Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!
Unmask a web of secrets & mystery with our new release, "The Heel" which stands at 7th place on Amazon's Hot new Releases! Grab your copy NOW!

અશ્ક રેશમિયા

Romance Thriller

3  

અશ્ક રેશમિયા

Romance Thriller

અધુરા અરમાનો-૧૫

અધુરા અરમાનો-૧૫

6 mins
289


"સૂરજ, પણ ને બણ છોડ. ને ચાલ થઈ જા તૈયાર. અને પકડ ચાલતી."

"જય, અત્યારે મને લાગી રહ્યું છે કે તું મને અવળા પાટે ને અવળા રવાડે ચડાવી રહ્યો છે !"

"સૂરજ ! અત્યારે ભલે તને ગમે તે લાગતું હોય કિન્તું જ્યારે શુભ સમય આવશે ને એ ઘડીયે તને મારા કહેવાની કિંમત સમજાશે !"


બપોરનો ઉગ્ર સમય હતો. બે વાગ્યા હતાં. ગગનસિંહાસન પરથી સૂરજદાદા 'દાદા' તરીકેનું વહાલ કોરે મૂકીને ધરતીના બાળને બરાબરના શેકી રહ્યાં હતાં. મહોલ્લાની વચ્ચે જ આવેલ ઘટાદાર લીમડાના ઝાડ નીચે આઠ-દશ હીરાઘસું ભાઈઓ વખત ગાળવા ગંજીફાની રમત રમી રહ્યાં હતાં. ભરબપોરે સેજલને મળીને ફરીથી એને મનાવવા સૂરજ થનગની રહ્યો હતો. એ હૈયામાં ગજબની હામ લઈને, ગજવે અરમાન લઈને ઊભો થયો.

"અલ્યા સૂરજ ! ગરમી ખૂબ જ વધી ગઈ છે હો ! ટેક્ષી પણ આવી નથી તો શેમાં જઈશું ?"

"તું ટેક્ષીની પરવા છોડ અને ચાલતી પકડ."

એ બંને ચાલ્યા. હીરાઘસું ભાઈઓ એમને જતા જોઈ રહ્યાં.


"આવી ધોમ વરસતી ગરમીમાં ક્યાં ચાલ્યા છો ?" સૂરજના મોટા ભાઈએ પૂછ્યું.

"આવીએ છીએ." ટૂંકો ઉત્તર વાળે ચાલતી પકડી. સૂરજના હૈયામાં સેજલ અને પ્રેમલગ્ન રમી રહ્યાં હતાં.


"વાહ! આજે કેવી શુભ ઘડી આવી રહી છે ! સૂરજ મને લગ્નનું વચન આપશે !" એ મનમાં વિચારી રહી હતી. વારે વારે એ ઘડિયાળમાં નજર કરી લેતી હતી. પરંતુ જાણે આજે ઘડિયાળ પણ જાણે થંભી ગઈ હોય એમ લાગી રહ્યું હતું. મન વ્યાકુળતાથી વ્યગ્ર બનતું જતું હતું અને ધડકનો જાણે ધબકાર ચૂકવા માગતી હોય એમ લાગતું હતું. એ બેબાકળી બનતી જતી હતી. ક્યારે પાંચ વાગે ને ક્યારે એ શુભ સમાચાર સાંભળે !


સૂરજને મળવાના અને લગ્નના પાકા કૉલ સાંભળવાના લાખેણા કૉડ સાથે એ નવા વસ્ત્રોમાં સજ્જ થઈ. નવવધુની જેમ સાજ સજ્યા. પ્રિય પ્રેમિકામાંથી પ્રિય પત્ની થવામાં એ એવી તો આતુર બની કે જે ઘડી પહેલા ગુજરતો નહોતો એ સમય સરરરરર કરતો સરક્યો ને પાંચના ટકોરા પાડી બેઠો. એ બાઘાની જેમ ઘડિયાળને તાકી રહી. તરત જ એણે ઘડિયાળને ચુમી લીધી. બીજા હાથમાં કંકણ પહેર્યા ન પહેર્યા ને ઊઘાડા પગે જ એણે દોટ મૂકી ! સીધી જ એ મહાદેવના મંદિરે આવી ઊભી રહી. એણે હાંફળીફાંફળી થઈ ચોફેર અકળવકળ નજર દોડાવી. પરંતું સૂરજ ક્યાંય દેખાયો નહી.


એની પાંપણે પાવન પાણી બેઠા ! એણે અકળવિકળ થઈને ચોતરફ નજર ફેરવી. કિન્તુ સૂરજ ક્યાંય ના દેખાયો. સૂરજ નહીં આવે ? કે પછી આવીને ચાલ્યો ગયો હશે ? હૃદયમાંથી નીકળેલા આંસુઓએ આંખની કિનારી પર આવીને અદભૂત સવાલ ઊભો કરી દીધો. વિહ્વળતા એને બૂરી રીતે વેંતરવા માંડી. ચિંતાએ એની ખુશીઓને સળગાવવા માંડી, લાગણીઓ એને પીવા લાગી ગઈ. એનું અસ્તિત્વ એને ખુદને બીવરાવવા માંડ્યું. જેમ બરફના ભારથી વૃક્ષોની તોતિંગ ડાળીઓ લચી પડે એમ સૂરજ વિનાની એકલતા એને ધરતી પર ઢાડવા માંડી. એ જોશથી વલવલવા માંડી,

"શું સૂરજ નહીં જ આવે ? કે પછી આવીને ચાલ્યો ગયો હશે ? કે પછી શાયદ લગ્નની વાતથી ડરી ગયો છે હશે ?" પાછી એ ફરી ખુદને આશ્વાસન આપવા લાગી, "ના ના, મારો સૂરજ મને કદી ન ભૂલી શકે ! મારો વાલમ એ જરૂરથી આવશે જ !" આવી રીતે એ બબડી રહી હતી કે દરવાજે ખખડાટ થયો.


સેજલની વ્યગ્રતામાં સહભાગી બનવા ઊંચી ડાળીએથી કૂદાકૂદ કરવાનું છોડીને નીચે આવેલ વાંદરો એ અવાજ સાંભળીને છલાંગ મારીને ઊંચી ડાળીએ જઈને બેઠો. સેજલે સફાળે એ દરવાજા ભણી ડગ માંડ્યા. જોયું તો સામે જ એક પગ દરવાજાની અંદર અને બીજો પગ બહાર રાખીને સુરજ ઊભો હતો. એ મરક મરક મલકીને  સેજલને તાકી રહ્યો હતો.


સૂરજને જોઈને એ ફુલીને ફાળકે ચડી ગઈ. કિન્તુ આમ કેમ ? એના મનમાં અદ્દભુત સવાલ પેદા થયો. સૂરજ આજે આટલી ઉદાસીને શુ કામ ઉપાડીને આવ્યો છે ! દરરોજ કેવો હસીને માદક સ્મિત આપતો. દૂરથી જ બૂમ પાડી ઊઠતો... 'સેજલ, હું આવી ગયો છું. તારો પ્રાણપ્યારો પાગલ દિવાનો.' આવું તો ઘણું બધું કહેતો. સાથે ગુલાબનું તાજું જ ખીલેલું ફૂલ તો અવશ્ય લાવતો જ! અને અત્યારે નથી ખુશી, નથી ગુલાબનું ફૂલ ? એ દોડતી આવીને ભેટી પડી.


"આઇ લવ યુ માય જાન !" કહીને સૂરજે અટ્ટહહાસ્ય વેર્યું. જેનાથી સેજલના  માયુસ વદન પર ખુશીઓના ઘોડાપૂર દોડી આવ્યા. હળવેકથી પીઠ પાછળથી હાથ આગળ લાવીને એણે સેજલની આંખો સામે ડાળી સમેત ગુલાબ ધરી દીધું ! એ સૂરજની પ્રેમાળ આંખો સામે તાકી જ રહી. એની આંખોમાંથી છલકતા પ્રેમના જામને સૂરજ ખોબે-ખોબે પી રહ્યો. એણે સૂરજને મીઠ્ઠું ચુંબન આપી દીધું.

"સેજલ, મારા પ્રત્યે કુશંકા સેવીશ નહી. અત્યારે હું એ જ સૂરજ છે જેને બે વરસથી તુ ચાહતી આવી છે. તારે મારો અસહ્ય ઇન્તજાર કરવો પડ્યો એ બદલ દુ:ખી થઈને તારી માફી માગુ છુ. રસ્તામાં જરાક....."

"અરે, ગમે તે થયું હોય તોય શું ? સુરજ, અડધો કલાક તો શું ? પરંતું દસ જનમ, અરે, ભવોભવ તારી રાહ જોવી પડે ને તોય હું ધડકતા હૈયે તારી રાહ જોઈશ ! હા, મારા સુરજની જ રાહ જોતી બેસી રહીશ !" અને ફરી તે સૂરજને ભેટી પડી.


બન્ને જણ હાથોમાં હાથ લઈને ભોળાનાથના મંદિરમાં પ્રવેશ્યા. ભગવાનના ચરણોમાં પડીને પ્રેમના દીર્ઘાયુષ્યની દુઆ માંગી. મંદિરની ફરતે હાથ પકડીને પાંચ વખત પ્રદક્ષિણા કરી. ભોળાનાથ પર એમને અતૂટ શ્રધ્ધા હતી. કારણ કે ભગવાને જ આજ સુધી અનેક વખતના મિલનમાં કોઈની ખલેલ નહોતી પડવા દીધી. કદાચ ભગવાનનેય એમનું નિર્મળ મિલન ગમ્યું હશે, બાકી તો દુનિયા આજે હાથ ધોઈને દિવાનાઓની વાંહે પડી છે. આ દુનિયાએ જગતના કોઈ પ્રણયદિવાનાઓને શાંતિથી વાર્તાલાપ કરવા જ ક્યાં દીધી છે ? આજે એવી કોઈ જગ્યા નથી બચી જ્યાં પ્રેમીઓ ઘડી બે ઘડી આંખોમાં આંખ ભેરવીને દિલની બે વાતો કરી શકે ! એટલે જ તો પ્રેમીઓ મંદિર મહાલયોમાં હળવી મુલાકાત ગોઠવવી પડે છે ! પરંતું ત્યાંય આડખીલી બનીને દુનિયા આગળ ને આગળ જ !


મંદિરની સહેંજ જમણી બાજુએ તુલસીના બે કુંડા છે. એ કુંડાની લગોલગ બે જણા એકમેકની અડોઅડ બેઠા છે. જેમ નાજુકનમણી વેલ પોતાના અસ્તિત્વ માટે કોઈ મજબૂત ઝાડને વળગી પડે છે એમ જ એ બંને આશિકો વીંટળાઈ વળ્યા. એ વેળાએ સમય એમનું મધુરું મિલન અને મહોબ્બતભરી વાતો સાંભળવા માટે ઘડીભર રોકાઈ ગયો. સૂર્ય પણ ઉગ્રતા ત્યજીને શીતળ જ્વાળા વરસાવી રહ્યો. છોડવાઓના ફૂલો એકબીજાને શ્પર્શવા માટે નમીનમીને તલસી રહ્યાં હતાં. પરંતું પેલો પવનીયો વારેઘડીએ દૂર કરી દેતો હતો. ચબૂતરામાં પારેવડાઓ ગેલ કરી રહ્યાં હતાં. એ જોઈ સેજલે સૂરજની સૉડમાં માથું ઢાળી દીધું. એકમેકના માથા પર અને ગળામાં હાથ પ્રસરી રહ્યાં હતાં. કિન્તું ગરદનથી નીચે આવતા અટકી જતાં હતાં, જાણે એ તરફ પવિત્ર પ્રેમની હદ ન હોય ! છતાંય આંગળીઓના મધુર શ્પર્શથી હૈયાઓ સ્પંદિત થઈ ઉઠ્યા. એ વખતે ઉરમાં ઊમટેલા લાગણીના પ્રચંડ ઉભરાને શમાવવા બંને પરસ્પર હોઠ ચાંપીને ચુંબન કરવાને તૈયારીમાં હતાં એ વખતે જ માળામાં બેઠેલું કબૂતર ફફડ્યુ ! ને એ ભેળા જ ગભરાટ સાથે એમણે આંખ ખોલીને ઊંચે જોયું તો સામે જ સ્નેહમિલનનો કાળ બનીનો પૂજારી ઊભો હતો.


"પણે મંદિરમાં કોણ છે ભાઈ ?"

અચાનક જ જેમ ભૂખ્યાનાં મોંમાંથી કોળિયો ઝુંટવી લેવામા આવે એવી એમની અસર થઈ. પ્રચંડ ઉમટેલા ઓરતા સહેજમાં જ શમી ગયા. જવાન થઈ ગયેલી ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું. દિલની પ્યાસ અધર લગી આવીને જતી રહી. પરસ્પરના સાનિધ્યમા ખોવાઈ ગયેલ યુગ્મના મિલનમાં મહાવિઘ્ન આવ્યું. એ વેળાએ એમની આંખોમાં અધૂરી પ્યાસના અપાર આંસું ઊભરી આવ્યા. પૂજારીની આમન્યા રાખવા તેઓ અળગા થયા.

"આવો પુજારીબાપા ! કેમ છો ?" ઊંડા અપરાધભાવ સાથે નીચી નજરે જ સૂરજે પૂછ્યું.

"બસ, મજામાં જ છું. પણ માફ કરજો કે તમને નાહકની ખલેલ પહોંચાડી. તમતમારે નિરાંતે પ્રેમના ભાતું જમો. હુંયે ભોળો જ છું." કહીને એ ચાલી નીકળ્યા.


ફરી બંને વાતે વળગ્યા. ફરી હૈયાથી હૈયું અડાડીને ભેટી પડ્યા. સેજલ હાલ અત્યારે મંદિરમાં હતી, સૂરજની ગોદમાં હતી છતાં પણ એનું ચંચળ મન-લગ્નનું ઉત્સાહી, કોડિલું મન ક્યાંય ભટકતુ હતું. એનું મન તો પ્રેમલગ્નના વિશાળ શમણાઓના મહેલ સજાવી રહ્યું હતું. અને એ મહેલ પર અરમાનોના ઊતુંગ તથા અભેદ મિનારા ચણી રહી હતી.

હવે, સેજલ ચૉરીએ ચડે છે કે સૂરજ શૂળીએ ?

વાંચો,આવતા અંકે ! 


ક્રમશ:Rate this content
Log in

More gujarati story from અશ્ક રેશમિયા

Similar gujarati story from Romance