Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Shaimee Oza

Romance Others

3  

Shaimee Oza

Romance Others

અડાબીડ અંધકાર

અડાબીડ અંધકાર

7 mins
771



આપણે વાત કરવી છે.

એવા પ્રેમની કે જે જીવનમાં યાદગાર રહસ્ય બની જાય છે. પોતાના દર્દ આપે એવું ત્યારે પારકાં આપણાં થાય છે. વાત છે આ પ્રેમની. લાગણી એવી હોય છે જે રાહ ભટકાઈ જાય છે. માણસને જીવન જીવવાનું કારણ બની જાય છે ને એ પહેલાં આદત લગાવે છે. પોતાની અને પછી જાત બતાવે છે. આ બનાવ બને છે. લગ્ન પછીના જેમાં આ યુવતીની હાલત દયનીય બની જાય છે. તેનાં મમ્મી પપ્પા પણ એનાં નથી રહેતાં. જિંદગી તેની અંધકારમય બની જાય છે. લગ્નપછી સુઃખ શાંતિ છીનવાઈ જાય છે. તે બિચારી એકલી બનીને રહી જાય છે. આ લોકો એક બીજા ને કેવા ટપોરી બનાવે છે.તમે આ વાર્તા માં આગળ જોઈ શકશો.

આપણે વાત કરીએ ખુશમિજાજી આનંદમાં રહેનારી હિનલની. તે સૌંદર્યની સાથે ભગવાને તેને સમજણ પણ એટલી જ આપી હોય છે.  તે યુવાનીના ઉંબરે પહોંચી હોય છે. ત્યારે એનાં મમ્મી પપ્પાને તેનાં લગ્નની ચિંતા સતાવે છે. તે છોકરી સંસ્કારી સુશીલ અને ભણવામાં પણ હોશિયાર છે. મહામુસીબતે હિનલને તેના યોગ્ય પાત્ર મળે છે. તેનું નામ તપન હોય

છે.તેની સાથે હિનલની સગાઈ પણ કરી દેવામાં આવે છે. સગાઈથી લગ્ન સુધીનો બહું ગોલ્ડન ટાઈમ ગણાય છે. ત્યારે વાતોની મજા એકબીજાને યાદ કરીને એકાંતમાં હસવું તે બધું મજાનું લાગે છે. એકબીજાની યાદોમાં ખોવાઈ જવું આ તો બધું સામાન્ય બાબત છે. સગાઈ થઈ ગયાની સાંજે હિનલ તેને ફોન કરે છે.

તપનઃ હાય

હિનલઃ અરે હાય 

તપનઃ શું કરે છે ?

હિનલઃ તમને યાદ બીજું શું ?

તપનઃ જા જુઠ્ઠી

હિનલઃહા,ખરેખર 

તપનઃ હમ્મ 

હિનલ: તો કોઈ શક મારા શ્વાસ તમે છો, મારા સપનાના રાજકુમાર છો તમે, મારી સુની જીંદગીમાં શ્વાસ ભરશો તમે મારા વાલમ, મારી જીંદગીના હમસફર બનશો તમે ? મારા જીવનભરના મિત્ર બનશો ? કહોને મારા પ્રાણનાથ ?

તપન: ચાલ આપણે જીવનને યાદગાર બનાવીએ, જીવનરુપી કાગળોમાં રંગ ભરીએ, તું મને આપીશ સહકાર. બોલને મારા સપનાની રાણી ? જીવનના દરેક પડાવ સામે સાથે મળીને લડીશું. .બોલને તું સહકાર આપીશ બોલને પ્રિયે.

હિનલ: આ જીવનમાં સાથ તમારો હશે, તો હું ઝેર પણ હસતાં હસતાં પી જઇશ.

તપનઃ ન બોલાય આવું આપણાંથી 

હિનલઃ તમને મારું બધું માની ચુકી છું. મારું દિલ પણ તમને સોપું છું.  જીવન પણ, મારા શ્વાસ પણ.

તપનઃ હું પણ, 

હિનલ: મારે બધું છોડી તમારી પાસે આવવું છે. ક્યારે આપણે એક થશું વાલમ. તમારા વગર એક એક રાત ઝેર સમી લાગે છે. કોને હું શું કરું. મને નથી સમજાતું તમારી યાદમાં હું છાનું છાનું રડી લઉં છું.

તપનઃ મારા પણ એજ હાલ છે. ક્યારે તું આવે, ને મારી સુની જિંદગીને તું તારા પ્રેમથી ભરી નાંખે.

હિનલઃ હવે રાત બહું થઈ છે.

તપનઃ બોલ ને મારા હાર્ટ,

હિનલઃ ઊંઘ આવે છે. તમને બહુ યાદ કરું છું.

તપનઃ ઓકે આઈ લવ યું હાર્ટ.

હિનલઃ આઈ લવ યું ટું માય જાન. કાર્ડ પણ વહેંચાઈ જાય છે. લગ્નના. હિનલનાં સપના ખીલે છે, તપન સાથે જિંદગી

સજાવવાના. પછી પાણી ફરી જાય છે. જોતજોતાં મા ક્યારે લગ્નની તારીખ આવી જાય છે. ખબર જ નથી રહેતી. બંને

યુવાન હૈયાં એકબીજાને પામવા તરસતાં હોય છે. અને હિનલની જિંદગીની ખુશીઓનો સુરજ અસ્ત થવાનું આ પહેલું પગથિયું છે. તેની જિંદગીની આ પહેલી અને છેલ્લી હસી હોય છે. ચહેરાની તેનાં લગ્ન ધામધુમથી થાય છે. તેનાં

મમ્મી પપ્પા હવે નિરાંતનો શ્વાસ લે છે. બંને પ્રેમી જન્મો જન્મના તરસ્યાંનો વિરહ દુર થાય છે. ને બંને એકબીજામાં લીન થઈ જાય છે. પહેલી રાત્રે બંને પોતાના દિલમાં દબાયેલો પ્રેમ ઠાલવે છે.

તપનઃ ગાંડી, મને તને જીવભરીને જોવી છે. જાણે ચાંદ જમીન પર ઉતર્યો હોય એવું તારું રુપ. તારા રુપેએ તો મારા જેવાં કેટલાંયને ઘાયલ કરી નાખ્યાં હશે. આશિકોની સંખ્યા તો તમે આમ જ વધારી હશે.

હિનલઃ શું તમે પણ સ્વામી મને શર્માવી નાંખશો કે શું ? બોલોને સ્વામી તમારા મોઢાના એક એક શબ્દો મને મધુ સમા લાગે છે. એ મારા વ્હાલાં જીવ તો એવો કરેછે કે તમને સાંભળતી રહું. એ તમે બોલો છો, મને બહુ જ ગમે છે. તમને

સાંભળવાં મને ખુબ ગમે છે. તમારો અવાજ બહુ મધુર છે.

તપનઃ તને જોતાં જ તારો પાગલ દિવાનો બની ગયો હતો. આ ઘાયલને તું નહીં સંભાળે ! તારા પ્રેમ માટે તો હું ખુબ તર્સ્યો છું.

હિનલઃ મારા પણ એજ હાલ છે .હું પણ તમને ઝંખતી હતી. મારા વ્હાલાં,

નવાં નવાં લગ્ન હોય છે.ત્યારે બધું સારું જ લાગે છે. પ્રેમનો નશો હોય છે. યુવાનીની ગરમી હોય છે, ત્યાં સુધી તો બરાબર હોય છે. જોશ હોય છે. જરુર હોય છે. ત્યારે બધું જ બોલાય છે. ધીરેધીરે જિંદગી શરુ થાય છે. હિનલ તપનનું ઘર સંભાળે છે. તેનાં મમ્મી પપ્પાની સેવા કરે છે અને તે કોલેજમાં પ્રોફેસર પણ હોય છે. તપનએ બિઝનેસ શરૂ કરી દે છે.  થોડો સમય સારું ચાલે છે.

આ વાતને એક વર્ષ વીતી જાય છે. આ લગ્ન જીવનની નગ્ન હકીકત હોય છે. તે લગ્નો ખાલી કાચા પાયાવાળી ઇમારતો જેવા બનીને રહી જાય છે. હિનલ સાથે પણ આવી જ રમત થાય છે, વચનોના નામે, પછી રડયાં સિવાય કંઈ નહીં આવતું. પછી સમય પોતાનું પૈડું ફેરવે ત્યારે ભલભલી હકીકત બહાર આવી જાય છે. પછી એજ પ્રિય માણસ તમને દુ:ખી કરી જાય છે. હસતાં હસતાં પછી એજ પ્રિય વ્યક્તિ તમને રડાવી જાય છે. એજ તમારા આસુંઓનું કારણ બની જાય છે. જોત જોતાં, તમને ખબર નથી હોતી કે જિંદગી કયા મોડ પર તમને રાખી દે છે, આ વાર્તામાં પણ આ જ બને છે.

તપન બિઝનેસમાં એટલો વ્યસ્ત થઇ જાય છે. કે તે હિનલને ટાઇમ આપી શકતો નથી. હિનલ બિચારી તેનાં પતિનાં પ્રેમ માટે તરસે છે. તેને તે પ્રેમ મળતો નથી. હિનલ તેનાં પતિ જોડે પ્રેમ ભરી વાત કરવા જાય તો પેલો સુઈ જાય. તેને ટાળવા લાગ્યો. એને તલાશ હોય છે, એવા વ્યક્તિની જે તેને પ્રેમ કરે, તેની જોડે વાતો કરે,  તેની કાળજી લે નાના બેબીની જેમ. પણ આ સપનું તેનું ટુંકજ સમયમાં પુરું થાય છે, અને ત્યારે તેની જિંદગીમાં એક એવું પાત્ર આવે છે. તેની જીંદગીજ બદલાઈ જાય છે. તેનું નામ રોનક હોય છે. તે યંગ હેન્ડસમ તેનાં નામ પ્રમાણે ખુશખુશાલ યંગ પ્રોફેસર જે નવો આવ્યો હતો. હિનલ થી ખુબ જ ઇમ્પ્રેશ થયો હતો .હિનલ તેને પહેલાં તો કોઇ ભાવ ન આપતી પછી તે પણ તેની જોડે મજાક કરતી મસ્તી કરતી. એમ કરતાં કરતાં બે મિત્રો બન્યાં. ફોન નંબરની આપ લે થઇ, પછી વાતો ચાલું થઇ.  હાય હેલ્લોની મુસાફરી ક્યારે પ્રેમનાં સ્ટેશનએ આવી પહોંચી ખબર જ ન રહી.

એક વાર હિનલ રાત્રે બેઠી હતી રોનકનો ફોન આવ્યો.હિનલે પણ ખુબજ આનંદથી ઉપાડયો.

રોનકઃ હાય !

હિનલઃ હાય !

રોનકઃ શું કરે મારી ડિયર ?

હિનલઃ કંઈ નહીં સુતી છું.

રોનકઃ મને તારી બહુ યાદ આવે છે. દિકું

હિનલઃ મને પણ 

રોનકઃ ચાલને મળીએ 

હિનલઃ ક્યાં?

રોનકઃ કેફેમાં 

હિનલઃ ઓકે 

રોનકઃ બાય લવ યું, ટેક કેર ગુડ નાઈટ 

હિનલઃ સેમ ટુ યુ બેબી, ગુડ નાઈટ 

ફોન મુકીને સુઈ જાય છે.

તપન બિઝનેસ માટે બહાર ગયો હોય છે. ત્યારે રોનક અને હિનલ મળે છે. ત્યારે બંને પ્રેમીઓ એવા વાતોમાં ખોવાઈ જાય છે. તેમને ભાન પણ રહેતું નથી. તે આ પ્રેમ સંબંધ મર્યાદા ઓળંગી જાય છે અને એક દોર ટુટી જાય છે. તે ભુલી જાય છે કે તે કોઇની પત્ની હોય છે. બંને એકબીજાને પોતાની જાત રોનકને સોંપી દે છે, બંને પ્રેમીઓ એકબીજામાં ખોવાઈ જાય છે, રોનક તેને લગ્નનું વચન આપે છે.

બદનસીબે તપનના બિઝનેસનું ટ્રાન્સફર તે જ્યાં હિનલ રહેતી હોય છે. અમદાવાદમાં ત્યાં થાય છે. હિનલ અને રોનકને મળવાનો ક્રમ હવે રોજનો થઇ જાય છે. એક વાર તપન તે ગેસ્ટહાઉસની મુલાકાતે આવે છે. ત્યારે તે રોનક અને હિનલને ખરાબ હાલતમાં જોઇ જાય છે  ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય છે. તેને ભાન નથી રહેતું કે શું કરવું,પન ગુસ્સે થઇ ને હિનલને મારતો મારતો ઘરે લઈ જાય છે. ત્યારે ડરથી રોનક નાસી જાય છે. તપન ના મમ્મી પપ્પા પણ હિનલને અસંસ્કારી વહુનું લેબલ લગાવી દે છે. તપન તેને છુટાછેડા આપી દે છે. તેના ભાઈ બહેન હજી નાના હોય છે. તેને પરિવારની બદનામીનો ડર સતાવે છે. માટે પોતાના પિયર જતી નથી, તે એકલી રહે છે, રો હાઉસમાં, ત્યાં રોનક આવે છે, તેને મળવા માટે.

રોનકઃ "હિનલ તું ચિંતા ના કર હું તારી જોડે લગ્ન કરીશ હું છું ને તારી જોડે, રડીશ નહીં"

હિનલઃ તું હજું નાનું છે. કુણું બેબી છે, તારી ઉંમર નાની છે. તું ડિવોસીને ચલાવીશ, તો બધાં થુંકશે તારા ઉપર, તારી તો હજી ઉંમર કંઈ નથી, તને તો તારા જેવી મસ્ત નાની બેબી મળી રહેશે.

રોનકઃ દુનિયા ભલે ગમે તે બોલે હું તો તારો જ છું ને તારો જ રહીશ.,

હિનલઃ સોરી રોનક પણ હું તારી જિંદગી ન બગાડી શકું. 

રોનકઃ પ્લીઝ, ડિયર હિનલ તું બનીજાને મારી વાઈફ 

હિનલઃ નો રોનક તારા જેવા કુમણા છોકરાની જીંદગી મારાથી ન બગાડાય.

રોનકઃ હવે જા હું તને ફોર્સ નહીં કરું

હિનલઃ એકલી રહી જાય છે. તેને એકાંતમાં જીંદગી જીવવી ગમે છે. રોનકના લગ્ન એક યુવાન છોકરી સાથે થઇ જાય છે અને હિનલ એકાંતમાં જીવન ગુજારે છે. તેનાં મમ્મી પપ્પા પણ તેને બોલાવવા તૈયાર નથી. તે માને છે કે આ હિનલે તેમનું નામ ડુબાવ્યું, આ છોકરી એ સંસ્કાર આપેલા લજવ્યા, માટે આ છોકરી નથી આપણી.

હવે, જેમ સમય જતો જાય છે. તેમ આપણને તેજ વ્યક્તિમાં કમીઓ અને ભુલો દેખાવવા માંડે છે. અને તેજ વ્યક્તિ આપણને કાંટાની માફક ખુંચવા લાગે છે. તેજ સંબંધ આપણને બોઝ લાગે છે. જેને આપણે પ્રેમ કરીએ તેને આપણી કદર નથી હોતી. ને જે આપણા નથી હોતા તે આપણા માટે મરી જાય છે. આ હકીકત છે.


Rate this content
Log in

More gujarati story from Shaimee Oza

Similar gujarati story from Romance