STORYMIRROR

Pravina Avinash

Action Fantasy Inspirational

3  

Pravina Avinash

Action Fantasy Inspirational

અધિક માસ જેઠ સુદ બીજ, વિ. સં.૨

અધિક માસ જેઠ સુદ બીજ, વિ. સં.૨

1 min
13.8K


અધિક માસ જેઠ સુદ બીજ, વિ. સં.૨૦૭૫

દર ત્રણ વર્ષે આવતા અધિક માસની આજે બીજ થઈ.

શું શું અધિક કરશો?

૧. અધિક પ્રભુના ગુણગાન , ભજન અને સ્તુતિ.

૨. અધિક પ્રભુનું નામ સ્મરણ. (માનસિક)

૩. અધિક યોગ્ય વ્યક્તિ યા સંસ્થાને દાન.

૪. અધિક પ્રેમ સર્વે કુટુંબીજનોને સ્વાર્થ યા આસક્તિ વગર.

૫. અધિક સત્કાર્ય.

૬. અધિક મનોવિશ્લેષણ.

૭. અધિક આંતર્મુખતા.

૮. અધિક સત્સંગ.

૯. અધિક    યોગની સાધના.

અધિક, અધિક ,અધિક ફળની આસક્તિ વગર. ફળની ખેવના સાથે કરેલું

કોઈ પણ કાર્ય વ્યર્થ.

નવધા ભક્તિ સમ નવ પગથિયા. માનો ન માનો અધિક આત્મ સંતોષ

જરૂર પામીશું. બાકી તો “કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન .”

 

ચંદ્રમાસ દરમિયાન સૂર્ય રાશિ બદલે નહિ તો તે માસને અધિકમાસ કહે છે.

આથી જે માસમાં સંક્રાંતિ ન થાય અર્થાત સૂર્ય રાશિ ન બદલે તે માસને અધિક માસ

કહેવામાં આવે છે. અધિક માસની પદ્ધતિ દાખલ કરવાનો આશય ઋતુમાન અર્થાત

સાયન વર્ષ જોડે સંબંધ રાખવાનો છે. આમ ન હોત તો આપણા ઉત્સવો દરેક ઋતુમાં

ફર્યા કરત. એક જ નામના બે માસમાંનો પહેલો મહિનો અધિક ગણાય છે.

“ગીતા”માં કૃષ્ણ ભગવાન કહે છે, ” પુરૂષોત્તમ માસ મને ખૂબ પ્રિય છે.

 


Rate this content
Log in

Similar gujarati story from Action