Shalini Thakkar

Thriller

4.7  

Shalini Thakkar

Thriller

આવી ગયો તું, કાંતિ ?

આવી ગયો તું, કાંતિ ?

5 mins
413


" આવી ગયો તું, કાંતિ ?" મને મુખ્ય દ્વાર પર ઊભેલો જોઈને મિસ્ટર ભરૂચાને જાણે ખબર જ હોય કે હું એમને મળવા માટે આવવાનો છું અને એ જાણે મારી રાહ જ જોઈ રહ્યા હોય એ રીતે બોલ્યા. હું ડઘાઈ ગયો. મિસ્ટર ભરૂચ ને કેવી રીતે ખબર પડી કે હું એમને મળવા માટે આવવાનો હતો.

મુંબઈથી રાજસ્થાન તરફ જતી ટ્રેનમાં હું સફર કરી રહ્યો હતો. ટ્રેન પૂરપાટ ભાગી રહી હતી અને મંઝિલ હજી દૂર હતી પણ રસ્તામાં ભરૂચનું નામ પડતાં જાણે મારી મુસાફરી પર પૂર્ણવિરામ લાગી ગયો. એક નામ મારા માનસ પટ પર છવાઈ ગયું, જેના પડઘા માત્રથી જ જાણે ઉનાળાની ભર બપોરે ઠંડા પવનના સ્પર્શથી થાય એવી લાગણી થઈ. એ નામ હતું મિસ્ટર ભરૂચા. જેવું ભરૂચ સ્ટેશન આવ્યું કોઈ અજાણી શક્તિ એ મને ટ્રેનની નીચે પ્લેટફોર્મ પર ઉતરી જવા માટે પ્રેરિત કર્યો અને હું વગર વિચારે નીચે ઉતરી ગયો.. પ્લેટફોર્મની બહાર આવીને રિક્ષામાં બેસી ગયો અને એ સરનામા પર પહોંચી ગયો જે સરનામું મને લગભગ મોઢે ગોખેલું જ હતું. ત્યાં પહોંચ્યો એટલે મુખ્ય દ્વાર પર દૃષ્ટિ કરીને બેસી રહેલા મિસ્ટર ભરૂચા તરત જ મને જોઈને બોલી ઉઠ્યા," આવી ગયો તુ કાંતિ ? હું તારી જ રાહ જોઈ રહ્યો હતો." મિસ્ટર ભરૂચા આ શબ્દો સાંભળીને હું ચકિત થઈ ગયો. એમને કઈ રીતે ખબર પડી જશે કે હું એમને મળવા માટે આવી રહ્યો હતો અને માત્ર થોડી મીનીટો પહેલા હતો મારી મંઝિલ રાજસ્થાન તરફ જવાની હતી. આખરે એવું તો શું બન્યું એ ખાસ સમય દરમિયાન કે હું ટ્રેનમાંથી નીચે ઉતરવા માટે પ્રેરાઈ ગયો અને મિસ્ટર ભરૂચ ને જાણે મારા આગમનનો પડદો પડી ગયો હોય એવો અણસાર આવી ગયો. કદાચ આનું નામ જ ટેલીપથી કહી શકાય જેનો અનુભવ જીવનમાં પ્રથમ વખત કર્યો. એક એવો સંબંધ જેને જોડાવા માટે નાતો કોમ્યુનિકેશનની જરૂર હોય અને ઈન્ટરનેટ કનેક્શનની એવું જ સંબંધ હતો મારો અને મિસ્ટર ભરૂચ વચ્ચેનો પણ.

મિસ્ટર ભરૂચા, એક એવું વ્યક્તિત્વ જેની હાજરી મારા જીવનમાં માત્ર થોડા વર્ષોની જ હતી પરંતુ મારા જીવનની દિશા બદલવામાં એમનો ખૂબ જ મોટો ફાળો હતો. ૬૦ વરસની ઉંમરે પણ મને મારી સ્કુલ લાઈફનો એક એક પ્રસંગ યાદ છે જે પ્રસંગ સાથે મિસ્ટર ભરૂચ જોડાયેલા હોય. વાત એ સમયની છે જ્યારે ભારત અંગ્રેજોથી આઝાદ નહોતું થયું. અમારું કુટુંબ કરાચી, જે અત્યારે પાકિસ્તાન મા છે, ત્યાં સ્થિત હતું. ત્યાંના એક મધ્યમ વર્ગીય પરિવારની સરકારી સ્કૂલમાં ભણતો છોકરો એટલે હું પોતે કાંતિલાલ સોમૈયા. મારા નજીકના સમૃદ્ધ પરિવારમાંથી આવતા મારા બીજા ભાઈ બહેનો કરાચીની એક ઈંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણતા હતા જ્યાં એક પારસી સ્પોર્ટ્સ ટીચર હતા જેમનું હતું નામ મિસ્ટર ભરૂચા. સાંજના સમયે ઘણી વાર હું મારા કઝીન સાથે એમના સ્કૂલના મેદાનમાં રમવા જતો હતો અને મિસ્ટર ભરૂચા પણ ત્યાં આવતા.સ્પોર્ટ પ્રત્યેનું આકર્ષણ અને આવડતથી અંજાઈને મિસ્ટર ભરૂચા મને હંમેશા સ્પોર્ટસમાં આગળ વધવાની પ્રેરણા આપતા. મેં એમને મારી આર્થિક પરિસ્થિતિ બતાવી તેથી એમણે મારામાં વ્યક્તિગત રસ લઈ અને મને સ્કોલરશીપ અપાવી અને એમની સ્કૂલમાં મારું એડમિશન કરાવ્યું. બસ ત્યારથી મારા અને એમના વચ્ચે અતૂટ સંબંધ ની શરૂઆત થઈ. અને ત્યારથી જ શરૂ થયો મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ. પણ ધીરે-ધીરે હું રમત-ગમતમાં ખૂબ જ આગળ વધી ગયો અને મારા અને મિસ્ટર ભરૂચા વચ્ચેનો સંબંધ વધુ અને વધુ ઘનિષ્ઠ બનતો ગયો. મિસ્ટર ભરૂચા કુંવારા હતા અને એમના પરિવારમાં કોઈ ન હતું. એ મને પોતાના પુત્રની જેમ પ્રેમ કરવા લાગ્યા અને નાની ઉમર પિતાની હૂંફ ગુમાવી ચૂકેલા મે પણ પણ એમની અંદર એક પિતાની છબી શોધી લીધી હતી. પરંતુ થોડા સમયમાં તો ભારત દેશ અંગ્રેજોની ગુલામીથી આઝાદ થઈ ગયો ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા. અમારુ પરિવાર બધો કારોબારી સમેટીને રાજસ્થાનના બિકાનેર શહેરમાં વસી ગયો અને મિસ્ટર ભરૂચા પોતાના વતન ભરૂચ જતા રહ્યા. અમારા જીવનના રસ્તા રાતોરાત બદલાઈ ગયા. રસ્તા વચ્ચે ખૂબ જ મોટું અંતર આવી ગયું પરંતુ અમારા મન તો જોડાયેલા જ રહ્યા. એ સમયમાં સંદેશ વ્યવહાર એટલો સરળ ન હતો છતાં પણ અમે પત્ર વ્યવહારથી તો ક્યારેક ફોન દ્વારા સંપર્કમાં રહેતા અને એકબીજાની ખબર અંતર પૂછી લેતા. એમના જીવનમાં હું સમય સમય પર પોતાની હાજરી પુરાવતો રહેતો. વર્ષો વીતતા ગયા તેમ તેમ ધીરે ધીરે ક્યારેક સમયના અભાવે તો ક્યારેક જીવનની જવાબદારીઓ ના બોજ હેઠળ અમારા વચ્ચે નો સંપર્ક ઓછો થતો ગયો અને ધીરે ધીરે લગભગ નહિવત થઈ ગયો

એ દિવસે ટ્રેનમાંથી પસાર થતા ભરૂચનું નામ પડતાં જ જાણે બધુ નજર સમક્ષ આવી ગયું અને કોઈ શક્તિ જાણે મને એમને મળવા માટે પ્રેરિત કરી રહી હોય એમ હું નીચે ઉતરી ગયો. અને મિસ્ટર ભરૂચાને પણ મારા આવવાનો અણસાર આવી ગયો. એક લાંબા અરસા પછી અમે બંને એકબીજાને મળી રહ્યા હતા પરંતુ અમારા બંને વચ્ચે જાણે કશું જ બદલાયું હતું. અમે બંને એકબીજા સાથે પહેલાની જેમ જ વાતો માં ઓતપ્રોત થઈ ગયા અને પછી મિસ્ટર ભરૂચાએ મારી સાથે બિકાનેર આવીને મારા પરિવાર ને મળવાની ઈચ્છા દર્શાવી. એમની ઈચ્છાને મારો અહોભાગ્ય સમજીને મેં તરત જ એની ઈચ્છા સ્વીકારી લીધી. એ રાત હું એમના ઘરે રોકાઈ ગયો અને બીજા દિવસે સવારે હું અને મિસ્ટર ભરૂચ બિકાનેર જવા માટે નીકળ્યા. મેં મારા પરિવારના અગાઉથી જ મિસ્ટર ભરૂચાના અમારા ઘરે આગમનના સમાચાર આપી દીધા. મારો પરિવાર ખૂબ જ ઉત્સુકતાથી એની રાહ જોઈ રહ્યો હતો. અમારા બંને ના ઘરે પહોંચતાની સાથે જ મેં અને મારા પરિવારને મિસ્ટર ભરૂચનું ભાવભીનું સ્વાગત કર્યું અને બધા સાથે બેસીને ખૂબ જ વાત કરી.મિસ્ટર ભરૂચમાં પણ મારા જ પરિવારનો એક મહત્વનો હિસ્સો હોય એમ બધા સાથે ભળી ગયા. એમની હાજરીથી મારા પરિવારની છબી સંપૂર્ણ લાગી રહી હતી. મોડી રાતે મિસ્ટર ભરૂચા થાકીને સૂઈ ગયા. હું એમના રૂમમાં એમને રજાઈ ઓઢાડી લાઈટ ઓફ કરવા માટે ગયો. એમના ચહેરા પર મારી નજર પડી. એમના ચહેરા ના ભાવ એકદમ શાંત અને તૃપ્ત લાગતા હતા. ચહેરા પર ના કોઈ રાગ-દ્વેષ હતો કે ના કોઈ ફરિયાદ. બસ એ જાણે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા હતા ફરી ક્યારેય ન ઉઠવા માટે.....

વહેલી સવારે એનું પાર્થિવ શરીર જોઈને મારુ અને મારા પરિવારનું દિલ દ્રવી ઉઠ્યું. અમારા જીવનમાંથી જાણે એક મહત્વનો હિસ્સો નીકળી ગયો હોય એવી લાગણી થઈ. મિસ્ટર ભરૂચના પરિવારમાં પોતાનું કોઈ અંગત ન હતું પાત્ર નજીકના થોડા સગા વાલા હતા. હું તાત્કાલિક તેમના પાર્થિવ શરીરને ભરૂચ લઈ ગયો અને એમના નજીકના સગા-સંબંધીઓની હાજરીમાં પારસી વિધિ પ્રમાણે એમની અંતિમ વિધિ કરી. અને ભારે હૈયે પાછો બિકાનેર ફર્યો. કદાચ આજ ઋણ સંબંધ બાકી રહી ગયો હતો અમારા વચ્ચેનો અને એટલે જ તો મિસ્ટર ભરૂચને પોતાની અંતિમ ઘડી નજીક આવી ગયા નો અણસાર આવતાં જ ખરા હૃદયથી મને મળવાનો સંદેશ મોકલાવ્યો અને એમનો સંદેશ મારા હૃદયે તરત જ ઝીલી લીધો અને એમને મળવા માટે પ્રેરિત કર્યો. મને પહેલીવાર અનુભવાયું કે જીવનમાં કોઈ એવા સંબંધ પણ હોય છે જેને જોડાવા માટે ના તો કોઈ સંવાદની જરૂર હોય છે કે ના તો કોઈ નેટવર્ક કનેક્શનની. બસ માત્ર એક છેડે કોઈ યાદ કરે અને સામે છેડે મેસેજ પહોંચી જાય. અને એ દિવસે મેં આટલો સુંદર સંબંધ મારા જીવનમાં આપવા બદલ ઈશ્વરનો આભાર વ્યક્ત કર્યો.


Rate this content
Log in

Similar gujarati story from Thriller