MITA PATHAK

Tragedy Inspirational

4.0  

MITA PATHAK

Tragedy Inspirational

આવતીકાલ

આવતીકાલ

2 mins
360


બેટા મારી દવા ખલાસ ગઈ છે.

હા પપ્પા, એ આવતી કાલે લાવી આપું તો ચાલશે !

હા તારે, કામ હોય તો એક દિવસ ચલાવી લઈશ.

હું શું કહેતો'તો, મારા પગનો દુખાવો દિવસ દિવસ વધતો જાય છે અને ગભરામણ પણ થયે રાખે છે ..અરુણ હા

પપ્પા, એ આવતીકાલે હું ફોન કરી અપોઈમેન્ટ લઈ લઉં છું..

અરુણ મારે પેલા એક મિત્રનો નંબર તું લાવીને આપતો નથી. રોજ ચાલવા જાય છે. તો આવતી કાલે લેતા આવજે ભૂલ્યા વગર,હું તને ચારપાંચ દિવસથી કહું છું, ને તું રોજ આવતી કાલે કહે છે. આ મારા પગના દુખાવાને દેવતા મૂકાયો છે નહિ તો હું જ બગીચામાં જાતે જ જાત, મને પણ થોડું સારુ લાગત. સારું પપ્પા,એ હું જાઉં છું માલતી મારી રાહ જોતી હશે. અને મારે એક જરુરી કામ પણ છે. સવારે મળવા આવીશ. ત્યારે જે કામ હોય તે કહેજો..જય શ્રીકૃષ્ણ

સવારે માલતી ચા નાસ્તો આપવા આવી., અરે અરુણ ક્યાં છે ? મારી દવા લાવવાની હતી. હા તે લેતા આવશે પણ આવતા મોડું થશે મિટિંગ છે તો, આવતી કાલે તમને આપી જશે. પછી શું ? નિયમિત દવા ન લેવાથી તબિયત વધારા લથડતી જાય છે. ઉપર અરુણ રોજ રોજ મળે નહી તો દિલની વાત પણ કોણે કહે. વહુને સમય હોય નહિ તેને પણ ઘરના કામ ને નાનું છોકરું કેટલાક કામ કહેવા. આવતીકાલ હવે અરુણની થાય તો સારુ.

પપ્પાની તબિયત વધારે બગડી જવાથી દવાખાને લઈ જવામાં આવ્યા. અરુણ ડોક્ટરને પૂછે છે સારુ તો થઈ જશે ને ! હા જોઈએ ઉમર અને સમયસર દવા ના લેવાથી સમયતો લાગશે અત્યાર હું કંઈ કહી ના શકું આવતીકાલે તેમનું બોડીચેકઅપ કરુ પછી ખબર પડે. ડોક્ટર સાહેબ અત્યાર નહીં થઈ શકે, ડોક્ટર સાહેબ મારા પપ્પાની અત્યારે બધી જ તપાસ કરાવી લો ને ? જુઓ અત્યારે બહુ મોડુ થઈ ગયું છે.'મે હમંણા તેમની દવા ચાલુ કરી દીધી છે. આવતીકાલે બધા રિપોર્ટ કરશું. સવાર થતા ડોક્ટરને મળવા જાય છે.. દોડીને જુઓ ને પપ્પાને હું ક્યારનો બોલાવું છું પણ તે બોલતા જ નથી. ડોક્ટર જઈને તપાસ કરે છે. અરુણ હું દિલગીર છું. તમારા પપ્પા હવે આ દુનિયામાં નથી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy