Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ashuman Sai Yogi Ravaldev

Romance Crime Thriller


5.0  

Ashuman Sai Yogi Ravaldev

Romance Crime Thriller


અધૂરી રાત....અધૂરા ખ્વાબ...

અધૂરી રાત....અધૂરા ખ્વાબ...

10 mins 480 10 mins 480

મયંકના હાથમાં નાની ચબરખી હતી. તેને લેટર ગણવો કે પ્રેમની આમંત્રણ પત્રિકા ? તે વિચારોજ મયંકને મૂંઝવણમાં મૂકી દેતા હતા. શું આજે ગેસ્ટ હાઉસમાં જવું કે ના જવું ? શું તેનું નામ અહી લખ્યું તે સાચું હશે ? તે પરણિત હશે કે ખાલી એમનેમજ સેંથી પૂરી હશે ? પણ, પોતાની જાત સાથે સેંથી પૂરવાની મજાક તો કોઈ ના જ કરી શકે ? શું મારાથી છ સાત વર્ષ મોટી લાગતી શાલુ સાથે મારે સંબંધ બાંધવો જોઇએ કે નહીં ? તેનો પતિ તેને નહીં ચાહતો હોય ? તેના હાથમાં હતી તે બેબી તેની હશે કે તેની બાજુમાં બેઠેલ તેની બહેનની હશે ? કંઈ લોચાવાળુ પ્રકરણ તો નહીં બને ને ? આ ચબરખીને પ્રેમનું ઈજન સમજવું કે ફક્ત વાસનાનું ઇન્જેક્શન ?

આજે તેને પાછું નહોતું આવવાનું છતાં મમ્મી-પપ્પાના દબાણથી તે કાલની જગ્યાએ આજે માસીના ઘરેથી આવવા નીકળી ગયો. મહેસાણાથી પાટણ આવવા સાંજની સાડા પાંચની ટ્રેનમાં બેઠો. ટ્રેનમાં દિવાળીના તહેવારો હોવાથી ભીડ ઘણી હતી. કોઇ ગઈકાલે લાભપાંચમના ધાર્મિક મંદિરોમાં દર્શન કરીને પાછા વળ્યા'તા, તો કોઈ વળી મૂરત કરીને પોતાના વતન ભણી પાછા વળ્યા હતા. એ. સી. ક્લાસની ટિકિટ અચાનક રિઝર્વેશન કરાવીને બુક કરાવી દીધી હતી. ટ્રેન ઉપડવાની નવેક મિનિટ વાર હતી. બારી પાસે બેઠેલ મંયકની બાજુમાં ૨૮ વર્ષની લાગતી યુવતી આવીને ગોઠવાઈ. તેની બાજુમાં યુવતીની મમ્મી જેટલી ઉંમરની સ્ત્રીને યુવતીથી એકાદ વર્ષ નાની લાગતી એક યુવતી એમ ત્રણ જણા બેઠા. નાની લાગતી યુવતીના હાથમાં એકાદ વર્ષની બેબી હતી.

    ટ્રેને ધીમે ધીમે ગતિ પકડી. નાની કથ્થઈ રંગની આંખો, ટૂંકી કે લાંબી ના કહી શકાય તેવી પાંપણો, નાની ઉંમર છતાં ચિંતા કે અશક્તિને કારણે આછી આછી કરચલીઓ પડેલ ચહેરો, લાંબુ ચીપટુ નાક, ગોરો ગોરો વાન, આછા લીલાશ પડતા વાળ બરડા સુધી પહોંચતા હતા. આંખોમાં કાજળ આંજ્યું હતું. યુવતીની આંખો ટ્રેનમાં સામે લટકાવેલા અરીસા વડે મયંકને જોતી હતી. જ્યારે મયંકની આંખો પણ અરીસા વડે તે યુવતી સાથે ક્યારેક ક્યારેક મળી જતી હતી. ધીમે ધીમે અરીસાના માધ્યમ વડે તારામૈત્રક રચાવાની ક્રિયા વધતી ગઈ. પછી તો ક્યાં જવું ને ક્યાં રહેવું ? ના પ્રશ્નો થકી વાતો પણ ચાલુ થઈ.

    મયંક જે સાઈડ જોબ કરતો હતો તે તારંગા પાસેના એક ગામમાંજ આ યુવતીનો પરિવાર રહેતો હતો. પછી તો વાતો છાના છૂપીથી વધુ થવા લાગી. યુવતી પરણેલી હતી. પાસે રહેલ નાની સ્વીટ બેબી પણ તેની હતી. તેઓ પાટણમાં આવેલ જૈન મંદિરે જવાના હતા. યુવતીનો પતિ પહેલેથીજ ત્યાં આવી ગયો હતો અને આમનો વેઈટ કરતો હતો. યુવતી શાહ હતી. નામ તેને કંઈક કીધું પણ ટ્રેનના અવાજના કારણે મયંક બરાબર સાંભળી ન શક્યો.

   હું તારંગામાં જોબ કરું છું. એકલોજ રહું છું. બે દિવસથી માસીના ઘરે આવ્યો હતો. હવે મારા ઘરે પાટણ જઉ છું.

     થોડો સમય વાતાવરણમાં શાંતિ પ્રસરી ગઈ. ટ્રેન ઊભી રહી. સ્ટેશન આવ્યું હોવાથી દસ મિનિટ ટ્રેન રોકાવાની હતી. યુવતીની મમ્મીને બહેન બંને બેબીને લઈને વેફર જેવો હળવો નાસ્તો લેવા ને પાણી પીવા નીચે ઉતર્યા. યુવતીને કહ્યું પણ તેને ના પાડી. કદાચ તેને મયંકને છોડીને જવું નહિં ગમ્યુ હોય. યુવતીએ પર્સમાંથી એક પોકેટ ડાયરી ને પેન કાઢી. એક પાનું ફાડીને કંઈક લખ્યું.

    લખતી વખતે પણ અરીસાની આંખો વડે તે મયંકને જોઈ રહી હતી. તે લખીને મંયક સાથે વાતે વળગી. તેનું નામ પૂછ્યું. . . .

મારું નામ મંયક છે ને તમારું ?

વૈશાલી શાહ.

તમારા મિસ્ટર શું કરે છે ?

તે કાપડની કંપનીમાં સુપરવાઇઝર છે અને તમે ?

હું હાઈસ્કૂલમાં ક્લાર્ક છું. બે વર્ષથી જોબ કરું છું ને તમે ?

હું ગૃહિણીજ છું એક્સ તરીકે એસવાય બીકૉમ કરું છું અને ઘરે ટ્યુશન ક્લાસ ચલાવું છું. શું તમે પણ પરણેલા છો ? 

ના. મયંકે ટૂંકમાંજ જવાબ આપ્યો.

બંનેને ઘણી વાતો કરવી હતી. પણ, યુવતીની મમ્મી, બહેનને બેબી આવી ગયા. આ દરમિયાન મયંકની હિંમત તો ન ચાલી પણ યુવતીએ તેના હાથ પર કિસ કરી લીધી હતી.

    ફરી પાછી ટ્રેન ઉપડી. યુવતીએ ધીમે રહીને નંબર માગ્યો. મયંકે ચાલુ ટ્રેને ટ્રેનની ટિકિટ પર મોબાઈલ નંબર લખી આપ્યો. યુવતીએ કોઇની નજર ના પડે તે રીતે બ્લાઉઝમાં ટિકિટ મૂકી દીધી. ટિકિટ મીઠું મીઠું મરકી રહી હતી.

    પાટણ સ્ટેશને ટ્રેન ઊભી રહી. ઉતરતા પહેલા યુવતીએ મયંકના હાથમાં એક ચબરખી મૂકી દીધી. મંયક વાંચવા અધીરો થયો હતો પણ, ભીડમાં બરાબર વાંચી શકાય તેમ નહોતું. તે યુવતીને જતી જોઈ રહ્યો. યુવતીએ એકવાર પણ પાછળ ફરીને તેની સામે જોયું નહોતું. યુવતી આંખ સામેથી ઓઝલ થઇ ત્યાં સુધી ટ્રેનમાં ઉભા ઉભાજ તે જોતો રહ્યો.

    ધીમે રહીને નીચે ઉતરીને ફટાફટ ચબરખી ખોલી. કેન્ટીનવાળાને અડધી કોફીનો અને ક્રેકજેકનો ઓર્ડર આપીને ચબરખીના લખાણ પર આંખો માંડી. મથાળે લખ્યું'તું 

"અધૂરી રાત-અધૂરા ખ્વાબ"

આઇ લવ યુ અંજાન

સીમંધર મંદિર, પાટણ જૈન વાડી ગેસ્ટ હાઉસ ટાઈમ 9:30 થી 11 માં આજે રાત્રે સાડા નવે આવજે. હું બહાર ગેટ પર 15 મિનિટ સુધી રાહ જોઇશ-વૈશાલી.

   વિચારોમાંથી જાગીને મયંકે ઘડિયાળ તરફ જોયું. પોણા નવ થઇ ગયા હતા. ઘરે ફોન કરીને કહી દીધું આવતા કલાક મોડું થશે. ફટાફટ બધા વિચારો ત્યજીને કોફી પીને તથા હળવો નાસ્તો કરીને ઊભો થયો. સ્ટેશન બહાર આવીને ઓટો પકડી. 20 મિનિટ જતા થશે તેવો અંદાજ રાખીને મયંક સડસડાટ નીકળી ગયો. જોત જોતામાં સીમંધર મંદિર આવી ગયું. ઘડિયાળમાં નજર કરી તો નવને નવ થઇ હતી. ગેટની સામેના દૂર આવેલા બાંકડા પર જઇને બેઠો. વૈશાલીના આવવાની રાહ જોવા લાગ્યો.

   નવ ને ઓગણચાલીસની આસપાસ ગેટ આગળ યુવતી દેખાઈ. ગેટ પર રાખેલ કોઇન બોક્સમાંથી વૈશાલીએ કોલ કર્યો. મયંકના મોબાઈલમાં રીંગ વાગી. . . . હમે તુમસે પ્યાર કિતના. . . .

હેલ્લો હુઝ સ્પીકિંગ ?

મયંક

આઈ એમ વૈશાલી.. કમ ટુ..

ઓકે બાય આઇ લવ યુ 

ઓકે આઇ લવ યુ.

    નાઇટ ડ્રેસમાં વૈશાલી મયંકની રાહ જોતી ઊભી હતી. રાત્રિના અંધકારમાંને ગુલાબી નાઇટીમાં તે ટ્રેનમાં હતી તેના કરતાં પણ અધિક સુંદર લાગતી હતી. બંનેએ એકબીજા સામે આછું સ્મિત કરીને લિપ કિસ કરી.

   કેમ તમે એકલા? તમેતો કહેતા હતા તમારા મિસ્ટર પહેલેથીજ અહીં આવી ગયા છે ને ? મયંકે સહસાજ પૂછી લીધું.

હા તે આવીજ ગયા છે પણ, થાકના કારણે તેઓ સુતા છે. તેઓ મારા અહીં ફોઈ રહે છે તેમના ઘરે બધા રોકાયા છે.

તો તમે અહી છો તેની જાણ. . . .

મંયકના શબ્દો પૂરો થાય તે પહેલાંજ શાલુએ કહ્યું.

હું તેમને મારી સખીના ઘરે જવાનું બહાનું બતાવીને, મોડે કા તો સવારે આવીશ તેમ કહીને આવી છું.

વાહ તમે તો બહુ પાક્કા પણ. . .

પણ. . . બણ. . . કંઇ નહીં તમે જરાયે ગભરાશો નહીં. અહીં મને કોઈ ઓળખતું નથી અને કોઈને શંકા પણ નહીં જાય . . . ( મયંકના મનના ભાવો જેમ જાણી ગઈ હોય તેમ શાલુએ યોગ્ય જવાબ આપ્યો. )

શાલુ એજ વૈશાલી શાહ. . પણ, મંયકે તેણે ટ્રેનની બે ઘડીમાંજ શાલુ નામનું નવું નામ આપીને એક પ્રેયશીને જન્મ આપ્યો'તો.

ગેસ્ટ હાઉસ બહુ મોટું હતું. છ માળના આ હાઉસમાં ચોથા માળે 389 નંબરના રૂમમાં શાલુ રોકાઈ હતી.

શાલુએ આટલી થોડી પળોમાં પણ મયંક માટે ખાસ રૂમ કેન્ડલોથી શણગારી રાખ્યો હોય તેવું લાગ્યું.

ચોમેર ડબલ બેડના પલંગ પર સુવાસી ગુલાબને મોગરાના ફૂલો પાથરીને, ઉભા હાર લટકાવીને રૂમમાં કામાગ્નીની સુવાસ પહેલેથીજ પાથરી દીધી હતી. બિયરના રૂમ સ્પ્રેની સુવાસ ઓર નશીલાપણુ ઉત્પન્ન કરતું'તું. એસીની ઠંડક, બ્લૂ લાઈટનો આછેરો પ્રકાશ, બેડ પરની વાસના ઉત્પન્ન કરે તેવું થ્રીડી ચિત્ર દોરેલ ચાદર. . . . વગેરે એકલતામાં સળગી ઊઠયા હતા અને આ બધા કરતાં વધુ સળગતી રતિ અને રંભા સરીખી હાલ તો લાગતી શાલુ ઉર્ફે વૈશાલી શાહ રોમ રોમની કામાગ્નિથી વાસના ને. . . . મયંકને પામવા. . . . તેની બાહોમાં છુપાવા. . . . ઉભી ઉભી ભડકે બળતી હોય તેવી લાગતી હતી. તેના સુવાળા લાંબા રેશમી વાળ તેના ચહેરાને ઓર નિખાર આપતા હતા. હોઠ પરની ગુલાબી લાલી, આંખોનો કાળો ઘાટો સુરમો, નાઈટ ડ્રેસ અને ડ્રેસમાંથી આરપાર દેખાતું તેનું બદન ભલભલાને સ્ખલિત કરી દે તેવું લાગતું હતું.

    મંયક કંઈક વિચારે તે પહેલાં સહસાજ તે મયંકને વળગી પડી. મયંકને એવો તે આલિંગનમાં જકડયો કે જાણે કેટલાય દિવસનો ભૂખ્યો અજગર કોઈ ખોરાકને ભરડો લે તેમ. . . .

   મયંકના હોઠો ખોલીને પોતાના હોઠો પરોવી દીધા. એક હાથે મયંકને રતિક્રીડામાં ઉત્તેજિત કરવા. . . . આજની ભાષામાં કહીએ તો ફોર પ્લે કરવા માથે ને વાંસે હાથ ફેરવવા લાગી અને બીજા હાથે શર્ટના બટન ખોલવા લાગી.

    મંયક પણ ઉત્તેજિત થઈને વૈશાલીમય બની ગયો હતો. હવે વૈશાલીએ પોતાના હૂક ખોલી નાખ્યા હતા. તે સાવ અર્ધ નિર્વસ્ત્ર થઇ ગઇ હતી. જ્યારે મયંક સાવ નિર્વસ્ર થઈ ગયો હતો. બંને શરીર એકદમ ધડાકા સાથે બેડ પર પડ્યા.

   બે તન બદન સાવ નિર્વસ્ર થઈ ગયા હતા. એકબીજાને સંતોષવા મથી રહ્યા હતા. વર્ષો પછી ચાતકને મેઘ મળે તેમ, એક સારસને બીજું સારસ મળે તેમ, ઉનાળામાં તપેલી ધરતી પહેલા વરસાદે જેમ તૃપ્ત થવા માથે તેમ વૈશાલી મથતી હતી.

   વાત્સાયનનાં ને કામસૂત્રના સર્વ આસનો જાણે તેમની આ રતિક્રિડામાં આવી ગયા હોય તેમ તેઓ મથતા હતા. . . . . અને એક આછી છતાં સંતોષી ચિત્કારી સાથે બંને તન ઓજલ થવા લાગ્યા. આહ્ ના ચિત્કારો શાંત થઈ ગયા. સ્વર્ગના સુખથીએ વધું સુખ આપનારો સંતોષ મળતાં બંને તનડા, મનડા અને જીવડા ખુશ થયા. .

   એજ સ્થિતિમાં બંને વાતોએ વળગ્યા. થોડી આડીઅવળી વાતો કરી અને વૈશાલીએ ઘડિયાળમાં નજર કરતા કહ્યું. . . હવે જાઓ તમારે પણ મોડું થશે અને હું પણ થોડી વારમાં નીકળું. . . . . અને આ અધૂરી રાતમાં હજુ અધૂરા ખ્વાબ રહી ગયા છે તે ફરી ક્યારેક પુરા કરવા પાછા આવજો.

   મંયકને પણ સમયનું ભાન થતાં ફટાફટ ઊભા થઈને કપડા પહેર્યા. એક આછેરૂ સ્મિત અને પપ્પી આપીને ફરી નાઈટ ડ્રેસમાં આવી ગયેલી વૈશાલીએ તેને ફટાફટ આવકાર્યોતો તેનાથી સો ગણી ઝડપી ગતિએ વિદાય કર્યો. જતાં જતાં ટ્રેનમાં શાલુએ આપેલી ચિઠ્ઠી પોતાના ખિસ્સામાં પાછી સરકાવી દીધી. . . . એક સોનેરી, નવલા. . . અને પ્રેમાળ શમણાં સાથે તે ચિઠ્ઠીને તેને કિસ કરી અને મનોમન કહ્યું. . . શાલુ તને ક્યારેય નહીં ભૂલું અને ચિઠ્ઠીને ત્રીજા પગથીયે પહોંચતા પહોંચતા તો પાછલા ખીસાના વોલેટમાં જ્યાં કોઈ ગોતી ન શકે ત્યા સરકાવી દીધી.

   પગથિયા ઉતરીને સૌથી નીચલી મજલે આવ્યો ત્યારે ઓફિસના ખુલ્લા દરવાજેથી અવાજ તેના કાને પડ્યો. . .

મિસ. . . . વૈશાલી શાહ. . . . કોનસે નંબરમેં હૈ. . ?.

389 નંબર ચૌથે ફ્લોરપે. . .

    મયંકના ઝડપી ડગ અચાનક અટકી ગયા. તેને થયું કદાચ વૈશાલી. . . . તેની શાલુનો હસબન્ડ હશે. . . લાવ તેને જોઈ તો લઉ. . . તે વિચારે તે અટકી ગયો. . .

  ઊંચો છ ફૂટ મજબૂત બાંધાનો તેના કરતા પણ સ્માર્ટ અને બાવીસ વર્ષનો યુવાન ઓફિસ બહાર નીકળ્યો. તેના હાથમાં પણ મંયકને આપી હતી તેવીજ ચબરખી હતી.

    તે નવયુવાને વાળ સરખા કરવા માટે હાથ માથા પર કર્યો ત્યારે. . . . નદીના વહેતા પાણીની ઝડપે મયંકે તે ચબરખી પરના શબ્દો વાંચી લીધા.

  "અધુરી રાત- અધૂરા ખ્વાબ"આઇ લવ યુ અંજાન

સીમંધર મંદિર પાટણ, જૈન વાડી ગેસ્ટ હાઉસ

ટાઈમ 11 . . . . થી. .  

  મયંકે એક પલમાં તે અક્ષરો ઓળખી લીધા. તે અક્ષરોમાં વૈશાલી દેખાવા લાગી. . . .

   તેના પગ તળેથી આરસની જમીન ખસવા લાગી. તેના મનમાં વિચારોનું ઘોડાપૂર ઊમટવા લાગ્યું.

   બીજીજ પળે તેને થયું ના. . . ના ના વૈશાલી તેની શાલુ આવી ના હોય. જરૂર આ તેનો પતિ જ હશે. . . . . ખાતરી કરવા તે આવ્યો તો તેનાથી સો ગણી ઓછી ઝડપે પેલા નવયુવાનની પાછળ પાછળ જવા લાગ્યો. . . . 389 રૂમ ખૂલ્યો કે તરતજ તે નવયુવાન વૈશાલીના રૂપાળા હાથોએ ખેંચી લીધો. . . . . દરવાજો બંધ થતાં પહેલાંના થોડા શબ્દો જે સંભળાયા તે મંયકને પાગલ કરી ગયા. . . .

     જાન કેમ મોડું કર્યું ? . . . મારે જવાનું છે. . . . પછીના શબ્દો દરવાજો ધડામ દઈને બંધ થતાં ના સંભળાયા. . .

   મયંકના મનમાં શંકાના વાદળો ઘેરાયા, દિલમાં ક્રોધાગ્નિ ને નફરત ભડકો થઈને કૂદવા લાગ્યા. ઘડી પહેલા જે આગ કામાગ્નિ હતી તે ક્રોધાગ્નિમાં ફરી ગઈ. પરાણે થપ્પડ મારીને ગાલ લાલ રાખવાનો પ્રયત્ન કરતો તે વૈશાલી વિશે સારું વિચારતો વિચારતો મનની ગતિએ નીચે આવીને ફટાફટ ગેસ્ટ હાઉસની ઓફિસમાં જઇને. . .

 તે ભાઈ કોણ હતું ? વૈશાલી શાહ નો શું થાય ? તમે કેમ જવા દીધો ? વગેરે વગેરે સવાલોની ઝડી વરસાવી દઈને એકી શ્વાસે બધું પૂછી વળ્યો.

    જેટલી ઉતાવળે તેને પૂછ્યું તેનાથી સો ગણી સહજતાથી ઓફિસે બેઠેલ આધેડે જવાબ આપ્યો . . . તે ભાઈ ગ્રાહક છે ને વૈશાલી શાહનો કાયમી ગ્રાહક છે. વૈશાલી દર બે દિવસે અહીં આવે છે એક રાતમાં આખા મહિનાનું કમાય તેટલું કમાઈને જાય છે. અને છેલ્લે તેને રૂમનું ભાડું ના દેવું પડે એટલે સવારે અમારામાંથી પણ બે-ત્રણ. . . . .

   તે ભાઈ બોલવાનું પૂરું કરે તે પહેલાં તો મયંક ગેસ્ટહાઉસની બહાર નીકળી ગયો. ઉપલા ખીસ્સામાં રહેલા 200 રૂપિયાજ હતા. બાકી તેના વોલેટમાંથી પૈસા ગાયબ હતા. મયંકના બધા સપના ચકનાચૂર થઈ ગયા હતા. આ કોઈ દિ નહીં ને આજે કેવા વ્યભિચારમાં ફસડાઇ પડ્યો'તો. . . . તેની શાલુ હવે વૈશાલી થઈ ગઈ પાછી અને તે "અધૂરી રાત અને અધૂરા ખ્વાબ" લઈને બહાર નીકળ્યો.

    વોલેટમાથી ચબરખી કાઢીને. . . . સાવ ડૂચો વાળીને ડસ્ટબીનમાં નાખીને રડમસ ચહેરે ઓટોને હાથ લાંબો કર્યો. . . ઓટોમાંથી એક ભાઈ નીચે ઊતર્યો. તેના હાથમાં પણ ચબરખી હતી. જે વાચી મયંક ફટાફટ ઓટોમાં બેસી ગયો. . . . . ચિઠ્ઠી પર લખ્યુ'તું.

  "અધૂરી રાત. . . . અધૂરા ખ્વાબ"


Rate this content
Log in

More gujarati story from Ashuman Sai Yogi Ravaldev

Similar gujarati story from Romance