રોકી મારો યાર
રોકી મારો યાર


એક દિવસની વાત છે. હુ ને મારા મમ્મી, પપ્પા અને મારો નાનો ભાઈ અમે અહીંયા અમારા ગામની નજીક મહાકાળીમાંનાં મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે મારા પપ્પાના ફોન ઉપર તેમના મિત્રનો ફોન આવ્યો. તેમણે કહ્યુ કે, 'તમારે કૂતરો લેવો છે ?' મારા પપ્પાએ મને કહ્યુ, 'મે કહ્યુ હા લેવો છે. તે ભાઈનું ઘર તો મહાકાળીમાંના મંદિર પાછળ હતુ. અમે ગાડી લઈને ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અમને એક ગલુડિયુ આપ્યુ. મે તેનુ નામ વિચારીને રાખ્યુ હતું. મે તેનુ નામ રોકી રાખ્યુ. અમે રોકીને ઘરે લઈ જતા હતા ત્યારે તે અમારી સાથે લાડ કરે અમને ચાટે.
અમે ઘરે પહોંચીને તેના માટે સાંકળ લાવ્યા અને તેનાથી બાંધી દિધો. તેના બીજા દિવસે હુ મારા મિત્રો મહિપાલ ને રોહીત ને કૂતરો બતાવવા લાવ્યો. મારો પ્રિય કૂતરો રોકી તેમણે પણ મારા જેવી રીતે લાડ કરે.. તે એમ કરતા કરતા મોટો થયો.
એક દિવસ મારા પપ્પા તેના માટે લાડવા લાવ્યા. તેને એક ખવડાવ્યો તે ખાઈને પુછડી હલાવા લાગ્યો. પછી ધીમે ધીમે અમને થયુ કે રોકી મોટો થયો છે તો તેને બાંધવો નથી. ખુલ્લો ફરવા દહીશું. તે ઘર કે આંગણું કોઈ દિ બગડે નહિ તેનું પણ ખાસ ધ્યાન રાખતો. રોકી મારો ભાઈ જેવો હતો. જ્યારે હું રોકી કહુ ત્યારે તે મારી પાસે પૂંછડી હલાવતો ને હલાવતો આવી જતો.
એક દિવસ મારા પપ્પા તેને ગાડીમાં બેસાડીને ખેતરમા લઈ ગયા. પણ તેને ગાડીમાં ત્રણ વખત ઊલટી કરી હતી. પણ તેને મારા પપ્પા બોલ્યા ન હતા. મારો પ્રિય કૂતરો રોકી જયારે હુ સ્કૂલમા જઉં ત્યારે મારી સ્કૂલ ન આવે ત્યા સુધી મારી પાસે રહે. એક દિવસ બધા કૂતરા મને ભાઉ ભાઉ કરીને કરડવા આવ્યા પણ મારો કૂ
તરો રોકી તેને મને બચાવી લીધો.
આમ કરીને રોકી ખૂબ મોટો થઈ ગયો. રાત્રે રોકી જાગે અને રખેવાળી કરે. દિવસે સૂઈ જાય. એક દિવસ રોકી બીમાર પડ્યો. તે ભૂલથી પ્લાસ્ટીકની કોથળી ખાઈને ઊલટી કરતો હતો ત્યારે મારા દાદા તેને બોલ્યા."આવુ ખાઈને કેમ ઊલટી કરે છે, દૂધને ખીચડી ખા ને.. ત્યારે રોકી મારા ઘરની પાસે બેઠો. મારા દાદા કોથળો પાથરીને બોલ્યા. રોકી... રોકી.......પણ રોકી આવયો નહી. રોકી રાત્રે કયાક જતો રહ્યો. અત્યારે મહિનો થવા આવ્યો. પણ રોકી આવ્યો નથી.
તે લાગણી વાળો હતો. આપના વડીલો કૈક બોલેને આપણને ખોટું લાગે તેમ આ રોકીને પણ ખોટું બહુ લાગતું. આથી મારા દાદા તેને બોલ્યા તેનું ખોટું લાગ્યું એટલે અથવા તો આખી જિંદગી અમે તેની સેવા કરી માણસની જેમ સાચવ્યો એટલે તે બીમાર થઈ ગયો હશે એટલે અમને તેની સેવાની ને બીમારીની બહુ તકલીફ ન પડે એટલે તે જતો રહ્યો હશે અથવા તો મરવાની ઘડી તેને દેખાઈ હશે અને અમે તેનો આઘાત ના સહન કરી શકીએ અને દુઃખી થઈએ તેવું વિચારીને તે જતો રહ્યો હશે. આવા તેના માટે સારા વિચારોવાળા કારણો અમારા પરિવારના લોકો માનીને તેને બહુ વખાણે છે.
અમે બધે ફરી વર્યા પણ તે ક્યાંય મળ્યો નહીં. તેને આની પેહલા પણ ઘરનું કોઈ બોલ્યું હોય તો જતો રહેતો પણ તે આજુબાજુમાં પડોશમાં હોય એટલે અમે મનાવીને લઇ આવતા અથવા તે જાતેજ રીસ ઉતરે એટલે આવી જતો. મને અને મારા પરિવારને મારો કૂતરો રોકી ખૂબ જ વહાલો હતો અને યાદ આવે છે અમે ઘણી માનતાઓ રાખી છે કે તે ભલે ગમે તેવા હાલમાં હોય પણ મળે. તે અમને મરેલો મળે તો પણ સ્વીકારવા તૈયાર છીએ. પણ રોકી આવ્યોજ નહી. તમેય પ્રાથના કરજો મળી જાય.