મીઠો ઠપકો
મીઠો ઠપકો
તારીખ 6 12 2019 ના રોજ હું ખૂબ ખુશ હતો અને હું પ્રાર્થનામાં બેઠો હતો. પહેલા અમે બધાએ શ્લોક સમૂહમાં ગાયા અને પ્રાર્થના, ભજન, પંચાંગ, બાળગીત, કવિતા, સુવિચાર, જાણવા જેવું, પ્રશ્નોત્તરી, વક્તવ્ય બધું સાંભળીને મને બહુ આનંદ થયો. પછી વિક્રમ સાહેબે પહેલા બહુ પ્રશ્નો પૂછ્યા એ બધા આવડ્યા, પણ સાહેબે મને પૂછ્યું કે હવે હું કક્કાના મૂળાક્ષરો બોલીશ અને તમારે તેને અંગ્રેજી કક્કામાં ક ખ ગ ઘ વગેરેના સ્પેલિંગને શું કહે છે એના જવાબ આપવાના.
પણ, મને અંગ્રેજી કક્કો નહોતો આવડતો અને સાહેબે મૂળાક્ષર પૂછ્યા તેમાંથી મને ચારથી પાંચ આવડે અને પછી સાહેબે અંગ્રેજીમાં એકથી દસ સ્પેલિંગ સાથે પૂછ્યા પણ,મને એકથી દસ સ્પેલિંગ સાથે નહોતા આવડતા..ને ત્યાંતો મારી શાળાના આચાર્ય આશુમન સર આવી ગયા અને હું મારી શાળામાં બધા કરતાં મોટો લાગતો હતો એટલે આચાર્ય મને કહ્યું કે બળદ જેવા આવડો મોટો થયો તોય ક્યાંય કંઈ આવડતું નથી.? ત્યારે મને બહુ ખોટું લાગ્યું પણ પછી મને આચાર્ય એ સમજાવ્યું કે જો પહેલા ધોરણમાં વિદ્યાર્થીને આ બધુ આવડે છે અને તું તો ધોરણ 8માં અભ્યાસ કરે છે (અને ગુસ્સે થઈને તેમને કહ્યું કે ) શરમ નથી આવતી ?...આ બધું સાંભળીને મને બહુ ગુસ્સો આવતો હતો, પણ ત્યાંજ મને એક વિચાર આવ્યો કે હું આજ હું ગુસ્સે થઈ જઈશ તો આખી જિંદગી ઉદાસ રહેવું પડશે મને બહુ દુઃખ થયું .
તે દિવસે મારી એટલી ઈજ્જત ગઈ હતી કે ક્યાંય પણ નીકળું તો મને કોઈ બોલાવતું નહોતું અને બીજા દિવસે બધું પાકું કરીને આવ્યો હતો. કોઈ દિવસ કોઈની સામે કઈ બોલ્યો નહોતો એટલે મારા મનમાં ડર હતો અને સાહેબ એ બધા સામે બોલવાનું કહ્યું તો ઉભો થઇ ગય
ો પણ મારના ડરથી મને જે પાકું કર્યું હતું તે ભૂલવા લાગ્યું અને સેવન એઈટ ટેનમા ભૂલ પડી અને સાહેબે મને ત્રણ વખત લખી પાકા કરવાનું કહ્યું પણ મારા મનમાં કઈ જાતનો ડર ન હોય ત્યારે તો મને બધું આવડતું, અને ત્યારે મને મારો એક મિત્ર કરણ મળી ગયો તેને સલાહ આપી એને ગીતો ગાવાનું બહુ શોખ છે અને મને કહ્યું કે તું એક વખત પ્રાર્થનામાં ગીતો ગાય જઈશ ને તો તું સાહેબ સામે તને બીકજ નહીં લાગે .. અને તેના બીજા દિવસે મારો પ્રાર્થનામાં વારો મારો કવિતામાં હતો.
મારો ત્યારે કવિતાનો વારો હતો. મેં આખી રાત મહેનત કરી કવિતા ગા ગા કરી અને પ્રાર્થના માટે પહેલીવાર કવિતા ગાવાની હતી. અચાનક પ્રાર્થના મંત્રી કવિતા અજય....એમ બોલ્યા કે હું તો કવિતા ગાવા ગયો ત્યાંજ મારા મિત્ર કરણ એ કહેલી વાત મને યાદ આવી ગઈ તેને કહ્યું કે તું બીવાતો નહીં અને તને આવડશે, ત્યારે મને વિચાર આવવા મંડયા સાહેબથી શું બીવાનું ? વધારે પડતા વિદ્યાર્થી જોઈ શું બીવાનું ?...અને આવું વિચારીને હું આગળ વધવા માંડ્યો ..અને મેં સરસ ગાયું....એકમ કસોટીના કોઈ દિવસ 25 માંથી 15 થી ઉપર કોઈ દિવસ માર્કસ્ નથી આવ્યા અને મારા મનમાંથી જેવી બીક ડર ગયા ત્યારથીજ મને કંઈક કરવાની ઈચ્છાઓ થવા લાગી છે, અને અત્યારે મારી એકમ કસોટી ગઈ તે ગુજરાતી હતી. તેમાં મારા વીસ માર્કસ હતા અને હું બહુ ખુશ થયો અને અત્યારે મારા મનમાં એવું થાય છે કે નકરું વાંચ વાચજ કરું..મારા આચાર્ય મને બોલ્યા કે ધખ્યા નો હોત તો. તો તો હું મારી શાળાનો ઠોઠ છોકરો હોત. એટલા માટે મારા આચાર્યને બહુ અભિનંદન થેન્ક્યુ અશોક સર ...આશુમન સર. હું આપનો વહાલો વિદ્યાર્થી અજય જય હિન્દ જય ભારત જય ગુજરાત...