને ખભા પર રડતા રહ્યા. પછી ઉર્મિલા બેન એ ઊભાં થઈ બંને ને પાણી આપ્યું અને કહ્યું છોકરાઓ જે થઈ ગયું એ તો આપણે નહિ બદલી શકીયે પણ આપણે એને પાછળ ધકેલી ને આગળ વધવાનું છે. આ બનાવ ને તમારી જિંદગીનો અવરોધ નથી બનવા દેવાનો. બંને ચૂપ જ હતાં. 

ઊર્મિલા બેન સમજી ચૂક્યા હતાં કે આ બંને ને કોઈ વાત ખટકી રહી છે. એમણે કળથી કામ લેવાનું નક્કી કર્યું. એ બોલ્યા કે વિશ્વ તું ગેસ્ટ રૂમમાં સૂઈ જા અને હું તથા ન્યારા તમારા રૂમમાં સૂઈ જઈશું. એમના વર્ષો ના બહોળા અનુભવ પરથી એ એટલું તો સમજી જ ગયા હતાં કે આ બન્ને એકબીજાને ખુબ ચાહે છે પણ કદાચ ગેરસમજ ને લીધે એક બીજા ના મનની વાત નથી સમજી નથી શકતા. અને એમ ને આ ગેરસમજ ને દૂર કરવાનું નું બીડું ઉઠાવ્યું. ન્યારા પર જે વીતી એ એટલી મોટી ઘટના હતી કે હવે ન્યારા જીવનમાં ફક્ત અને ફક્ત સુખ અને શાંતિ જ હોવા જોઈએ ને એ માટે જે ઘટતું હશે એ હું કરીને જ રહીશ, એવું એમણે પોતાને વચન આપ્યું.

એ ભયાનક ઘટના પછી ન્યારા રાત્રે ઊંઘમાંથી એકદમ જાગી જતી અને કેટલી વાર સુધી ઊંઘી ના શકતી. હજી આજે પણ વિચારતી કે એ વખતે એવું શું બન્યું હોત કે, કોઈ પણ રીતે એ ઘટના રોકી લેવાઈ હોત. હોસ્પિટલમાં તો સગા ને રહેવાની છૂટ ન હતી પણ હવે જયારે ઉર્મિલા બેન ન્યારા સાથે સૂઈ ગયા અને જે રીતે ન્યારા ઊંઘમાંથી ઊઠી ગઈ એના પછી એમણે અહેસાસ થયો કે ન્યારા અંદરથી કેટલી ભાંગી ગઈ છે. કદાચ કોઈ પણ સ્ત્રી ભાંગી જાય અને એટલે જ ઉર્મિલા બેને મનોમન નિર્ણય લઈ લીધો. 

વધુ આવતા અંકે 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy