મેં કરેલો પ્રવાસ
મેં કરેલો પ્રવાસ
ઋષીવન તીરુપતીપાર્કનો પ્રવાસ થયો હતો. ત્યાં અમે અશુમન સરના ઘરે ગયા હતા. તે પ્રવાસ ૩ દિવસનો હતો. ત્યાં અમે ડાઇનાસોરના ઈંડા જોયા હતા. ત્યાં અજગર, સફેદ સાપ, કાળાસપ હતા. ત્યાં સફેદ મોર, ચીતો અને સિંહ પણ હતા. નીલ, હરણ, કાળીયાર અને રોઝ પણ હતા. ત્યાંથી અમે ઈન્દ્રોડાપાર્ક ગયા હતા. ત્યાં વિશાલકાય ડાઇનાસોરની મૂર્તિ પણ હતી. તૃણાહારી ડાઇનાસોર અને માંસાહારી ડાઇનાસોર પણ હતા
પછીઅમે હિંચકા ખાધા, લપસણી પણ હતી, ત્યાં બે વાર લપસણી ખાધી, ત્યાં એક રાક્ષસનું મો અને બીજું રાક્ષસણીનું મો ત્યાં પાસેજ હતા. ત્યાં ભેંસની એક મૂર્તિ પણ પાસેજ હતી. ત્યાં અમે મોટરોની પણ મઝા લીધી, દોરડા પણ ખેંચ્યા હતા અને હોડી પણ ચલાવી હતી.
ત્યાંથી અમે અડાલજની વાવ પણ જોવા ગયા હતા. ત્યાં ૭ પુરુષોની સમાધી પણ જોઈ હતી, ત્યાં અમે ડાઇનાસોર જીવસ્મ પણ હતા. ત્યાં મગર પણ જોયા હતા. ત્યાર પછી ગુજરાતની પ્રખ્યાત સુખડી પણ મહુડીમાં ખાધી હતી. ત્યાં ભગવાન મહાવીરની મૂર્તિ પણ હતી . ત્યાંથી અમે અનેક રમકડા પણ લીધા હતા.