Bhavna Bhatt

Drama Tragedy

3  

Bhavna Bhatt

Drama Tragedy

અભણ

અભણ

3 mins
8.8K


લતા નાનપણથી જ એના મામાના ઘરે મોટી થઈ હતી. એક અકસ્માતમાં એના માતા પિતા પ્રભુધામ જતા રહ્યા હતા ત્યારે એ એક વર્ષની હતી, એનો કુદરતી બચાવ થયો હતો. મામા તો સારુ રાખતા પણ મામી દેખાવ કરે અને ખાનગીમાં લતાને હેરાન કરે. મામાને બે સંતાનો હતા. મામી એમને સારુ ખવડાવે પીવડાવે અને લતા ને એમનું વધેલું આપે અને કહે જો મામાને ફરિયાદ કરી તો બહુ જ માર

મારીશ. લતાને છુટકો જ ન હતો, એ કયાં જાય. એના પિતા અનાથ આશ્રમમાં મોટા થયેલા. એના મામા રજા હોય ત્યારે ફરવા લઇ જાય અને અવનવી વાતો કહે.

લતા ઘરનાં કામ કરી અને આજુબાજુના લોકો પાસેથી રચનાત્મક પ્રવૃત્તિઓ શીખતી.

આમ દુઃખે સુખે લતા એ દસ ધોરણ પાસ કયુઁ. પછી મામી અે કહ્યું તારે આગળ ભણીને શું કરવું છે તું ઘરકામ શીખ કાલે પારકા ઘરે જવાનુ છે. લતાને ભણવું હતું એ મામા પાસે ખૂબ રડી. મામા અને મામીમાં ઝઘડો થયો પણ જીત મામીની જ થઈ. લતા આ જોઈ મનમાં સમસમી જતી. એ ભગવાનને પ્રાથના કરતી.

આમ ત્રણ વર્ષ પછી મામી એ એક સગા મારફત શહેરમાં રહેતા અશોક સાથે લગ્ન નકકી કરી નાખ્યું. અશોક બાર ધોરણ ભણેલ હતો અને મિલમાં નોકરી કરતો હતો.

લતાના લગ્ન થયા એ સાસરે આવી અને એની કરમ કઠણાઈ શરૂ થઈ. આશોક શહેરમાં રહેતો હતો એટલે એ પોતાને શહેરી અને હોશિયાર સમજતો હતો અને લતા ને વાતે વાતે વાંકું પાડી અને અપમાન કરે અને કહે તું તો અભણ છે ગમાર છે. લતા નવરાશનાં સમયમાં હાથ પંખા અને ભરત ગૂંથણ કરી રૂપિયા કમાતી અને ભેગા કરતી. આમ કરતા લતા ચાર વર્ષમાં બે બાળકોની મા બની. મોટો દિકરો અને પછી દિકરી હતી. એક આશા સાથે લતા છોકરાને મોટા કરતી કે કાલે સુખનો દિવસ અાવશે અને સારુ થશે. છોકરાઆોને સારુ સારુ ખાવાનું બનાવી ખવડાવતી અને વાર્તાઓ કહેતી સાચું સમજાવતી. આમ કરતા છોકરાઓ મોટા થયા અને ભણવા લાગ્યા. છોકરાઓ કોલેજમાં આવ્યા એટલે એમને મા અભણ લાગવા માંડી. વાતે વાતે લતાનું અપમાન કરે અને કહે તને સમજણ ના પડે લતા ખૂબ દુઃખી થતી અને મનને સમજાવતી. અશોક તો એમ જ કહે કે બૈરાની બુધ્ધિ પગની પાનીમાં હોય એ જોઈ છોકરા પણ બોલતા હતા.

આમ દિકરો કોલેજમાં ભણતી છોકરીને પ્રેમ કરુ છું કહી, કોર્ટ મેરેજ કરી લીધા અને વહુ ઘરમાં લઈ આવ્યો.

લગ્ન ના બીજે જ દિવસથી વહુ ને સાસુ ગમાર અને અભણ લાગી અને એને લતાનું અપમાન કર્યુ.

લતા કોને કહે એને દીકરી ને કહ્યું તો દીકરી કહે તારો જ વાંક હશે તું ચુપચાપ તારા ભગવાનનું નામ લીધા કર.

લતાની સામે દીકરો વહુ ઈંગ્લિશમાં વાતો કરે અને લતાની સામે જોઈ હસે લતા અા ઝેરનાં ઘુંટડા ગળે ઊતારતી.

આમ દીકરીએ પણ સાથે ભણતા છોકરા સાથે લગ્ન કરી લીધાં.

લતા એ જે આશા અને અરમાનો રાખ્યા હતા એ પુરા તો ના થયા, એ કોને કહે, કયાં જાય, બાળોતીયાની બળેલી એને બધા અભણ જ કહેતા એને પણ જીવવું હતું પરિવારની હુંફમાં. પણ એનું કોઈ જ ના થયું.

કાન પર હાથ રાખીને લતા ખૂબ જ રડી પડી.

હા હું અભણ છું.


Rate this content
Log in

Similar gujarati story from Drama