આરપાર
આરપાર


આશા ઘરની મોટી વહુ હતી. સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. નાના દિયર અને નણંદ કુંવારા હતા. આશા બે જીવ સોતી હતી. આશાના સાસુ સસરા બીજે દિવસે અંબાજી દર્શન કરવા જવાના હતા. રાતથી જ આશાની તબિયત બગડી. પિયુષે કહ્યું કે મમ્મી પપ્પાને જાણ કરું. આશાએ ના કહી કે એ માતાજીના દર્શન કરવા જાય છે નાહક જવાનું કેન્સલ કરશે. સવારે આશાએ હસતાં ચહેરે સાસુ સસરાને મોકલ્યા પણ જાણ ના થવા દીધી. બપોર થતા તબિયત વધુ લથડી તો કાકી સાસુને લઈને ગાયનેક ડોક્ટરને બતાવી આવી. દવા આપી અને ગ્લુકોઝ પાણી પીવા વધુ કહ્યું અને સાંજ સુધીમાં ફેર ના પડે તો ફરી આવજો. ઘેર આવી દવા લીધી પણ આશાને ઝાડા ઉલ્ટી ચાલુ જ રહેતા કાકી સાસુને લઈ ફરી દવાખાને ગઈ તો ડોક્ટરે દાખલ કરી બોટલ ચઢાવવાના ચાલુ કર્યા. રાતે સાસુ સસરા ઘરે આવ્યા અને જાણ થઈ તો દવાખાને આવ્યા. આશાના સાસુ આશાને જોઈને કહે કે એક દિવસ ફરવા ગયા એ સહન ના થયું તો દાખલ થઈ ગઈ. આશા રડી પડી એને આ શબ્દો હ્દયની આરપાર નીકળી ગયા...!