અદ્ભૂત પ્રેમ
અદ્ભૂત પ્રેમ


અક્ષય અને સંજના બારમાં ધોરણમાં હતાં ત્યારથી જ એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં.. કોલેજ પૂરી કરીને ઘરનાં વડીલો ને મનાવીને લગ્ન કર્યા અને સંજના ને સારા દિવસો જતાં હતાં એક દિવસ સીડી ઉતરતા પડી ગઈ અને દવાખાનામાં દાખલ કરી પણ બાળક બચી શક્યું નહીં અને સંજના અચાનક કોમામાં જતી રહી પણ અક્ષય સંજનાની ખુબ જ સેવાચાકરી કરતો.
ઘરનાં સભ્યો સમજાવતા કે છોડી દે આને તને શું સુખ મળ્યું.. અને કયારે સાજી થશે?
પણ અક્ષય એક જ વાત કહેતો હું સંજનાને બહું જ પ્રેમ કરું છું.