STORYMIRROR

Mittal Purohit

Romance

5.0  

Mittal Purohit

Romance

" અધૂરી કહાની"

" અધૂરી કહાની"

3 mins
29.3K


આજે તો આ વરસાદે માજા મુકી છે બંધ રેવાનું નામ જ નથી. બબડતા- બબડતા નકુલ સોફા ઉપર બેઠો. હવે ટાઇમ પાસ કરવા કંઈક તો કરવું જ પડે એમ વિચારી ટીવી ઓન કર્યું ચેનલો બદલાતા-બદલાતા ન્યુઝની ચેનલ આવી ઠેર-ઠેર ભરાયેલા પાણીમાં કોઈ ન્યુઝ ચેનલ કોરી ન હતી. જયાં જુઓ ત્યાં પાણી... નકુલે ટી.વિ.-૯ની ચેનલ રાખી અને સોફામાં આડો પડ્યો. અચાનક એના કાને અથડાયેલા ન્યુઝ ના શબ્દોથી એ સોફામાં બેઠો થઈ ગયો. `બે હાજર છ માં વરસાદે બોરસદ ને જેવું ડુબાવ્યુ હતું એવો જ વરસાદ બોરસદમાં આ વરસે પણ...'' ઓહ ! આ શબ્દસાગરમાં હવે નકુલ પણ ડુબવા લાગ્યો. બે હાજર છ અને બોરસદ આ બે શબ્દો એ એને અગિયાર વષઁ પાછો ખેંચ્યો.

એ સમયે બી.એડ્ એક વષઁનુ જ હતુ અને અમદાવાદથી અપ-ડાઉન ન થઈ શકવાના કારણે નકુલ ત્યા હોસ્ટેલમાં જ રહ્યો. સ્વભાવ મળતાવડો હોવાથી ઝડપથી દોસ્તો બની ગયા. જોતજોતામાં બે મહિના પસાર થઈ ગયા હવે  આવ્યો શ્રાવણ વરસાદ પૂર જોરે આગમન ફરી ચૂકયો હતો. આખાય શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હોસ્ટેલથી ચા નાસ્તા માટે બઘા મિત્રો હોટલ પર જતા પાણી તો કેડ સમાણા ભરાયા હતા કોલેજ ની સામે જ બી.એડ્માં બહારથી આવેલી આંઠ-દસ છોકરીઓ રૂમ રાખીને રહેતી હતી. એમને પણ હોટેલમાંથી જ જમવાનું લાવવાનું હતું એ ગૃપમાં એક ઉર્વી હતી જે આટલા પાણીમાં બઘા માટે પાસઁલ લેવા નીકળી હતી એટલે નકુલ અને ઉર્વી સાથે જ ગયા વાતો વાતોમાં નકુલને ખબર પડી કે એ પણ અમદાવાદની જ છે પછી તો બન્ને સારા મિત્રો બની ગયા. અવારનવાર બન્ને વચ્ચે બુક્સની પણ આપ લે થવા લાગી. નકુલને ધીમે ધીમે હવે ઉર્વી નો સાથ ગમવા લાગ્યો. અને એ દોસ્તીને નકુલ કયારે પ્રેમ સમજી બેઠો એ ખબર ન રહી ધીમે ધીમે નકુલ એના સપનાં જોવા લાગ્યો.

અમદાવાદના જ હોવાથી બન્ને સાથે જ જતા નકુલે કયારેક ઉર્વી અંગત લાઈફમાં માથુ ન માયુઁ એને તો ઉર્વીની આંખોમાં ઉર્વીની વાત કરવાની સ્ટાઈલ, ઉર્વીનો સાથ આ જ ગમતું એટલે કયારેક અંગત જીવનમાં ધ્યાન ન આપ્યું. જોતજોતામાં દિવાળીનુ વેકેશન આવ્યું બધા જ મિત્રો પોતાની ધરે જવા નીકળ્યા. નકુલે ઉર્વીને કોલ કરી પુછયું કે હુ જાઉં છું જો તારે આવવાનું હોય તો ચાલ ઉર્વી એ હા કહ્યું એટલે બન્ને સાથે બપોરની બસમાં જવાનું નક્કી કર્યું. નકુલ રૂમ પર એકલો જ હોવાથી એણે આજે બસમાં ઉર્વીને પોતાના મનની વાત કરવાનું નકકી કર્યું. ઉર્વી માટે એક ડિઝાઈનર કાડઁ બનાવ્યું જેમા ખુબ સુંદર પંક્તિઓ લખી..

"मंज़िल एक है और सफर भी एक,

 तो मुसाफिर बन के नहिं, क्यूँ ना हमसफर बनके चले"।

નકુલે  એની સાથે જ ઉર્વશી માટે પોકેટમની માંથી લાવેલ સુંદર રીંગ લીધી. નકુલ બહુ ઉતાવળો થયો આ સફર માટે. એણે રૂમ લોક કરી ઉર્વીનેકોલ કર્યો એટલે ઉર્વી પણ નીચે આવી ગઈ. નકુલે ઉર્વીને કહી કે, 'ચલ આજની સફરમાં મોડુ નથી કરવું.'

ઉર્વી- 'મતલબ ? સમજાયું નહીં.'

નકુલ - 'બસમાં સમજાવું.'

ઉર્વી- 'બાપ રે! તારી વાતો તો તને જ સમજાય'

(બન્ને સાથે ચાલે છે ઉર્વીના ફોનમાં રીંગ વાગી) ઉર્વીના ચહેરા પર એક મોટી સ્માઈલ આવી એણે ઝીણા ગણગણાટથી વાતથી વચ્ચે વચ્ચે એ શરમાતી હતી. નકુલ વિચાર તો કે એના ચહેરા પર આ શરમ કેવી મસ્ત લાગે હુ જયારે એને પ્રપોઝ કરીશ ત્યારે પણ એ આમ જ શરમાશે...

અચાનક ઉર્નોવીનો ટહુકો `આઇ લવ યુ ટુ, બાય... ફોન મુકો,' સંભળાયું. નકુલ એકદમ ઝાટકા સાથે

'ઉર્વી કોણ હતુ ? શું કહે છે ? એમ પુછયું તો ઉર્વી એ એક લજામણીની જેમ શરમાતા કહ્યું કે બીજુ કોણ હોય, મારા હસબન્ડ''

એ જ ક્ષણે નકુલના પગ નીચેથી જમીન ખસી ગઈ. ઉર્વી એના હસબન્ડ વિષે બોલાતી ગઈ અને નકુલ એના ટુટેલા દિલને સંભાળવા લાગ્યો.

"मंज़िल ही जुदा हुई ,रास्ते भी अलग,

मुसाफिर भी क्यूँ बने , जब जुदा हो सफर"।


Rate this content
Log in

Similar gujarati story from Romance