અશ્ક રેશમિયા

Inspirational

2  

અશ્ક રેશમિયા

Inspirational

ભાઈબંધી

ભાઈબંધી

1 min
347


"પણ સુલતાન !" સલમાના ચહેરા પર વિષાદ ઊતર્યો. કહ્યું: "તે અવિનાશને રૂપિયા આપી દીધા ? એ પણ પૂરા દોઢ લાખ ?"

સુલતાન શાંત ઊભો હતો. પળવારે કહ્યું: "હાં, આપી દીધા ! જીવ પણ આપી દઉં બોલ ? તને શું છે ? એ મારો મિત્ર છે. તકલીફમાં હતો !"

"અરે યાર, મિત્ર તો સમજ્યા! તે હિંદું છે એ ધ્યાન છે તને ? પરધર્મીનો ભરોસો શો ?"

"સલમા! મને પૈસાની ફિકર નથી, ફિકર છે તો એ મિત્રની- એના બિમાર પિતાની ! તું ધર્મની વાત કરે છે ને ? સાંભળ, "માનવતા પછીનો કોઈ શ્રેષ્ઠ ધર્મ હોય તો એ છે મિત્રતા ! તું શું માને છે ? એ પૈસા પાછા નહીં આપે ? અરે, વખતે જાન આપી દે એવો છે !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational