અદભુત ચમત્કાર
અદભુત ચમત્કાર
આ જિંદગીમાં ઘણી વખત એવાં ચમત્કાર થઈ જાય છે કે એ ઘટના કુદરત નાં જાદુગર હોવાનો પૂરાવો આપી છે...
અને આમ પણ સાચી જ વાત છે કુદરત થી મોટો આ દુનિયામાં બીજો કોઈ જાદુગર નથી...
અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં ઉમિયાનગર સોસાયટી આવેલી છે એમાં રેહતા એક મધ્યમવર્ગીય પરિવાર...
રતનલાલ અને કંચનબેન ને ત્રણ દિકરાઓ હતા..
એમાં સૌથી મોટો રવિશ, પછી કરણ અને પિનલ..
ઉંમર લાયક થતાં બધાં ને પરણાવી દીધા..
રવિશ અને આરતી ને બે સંતાનો થયાં..
મોટી દિકરી માલા...
અને નાનો દીકરો જય...
જય દોઢ વર્ષનો હતો...
તોતડુ તોતડુ ( કાલું ઘેલું ) બોલતાં શિખેલો...
અને ચાલતાં આવડી ગયું હતું એટલે જે જાય એની પાછળ પાછળ ફર્યા કરે...
એકદમ પાતળો સુંદર દેખાવડો અને વાંકડીયા વાળ વાળો જાણે કૃષ્ણ ભગવાન નું બાળપણ...
દૂધની બોટલ પણ મોમાં લઈને આખા ઘરમાં ફરતાં ફરતાં પીતો..
બધાંને ખૂબજ વ્હાલો અને માતા પિતાનું તો આંખનું રતન હતો...
માતા પિતા અને માલા નો તો લાડકવાયો હતો..
એક દિવસ કંચનબેન સાંજે પાંચેક વાગ્યે ઉપર બીજે માળ સ્ટોર રૂમમાં કંઇક વસ્તુ લેવા ગયા એની પાછળ પાછળ માલા અને કરણ નો દિકરો મિત અને જય પણ ધીમે ધીમે ઉપર ચઢ્યો ..
અને એમણે ધાબાનો દરવાજો ખોલ્યો અને કામ પતાવીને છોકરાઓ ને બૂમ પાડી માલા અને મિત દોડીને નીચે ઉતરી ગયા પણ જય તો ધીમે ધીમે ઉપર ચઢ્યો હતો એટલે એ ધાબાની બીજી બાજુ રમત રમવા માંડ્યો હતો એટલે માલા કે મિત નું ધ્યાન ના રહ્યું...
અને એટલે જ કંચનબેન ની બૂમ પણ જય સુધી પહોંચી નહીં અને કંચનબેને એક નજર નાખી નાં નાખી અને ધાબાં નો દરવાજો બંધ કરીને નીચે ઉતરી આવ્યા...
આરતી અને બીજી દેરાણી રસોડામાં રસોઈ ચાલુ કરી હતી એટલે આરતીને એમ કે જય બહાર રમતો હશે એમ પણ એ એક જગ્યાએ બેસતો નહીં એટલે એનું ધ્યાન ગયું નહીં મોટું ઘર હતું એટલે રસોઈ પણ વધુ હોય એટલે રસોડામાં વ્યસ્ત આરતી રસોઈ કરી રહી...
<p>એક કલાક ઉપર થઇ ગયું ... રવીશ ઓફિસથી આજે વહેલો ઘરે આવી ગયો ...
આરતી એ પાણી આપ્યું એટલે રવીશે સવાલ કર્યો કે જય ક્યાં છે???
આરતી કહે અહીં ક્યાંક રમતો હશે.
રવીશે માલા, મિત ને પુછ્યું એ લોકો કહે અમને નથી ખબર અમે તો એકલાં જ રમીએ છીએ..
રવીશે ફરી આરતીને બૂમ પાડી એટલે આરતી રસોડામાં થી બહાર આવી અને જય ની શોધખોળ ચાલુ કરી..
સોસાયટીમાં અને આખા ઘરમાં બધે જ જોયું પણ ક્યાંય જય નાં મળ્યો ...
ફરી ઘરમાં બધાં ની પૂછપરછ કરવામાં આવી...
અચાનક માલા બોલી કે બા ઉપર ગયા ત્યારે અમે ઉપર ગયા હતા એ વખતે એ પાછળ આવતો હતો પણ પછી અમે એને જોયો નહી...
રવીશ કહે હે મમ્મી!!!
કંચનબેન કહે પણ એ વાત ને તો દોઢ કલાક થયો...
આ સાંભળીને રવીશ અને આરતી અને ઘરનાં ઉપર દોડ્યો અને ધાબા નો દરવાજો ખોલ્યો તો જોયું એક મોટો વાનર જય પાસે બેઠો હતો અને બાકીના વાનરો ની ફોજ ઝાડ ઉપર બેઠી હતી...
જયે એ દિવસે લાલ કલરની જર્શી પહેરી હતી... આટલાં બધાં વાનરો ની ટોળી જોઈને એ રડી રડીને બેભાન થઈ ગયો હતો અને બહું રડ્યો એટલે વોમિટ પણ થઈ ગઈ હતી અને યુરિન પણ થઈ ગયો હતો...
રવીશ ને જોઈને મોટો વાનર ઝાડ ઉપર ચિચયારી પાડી ને કૂદીને ગયો...
આ કુદરતનો ચમત્કાર જ કહેવાય કે એની કરૂણા નો જાદુ કે જય હેમખેમ હતો...
રવીશે એને તેડી લીધો અને નીચે લાવ્યા...
આરતી એ એને ખોળામાં લઈને પાણી પીવડાવ્યું અને મોં પર છાંટ્યું એટલે જયે આંખો ખોલી અને આરતીને જોઈ પણ હજુ એનાં ડુસકા ચાલુ જ હતાં...
આરતીએ એને નવડાવી ને બીજા કપડાં પહેરાવ્યા..
અને રવીશે એને તેડીને રમાડયો એટલે જય મૂડમાં આવી ગયો...
આમ જય પાછો મળતાં જ બધાં નાં જીવમાં જીવ આવ્યો...
જય નાં શરીર પર કોઈ જ પ્રકારની કોઈ ખરોચ નહોતી...
આવો અદભુત ચમત્કાર એ ભગવાન જેવાં જાદૂગર જ કરી શકે...
આટલાં બધાં વાનરો સામે દોઢ વર્ષનો જય હેમખેમ રહ્યો એ જ પ્રભુ નો ચમત્કાર !