Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

અશ્ક રેશમિયા

Drama Romance Thriller

3  

અશ્ક રેશમિયા

Drama Romance Thriller

અધૂરા અરમાનો ૩૧

અધૂરા અરમાનો ૩૧

5 mins
518


કહેવાય છે કે પ્રેમ કરવો એ ગુનો નથી કિન્તું પકડાઈ જવું એ ભયંકર અપરાધ છે! અત્યાર લગી જે છાનો હતો એમનો એ પવિત્ર પ્યાર હવે સરાજાહેર થઈ ગયો.

     સાંંભળ્યું છે કે જમાનો કહે છે કે પ્રેમથી જ સંસાર ટકી રહેશે. તો પછી આ પ્રેમનું દુશ્મન છે કોણ?

    જગતમાં આશિકોની દશા માઠી હોય છે. જગતમાં બહું જુજ એવા યુવાનો છે કે જે પરિવારની ઈજ્જત ખાતર પોતાની સપ્તરંગી ખુશીઓને તરછોડી દે છે. કોઈ યુવાનો પરિવારને તરછોડીને પ્રેમિકાની બાહોમાં રિબાઈ રિબાઈને જીવે છે તો વળી કોઈ યુવાન પ્રેમિકાને તરછોડીને પરિવારની પનાહમાં રહીને જ હીજરાહીને જિંદગી વિતાવે છે. આવા મજબૂર યુવાનોની વેદનાને કોણ જાણે? એ બિચારા નથી તો પરિવાર સાથે જીવી શકતા કે નથી માશુકા સાથે પ્રેમથી. એમાં વાંક તેમનો નથી. વાંક છે આ બેદર્દી દુનિયાનો. પ્રેમ અને પ્રેમલગ્ન કરનારાઓને દુનિયા અને સમાજ સાપની જેમ ડંખે છે. આજના યુવાનો પ્રેમ કરીને એ પ્રિય પાત્ર સાથે લગ્ન કરી શક્તા નથી કે જે પાત્રને તેઓ નખશિખ જાણી ચૂક્યા છે. છેવટે મા-બાપને તાબે થઈને કે સમાજના ભયથી ગમે તેવા પાત્ર સાથે લગ્નથી બંધાય છે. એવા લગ્ન મંઝીલે પહોંચતા નથી. કારણ એટલું જ કે જેને પ્રેમ કર્યો એની સાથે જીવી ન શકવાનો વસવસો અને જેને ક્યારેય જાણી - જોઈ નથી એવી વ્યક્તિ સાથે પનારો પડે છે એનો અફસોસ. આ આખી ઘટનામાં એક તો સમાજની અટપટી ગતિવિધિઓ અને બીજું પરિવારને તાબે રહેવાની મજબૂરી આડખીલીરૂપ બની રહે છે. આ મજબૂરી અને સમસ્યા આજના પ્રેમી યુવાનોની મસમોટી વિટંબણાઓ છે.

      બંને પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્ની, સૂરજ અને સેજલ ઘેર આવવા નીકળ્યા. સૂરજ પોતાની જિંદગીને પ્રેમની અમાનતને લઈને એના ગામ ઝાંઝાવાડા આવી રહ્યો હતો. હવે શું થશે? એ વિચારે બોર - બોર આંસુઓ પાડવા માંડ્યો. તેના અંતરમાં આગ સળગી રહી. પ્રેમલગ્ન કરીને પરિવારને દાવાનળ લગાવ્યો છે એવા વિચારે આંખે અંધારા આવવા લાગ્યા. અને એ વિચારોની કાળરાત્રીમાંથી પસાર થઇ રહ્યો હોય એમ લાગતું હતું. મારુતિ રસ્તા પર ચાલે છે કે ધૂળમાં એનુંય એને ભાન નહોતું. મારૂતિ ઘડીક જમણી બાજુ થઈ જાય છે તો ઘડીક ડાબી બાજુ. હમણાં જાણે બધાનો જીવ મારુતિ લઈ લેશે એમ લાગતું. સેજલ અધ્ધરજીવે સૂરજને તાકી રહી. પાછળ બેઠેલા જયે પીઠ પકડીને સૂરજને મારુતિ ધીમે હંકારવા કહ્યું. કિન્તુ સૂરજ મારુતીમાં હોય તો સાંભળે ને? એ તો ગાડીનું સ્ટેજ ઝાલીને ક્યાંય જતો હતો જાણે. સીપુ નદીની આગળના માર્ગે ઝાંઝાવાડાના ઉબડખાબડ રસ્તે મારુતિ  પુરપાટ જઈ રહી હતી ઊંચા નજીક આવતા તો મારુતિ એક ખેતર વચ્ચે જઈ ઊભી રહી. જો સૂરજે અચાનકની સાવધાનીથી બ્રેક ના મારી હોત તો મારૂતી આગળની એક વાંસ જેવી ઊંડી ખાઈમાં પડી હોત.

       ગાડીની બ્રેક લાગવાથી શમણાની રંગબેરંગી ખુશીઓમાં ખોવાયેલી સેજલ ચમકી. એ સૂરજના પરસેવાથી રેબઝેબ ચહેરાને એકટક જોઈ રહી. સૂરજની આંખોથી લોહી નીકળી રહ્યું હતું જાણે. આંખોના ડોળા બહાર આવ્યા હતા. શરીર મશીનગનની જેમ ધડધડ કરી રહ્યું હતું. જયે પાણીની બોટલ સેજલના હાથમાં ધરી. સેજલે સૂરજના મો પર પાણી છાંટ્યું. સાડીના પાલવથી સાફ કર્યું. દસેક મિનિટના થાક ખાધા પછી પાછી મારૂતિ ચાલી નીકળી સૂરજના ગામ ઝાંઝાવાડા તરફ.

      રસ્તાની બન્ને બાજુએ ઉગી નીકળેલા બાવળમાંથી અસંખ્ય વિચારો દોડતા આવીને સૂરજને વળગી પડ્યા. સૂરજને પાછો વલોપાતે વળગાડ્યો. મનમાં ઘર કરી ગયેલા બદનામીના વિચારો એને કહેવા લાગ્યા:"સબૂર સૂરજ, તું જ્ઞાની જેવી વાતો કરતો હતો. માવતરની- પરિવારની બહુ ચિંતા કરતો હતો. તને ભણાવેલ ભાઈને જરાય દુઃખ નહિ પહોંચાડવાની વાતો કરતો હતો. પરિવારની પ્રતિષ્ઠા કે એમની આબરૂને, એમના હૈયાને નહિ દુભાવવાના મોટા-મોટા બણગા ફૂંકતો હતો તે બધું કયા ગયું? કેમ ભૂલી ગયો બધું? અને અત્યારે આ રૂપસુંદરીને ક્યાં મોઢે તું ઘેર લઈ જઈ રહ્યો છે? શું તારો પરિવાર તમને બંનેને સ્વીકારશે? તને ઘરમાં આશરો આપશે? અરે સૂરજ! તું પાગલ થઇ ગયો છે પાગલ! શીદને આ સહેજાદીને ઘેર લઈ જઈ રહ્યો છે. પાછો વળી જા બાપ, પાછો વળી જા. નહીં તો ઘેર જતાં જ તારો પરિવાર કકળી ઉઠશે. આજે આ સુંદરી સાથે તને જોઈને એમના અંતરમાં આગ લાગશે. તું તારા ઘરના આંગણે પગ મૂકીશ ને એ જ વેળાએ તેમની આંખોથી દુઃખના કાળા આંસુ ટપકવા માંડશે. તારા આ કાર્ય બદલ તારા કુટુંબીજનોના પવિત્ર હૈયાઓ દુ:ખથી ચૂરચૂર થઈ જશે. વળી આ તારો સમાજ! સમાજ તારા પર, તારા પરિવાર પર બદનામીના અંગારા મૂકશે. તું હવે બદનામી અને બરબાદીની કાળરાત્રિએ ઘેરાઈ ગયો છે સૂરજ. થોભી જા. કોડીલી કન્યાને એના ઘેર મૂકી આવ. નહીં તો તારો કલંકભર્યો પરાભવ નિશ્ચિત જ છે. એટલામાં તો મારુતિ સૂરજની શેરીમાં આવી ઉભી રહી.

      ગામમાં કોઈ નવા લોકો કે નવી સાયકલ જેવી કોઈ ચીજ આવે તો આખું ગામ ભેગું થઈ જાય. આ તો મારુતિ. અને વળી સૂરજના ઘેર. અચાનક આવેલી મારુતિને જોઈ લોકો કામ એક બાજુ મૂકીને દોડતા આવ્યા. અત્યારે સમી સાંજે કોણ આવ્યું હશે? જેમ લગ્નમંડપમાં વરકન્યાને જોવા લોકો પડાપડી કરે એમ મારુતિને જોઈને લોકો પડાપડી કરવા લાગ્યા. ફરી ફરીને મારુતિને જોવા લાગ્યા. સૂરજને જાણે ચારેબાજુથી ઘેરી લીધો ન હોય! પાંચેક મિનિટ રોકાઈને આંસુ લૂછીને ઊંડો આઘાત અને ગભરામણ સાથે સૂરજે દરવાજો ખોલ્યો સેજલ અંદર જ બેઠી હતી. સૂરજ મારુતિમાંથી ઉતર્યો. શરમથી માથું નીચું લઈને. એવામાં તો થોડીક જ વારમાં બીજી બાજુથી સેજલ પણ વધૂના સાજશણગાર સજેલી બહાર આવે. એવી સ્ટાઈલથી જાણે કે કોઈ ફિલ્મ દ્રશ્ય જોઈ લો.

     સેજલ અને સૂરજના ગાળામાં ગુલાબના હાર મઘમઘી રહ્યા હતા. તેમાંથી ફૂલની સુગંધની જેમ આખી ઘટના ગામમાં પ્રસરી ગઈ. ગામમાં વાત ફેલાઈ કે સૂરજ લગ્ન કરીને આવ્યો છે.

     સૂરજના પરિવારના લોકો આ દ્રશ્ય જોઈને આભા જ બની ગયા. આખો મહોલ્લો આ દ્રશ્ય જોઇ દંગ રહી ગયો. જોઈને સુરતના માતા-પિતાના શરીરથી શૅર શૅર લોહી ઊડવા માંડ્યું. સમી સાંજે આવેલી આ સુનામી સૂરજના પરિવારને ભયભીત બનાવી ગઈ. કેટલાંક લોકો રાજી થયા તો વળી કેટલાકે દુઃખની લાગણી બતાવી. પણ સૂરજના પરિવારનું શું થાય છે જોવા અને સાંભળવા લોકો વાળું બનાવવાનું ભૂલને ત્યાં જ અડ્ડો જમાવી ઊભા હતા.

      સાંજના ૭ થવાને હજુ વાર હતી. રાત્રિ સાત સાત ઘોડે સવાર થઈને પૃથ્વી પર પ્રયાણ કરી રહી હતી. સંધ્યા ખીલી હોવાના કારણે લોકોના એકબીજાના ચહેરા સ્પષ્ટ વરતાઈ રહ્યાં હતાં. સાંજની કોલાહલમાં સન્નાટો છવાઇ ગયો હતો. સૂરજને એકબાજુ બોલાવીને આખી ઘટનાની બાતમી મેળવી. નર્મશંકરે મહોલ્લામાં ભેગા થયેલા લોકોને ધમકાવીને ઘેર કાઢી મૂક્યા કિન્તું આમ લોકો માને ખરા? એ તો શું બને છે એ જોવા ઉપરવાડેથી પણ તાકી રહ્યાં.

      આમ, સહસા પ્રેમલગ્ન અને એ પણ આંતરજ્ઞાતિય લગ્ન! ગામમાં કોઈ માનવા તૈયાર નહોતું. છતાંય માનવું પડ્યું. કારણ આંખની સામે જ ઊભું હતું. સૂરજના આ દુષ્કાર્યથી એના પરિવારજનો વિવશ બની ગયાં. એના આંગણે આખુ પરિવાર ટોળે વળી બેઠું હતું. જરૂરી કાનાફૂસી કરીને નર્મશંકરે સૂરજને પોતાની પાસે બોલાવ્યો. સૂરજ હજુ પણ ત્યાં જ જમીનને ખોતરતો ઊભો હતો. બંને હાથે મોઢું સંતાડી રાખ્યું હતું. એણે કરેલા કાર્ય બદલ લાચાર હતો. લાચારીથી પ્રેમલગ્ન તો કરી લીધા પણ હવે જવું ક્યાં? એટલે જ એ ઘેર આવ્યો હતો. બીજીવાર બોલાવવાથી અથડાતા પગલે આંગણાના ઓટલા નજીક આવીને ઊભો રહ્યો. શરીર થરથર કાંપતું હતું અને નજરો ભીની થઈને જોઈ રહી હતી.

     સૂરજના પિતાએ આ જોયું. ગુસ્સે ભરાયા. પારાવાર દુ:ખ થયું. કહેવા લાગ્યા,"સૂરજ....!"

                   -ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from અશ્ક રેશમિયા

Similar gujarati story from Drama