Nehal Patel

Drama Tragedy

4.6  

Nehal Patel

Drama Tragedy

પહેલી તક

પહેલી તક

6 mins
182


મારી પ્રાણ પ્રિય પત્નીની લાશ જોઇને હું સર્વાંગ ધ્રુજી ઉઠ્યો. મારી આંખમાંથી અનરાધાર અશ્રુઓ સરી પડ્યા. મારું રુદન પોલીસ વ્હેનની આવી રહેલી સાયરનમાં દબાઈ ગયું. શું મેં મારી પત્નીની હત્યા કરી હતી ? આ સવાલ મારા દિલને ધ્રુજાવી ગયો. હું મારી પત્નીને ખૂબ પ્રેમ કરતો હતો. કૉલેજ સમયથી અમે એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. અમે લવ મેરેજ કર્યા હતા. મારા પ્રાણ પ્રિય પત્ની રમોલાની હત્યા? અને તે પણ મારા હાથે? કલ્પનામાં પણ તે શક્ય નથી. લગ્નજીવન દરમિયાન મેં કદી તેના પર હાથ પણ ઉપાડ્યો નથી. ઓરડામાં મારા સિવાય બીજું કોઈ હાજર નહોતું! સામે મારી પત્ની રમોલાની લાશ પડી હતી. આવા સંજોગોમાં પોલીસ મને જ હત્યારો સમજી બેસશે. હું શું કરું મને કંઈ જ સૂઝ ના પડી એટલે હું ફટાફટ ત્યાંથી પાછલા દરવાજે ભાગી ગયો. બધા દરવાજા કી લોક થી જ ખુલતા હતા આથી દરવાજો ખુલ્લો રહે એવો શક મારા ઉપર જવાની કોઈ શંકા ઊભી થાય એમ ના હતું. ત્યાંથી હું રેલવે સ્ટેશન ગયો અને ત્યાંથી એક ટેક્સી પકડીને ઘરે આવ્યો. અને પોલીસની ભીડ જોઈ જાણે મને કંઈ ખબર જ ના હોય મેં એવું વર્તન કર્યું. આ બધું હું જેલમાં મારા સાથીને કહી રહ્યો છું, આજે રમોલાને ગુજરી ગયા ને ત્રણ મહિના થયા છે. કાલે મારી પત્ની રમોલાના ખૂન કેસની કોર્ટમાં સુનાવણી છે.

બધા પુરાવાઓ રજૂ થઈ જ ચૂક્યા છે, અને મારા બચવાના કોઈ ચાન્સ નથી. અને એ દિવસ પણ જોતજોતામાં આવી જાય છે કે જે દિવસ મને ફાંસીની સજા આપવા માટેનો દિવસ નક્કી થયેલ છે. પોલીસ મને ફાંસી આપવા લઇ જઈ રહી છે અને મને અચાનક જાણે કે મારું મોત દેખાવા લાગે છે. મારા આંખે જાણે કે અંધારા આવી જાય છે અને મને રમોલાનો સ્પર્શ અનુભવાય છે. એ બોલી રહે છે, "ઘણું મોડું કર્યું તમે ! આ શું થાય છે તમને ! હજી પણ સમય છે. . . . " અને મને એક જોરદાર ઝાટકો લાગે છે. . અને આ શું રમોલા મારી સામે છે !! આ કઈ રીતે બન્યું એ હજી મને સમજ પડે એ પહેલા રમોલાના કહેવાથી મને થોડો હોશ આવે છે, "આજે રવિવાર છે એટલે શું ઊઠવાનું નામ જ નથી લેવું કે શું ?" મને પરસેવે રેબઝેબ થયેલો જોઇને એને થોડી ચિંતા થાય છે. પણ હું કહું કે કંઈ ચિંતા કરવા જેવું નથી એક ભયાનક સપનું આવ્યું હતું. મને પૂછ્યું યે ખરું એણે, "શું સપનું આવ્યું તમને ?" મેં જવાબ આપ્યો, "હું જંગલમાં ભટકી જાઉં એવું મને સપનું આવ્યું હતું આથી હું ખૂબ જ ગભરાઈ ગયો હતો."

અને રમોલા આજે પણ દરરોજની જેમ મને કોઈ હાનિ ના પહોંચે એ માટે પ્રભુની પૂજામાં તલ્લીન થઈ જાય છે. પંદર વર્ષથી રમોલા મારી હમસફર છે અને હું એને એક નજીવા કારણ માટે મોતને ઘાટ ઉતારવાનો પ્લાન બનાવી રહ્યો હતો !!

એટલામાં જ મારી ગર્લ ફ્રેન્ડ નો મેસેજ આવે છે, "હાય હની, આજે આવશો ને મને મળવા ?" મારી ગર્લ ફ્રેન્ડ એટલે કે મારી સેક્રેટરી, નેન્સી. મેં રિપ્લાય કર્યો એને, "સોરી નૈના આજે અવાય એમ નથી. મારી આજે તબિયત સારી નથી લાગતી." "ઓકે. ટેક રેસ્ટ, અભિજિત" એનો જવાબ આવ્યો. નૈના, નેન્સીને હું નૈના કહીને બોલાવતો હતો. આજે મને રમોલા સાથે વિતાવેલા પંદર વર્ષ એક પછી એક મારા માનસ પટ ઉપર દેખાય રહ્યા હતાં. અભિજિત અને રમોલા કોલેજની ખૂબ જ પ્રખ્યાત જોડી હતી. અમારી જોડી ને તોડી શકે એવો કોઈ વિલન ના હતો કૉલેજમાં. રમોલા ના ઘણા આશિક હતા અને મારી ઉપર પણ ઘણી કન્યાઓ આગળ પાછળ ફરતી. પણ અભિજિત ના દિલને એક રમોલા જ જીતી ગઈ હતી.

અમારા પ્રેમને પાંખો ત્યારે મળી જ્યારે અમારા ઘરના સભ્યોએ અમને સહર્ષ સ્વીકારી લીધા. અસ્વીકાર કરવાનું તો કોઈ કારણ જ ના હતું. પારિવારિક મિત્રો હતા અમારા ઘરના સદસ્યો. લગ્ન પછી અમે પૂના રહેવા માટે આવી ગયા અને પૂના માં મારા પરિવારનો વ્યવસાય મેં સંભાળી લીધો. રમોલા એક કલાકાર હતી અને એ એની નૃત્ય કળા અને ચિત્ર કળામાં વ્યસ્ત રહેતી. અમારું જીવન આમ ખૂબ જ સારી રીતે જઈ રહ્યું હતું અને લગ્નના ત્રણ વરસ બાદ અમારા જીવનમાં "અથર્વ" નું આગમન પણ થયું. અમે એનો ઉછેર કરવામાં બધી કાળજી રાખતા હતા પણ ભાગ્ય માં કદાચ અમારો સાથ એટલો જ હતો. સાત મહિના નો જ્યારે એ થયો ત્યારે રમોલા એના નૃત્યની પ્રેક્ટિસ કરી રહી હતી. સંગીત ના નાદમાં એ એવી ખોવાઈ કે નાનું બાળક પથારી પરથી નીચે પડ્યું એની રમોલા ને ખબર જ ના પડી. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી અથર્વ અમને છોડી ને ચાલ્યો ગયો અને રમોલા જાણે કે જીવતી લાશ બનીને રહી ગઈ. મને ખુશ રાખવા એ એનું દુઃખ હંમેશા મારાથી છુપાવતી અને હું એને જ અવગણવા લાગ્યો અને નેન્સીના ચક્કરમાં ફસાઈ ગયો.

મને યાદ આવ્યો એ દિવસ કે જ્યારે રમોલાએ કહ્યું હતું કે એક દિવસ હું જાતે આમાંથી બહાર આવીશ મને થોડો સમય આપો. પણ એનો એ સમય જાણે થંભી ગયો એવું મને લાગતું. હું પાગલ થઈ જઈશ એવું મને લાગ્યું એટલે હું સાંજે મારી નૈના ને મળવા નીકળી પડ્યો. એના ઘરે જ ગયો હું એને સરપ્રાઈઝ આપવા માટે. એના ઘરની ચાવી મારી પાસે હતી પણ એની જાણ નહોતી કરી મેં એને. મારો એક ફ્લેટ એને મેં રહેવા માટે આપ્યો હતો. હું થોડો એને મળીને હળવો થઈ જઈશ એ વિચારે થોડો ખુશ હતો. મુખ્ય દ્વાર થી થઇને હું ઘરમાં ગયો. બેડરૂમ એનો લોક હતો પણ એનો અવાજ હું સાંભળી રહ્યો હતો. મને થયું કોઈ સાથે ફોન ઉપર વાત કરી રહી છે. પણ એની સાથે ત્યાં જ કોઈ હતું એના રૂમમાં ! એ એને કહી રહી હતી કાલે એ અભિજિત ને જણાવશે કે એના ગર્ભમાં એનું બાળક છે. અને પછી એ અભિજિત સાથે લગ્ન કરશે અને બધી સંપત્તિ એના નામ પર થઈ જશે. મને થયું, "મારું બાળક, મારું બાળક એ વિચારે હું નૈના ને એકવાર માફ કરવા પણ તૈયાર થઈ ગયો." પણ આ શું ? એ તો પ્લાન બનાવી રહી હતી મને મારી નાંખવાનો અને એ બાળક મારું નહીં પણ એની સાથે જે હમણાં છે એનું બાળક છે. એનો અવાજ ફરી સંભળાયો, "આઇ લવ યુ, સુજોય. હું તારા માટે કંઈ પણ કરી શકું છું."

સુજોય. .!! સુજોય નામ સાંભળીને તો મારા પગ જાણે કે જમીન ઉપર ટકી જ ના શક્યા.હું ત્યાંથી જેમ તેમ પોતાને સાંભળીને જતો રહ્યો. હું મનમાં પોતાને ખૂબ જ કોસતો ઘરે પાછો આવ્યો. અને રમોલા નો ગુનેગાર હોય એવી ભાવના જાણે કે મારા મન ને નિર્બળ બનાવી રહી હતી. ઘરે જઈને મેં બધી વાત રમોલા ને કહેવાનો નિશ્ચય કર્યો. સાંજે જમતી વખતે રમોલા એ કહ્યું, "અભિજિત મારે એક અગત્યની વાત કરવી છે તમને." મને થયું કે એને બધી વાતની ખબર પડી ગઈ હશે. પણ હું તો ત્યારે ચોંકી ગયો જ્યારે એણે કહ્યું કે, "એ જાતે બહાર આવી ગઈ છે અને એ ફરીથી માતા બનવા જઈ રહી છે." આ સાંભળીને હું ત્યાંથી ઊભો થયો અને એણે કબાટમાં સંતાડીને રાખેલા રંગો અને કાગળો લઈને એના હાથમાં આપી દીધા. અને કહ્યું એને કે મારા જીવનમાં તારા રંગોનું એટલું જ મહત્વ છે જેટલું તારું. હું તને આમ બેરંગ નથી જોઈ શકતો. અને એણે મારા પ્રેમનાં રંગો સહર્ષ સ્વીકારી લીધા. અને મેં પણ મનોમન નક્કી કર્યું, "કાલે જ નૈના ને ઑફિસમાંથી ફાયર કરી દઈશ અને સુજોય એટલે કે એના સગા ભાઈ ને એક વાર તક આપશે પોતાની ભૂલ સુધારવાની. આખરે મને પણ એક પહેલી તક મળી છે મારી ભૂલ સુધારવાની !"


Rate this content
Log in

Similar gujarati story from Drama