Nehal Patel

Romance

4.7  

Nehal Patel

Romance

અચાનક એમ થાય નહીં પ્રેમ

અચાનક એમ થાય નહીં પ્રેમ

4 mins
1.1K


શાલિની.. શાલિની..

નેન્સીએ બબ્બે વખત રાડો પાડી ત્યારે માંડ શાલિની એ એની તરફ જોવાની તસ્દી લીધી. . શાલિની, શું થઈ જાય છે તને ક્યારેક ? તારી આસપાસ શું ચાલી રહ્યું છે તને એની પણ ખબર નથી રહેતી ! અરે ના ના એવું કંઈ નથી મેડમ. આ તો બસ થોડું વર્ક લોડ આજ કાલ વધારે રહે છે, એટલે મારું ધ્યાન થોડું એ બાજુ હતું, બીજું કાંઈ નહીં. શાલિની એ પોતાની ચોરી છુપાવવાનો નિરર્થક પ્રયત્ન તો કર્યો પણ એમાં એ સફળ ના થઈ. ઓ બેન તું આ ડ્રામા તારા ઘર ના સભ્યો પાસે કરી શકે છે મારી સામે નહીં. સમજી ! ચાલ હવે ઑફિસ ટાઈમ પૂરો થાય છે. હું તને ઘરે છોડી દઉં છું. રસ્તામાં પાણીપૂરીની પાર્ટી કરાવી દેજે મારી આ લિફ્ટ ના બદલે.. ઓકે ? હા મારી માં, ઠીક છે.. તને તે વળી ના પાડી છે મેં કોઈ દિવસ પાણીપૂરીમાં કંપની આપવા માટે . .


પૂરા રસ્તે નેન્સીની ચપડ ચપડ ચાલુ જ રહી. પણ શાલિની એના વિચારોની માળા ના મોતી પિરોવતી રહી. . ઘરે પહોંચીને પણ આજે એને ચા પણ બેસ્વાદ લાગી. . આજે પૂરા ૮ વરસે પણ એ પ્રજ્ઞેશ ને ભૂલી ના શકી હતી. . ઉતાવળે આંબા ના પાકે, એ કહેવત શાલિનીના જીવનમાં એની ઉદાસીનું કારણ બની હતી. એક જોબ ઈન્ટરવ્યુ હતું, જેમાં એની મુલાકાત પ્રજ્ઞેશ સાથે થઈ હતી.. અને એક અઠવાડિયા માં તો બંને એ એક બીજા સાથે લગ્નગ્રંથીથી જોડાવાનો નિર્ણય પણ લઈ લીધો હતો. પોતાના દીકરાની જે પસંદ હોય એની સાથે જ લગ્ન કરાવી આપવાના ફેંસલાથી પ્રજ્ઞેશના માતા પિતા એ એને મળવાની તસ્દી પણ લીધી નહીં. અને એક દિવસે જ્યારે પ્રજ્ઞેશના માતા પિતા શાલિની ને મળ્યા ત્યારે બીજા જ દિવસથી પ્રજ્ઞેશનું શાલિની સાથેનું વર્તન બદલાઈ ગયું. પ્રજ્ઞેશ એ શાલિની સાથે વાતચીત બંધ કરી, ફોન ઉપાડવાના બંધ કરી દીધું, એ તો ઠીક પણ સાથે જ કામ કરતા ઓફિસમાંથી રાજીનામું પણ મૂકી દીધું. ફરીથી આજે એ જ વિચારોના લીધે શાલિની ચ્હા માં ખાંડ નાખવાનુ ભૂલી ગઈ અને બેસ્વાદ ચ્હા એ એના વિચારોની તંદ્રા તોડી. રૂપાળી અને થોડી અભિમાની શાલિની પોતાની સાથે કેમ આવું થયું એ વિચારતી રહી. અને અંતે પ્રજ્ઞેશ ના એક મિત્ર મારફતે એને એટલું જ જાણવા મળ્યું કે પ્રજ્ઞેશ ના માતા પિતાની મરજી નથી કે તમારા લગ્ન થાય અને એ એના માતા પિતાની વિરુદ્ધ જઈ શકે એમ નથી. શાલિની પોતાનો પ્રથમ પ્રેમ અધુરો રહી ગયા નો અફસોસ કરતી રહી અને પ્રજ્ઞેશ ને બદ દુઆ આપી ને જીવનમાં આગળ વધવાના પ્રયત્નો કરવા લાગી.


શાલિની એ પણ પોતાની બદલી બીજા સ્થળે કરાવી લીધી અને તેના જીવનમાં દરેક નિર્ણય સમજી વિચારી ને કરવાનો મક્કમ ફેંસલો કર્યો. અને એ જ અરસામાં એના જીવનમાં ચિંતનનો પ્રવેશ થયો. શાલિની નો શાંત સ્વભાવ, પોતાના કામ માં નિપુણતા, અને નિયમિતતા આ બધા ગુણો જોઈ ને ચિંતન રૂપાળી અને થોડી અભિમાની શાલિની તરફ આકર્ષાયો કે પ્રેમમાં પડી ગયો એ એને પોતાને પણ ખબર ના પડી. ધીરે ધીરે એકસાથે કામ કરતા શાલિની અને ચિંતન એક બીજા ને સમજવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અને ત્રણ વરસ બાદ એકબીજા સાથે મંડપના માંડવે બેસી ગયા. ચિંતન અને શાલિની ના જીવન માં ત્યાર બાદ "દેવમ" આગમનથી તેમને પોતાના જીવનનો માર્ગ જાણે ફૂલોથી શણગારેલો હોય એવો એહસાસ થવા લાગ્યો. શાલિની પણ પ્રજ્ઞેશ ને ભૂલવામાં મહદ અંશે સફળ રહી હતી. પણ પોતાનો ઇગો હર્ટ થયો હતો એ ભૂલી ના શકી હતી. પોતાના જીવન માં અમુક સિદ્ધાંત ધરાવતી શાલિની પોતાની શું ભૂલ થઈ હતી આખરે ? એ વાત સ્વીકારી શકતી ના હતી. જેથી કરીને એને દર ૫ ૬ મહિને એના જીવનમાં બનેલી એ ઘટના યાદ આવી જતી હતી.


આજે ૮ વરસે શાલિની એ ચિંતન ને આ સઘળી વાત જણાવી દેવું, એવો નિશ્ચય કર્યો. અને ચિંતન ના ઘરે આવવાની રાહ જોવા લાગી અને સાંજનું જમવાનું બનાવવા તૈયારી કરવા લાગી. સાંજે જ્યારે જમી કરીને શાલિની એ ચિંતન ને જ્યારે કહ્યું કે મારે મારા ભૂતકાળ વિશે કંઇક વાત કરવી છે તને. ત્યારે ચિંતન એ એને ખૂબ જ સરળતાથી પૂછ્યું, શું તારો એ ભૂતકાળ તારા અને મારા ભવિષ્ય ને કોઈ નુકસાન પહોંચાડી રહ્યો છે ? અને શાલિની વિચારી રહી, એવું તો નથી.. એવું તો નથી શાલિની એ કહ્યું. હા તો બસ, એમ નહીં બદલાય ભૂતકાળ, પણ એને ભૂલી ને આગળ વધીશ તો મને વધારે સારું લાગશે. . તેમ છતાં જો તારે મને જણાવવું હોય તો તું જણાવી શકે છે. . અને શાલિની એ બધી વાત ચિંતન ને જણાવી. . ચિંતન એ માત્ર એટલું જ કહ્યું શાલિની ને " એમ અચાનક થાય નહીં પ્રેમ, જો પ્રજ્ઞેશ ખરેખર તને પ્રેમ કરતો હોત તો એણે તને કારણ જણાવ્યું હોત અને એના મા બાપને પણ મનાવવાના પ્રયત્નો કર્યા હોત. આજ કાલ માણસાઈ મરી પરવારી છે અને લોકો સ્વાર્થી બની રહ્યા છે. બસ પોતાનું સાચવી લે છે. તું પણ થોડી સ્વાર્થી બની જા અને તને સાંભળી લે બાકી હું તો છું જ તારી સાથે. . શાલિની જોઈ રહી ચિંતન ને અને એની પરિપક્વતા ને. . અને ફરી એને થઈ ગયો એક વાર અચાનક પ્રેમ. .!


Rate this content
Log in

Similar gujarati story from Romance