Bhavna Bhatt

Fantasy

5.0  

Bhavna Bhatt

Fantasy

આરાધના ત્રીજું નોરતું

આરાધના ત્રીજું નોરતું

1 min
681



આરાધનાના ત્રીજા દિવસે પરમ રહસ્યમય સિદ્વચક્રીમા ભગવતીની અને ગુરુની આરાધનાનો દિવસ છે.

આજનું ત્રીજું નોરતું શ્રી ચણડખંડા માતાજી નું છે.

" જે પક્ષી શ્રેષ્ઠ ગરુડ ઉપર આરૂઢ છે, ઉગ્ર કોપ ને રૌદ્રતાથી યુક્ત છે તથા ચણડખંડા નામથી વિખ્યાત છે, તે દુર્ગા દેવી આપણા સૌ ઉપર કૃપા નો વિસ્તાર કરે "


આજના દિવસથી આપણા આચાર અને વિચારોનું આરધના કરવામાં બહુ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આચારથી આખું વ્યક્તિત્વ પરખાય છે. આચારથી વિચારોનું વલણ જાણી શકાય છે અને આપણા આચાર જ આપણને ભક્તિ ના માર્ગ પર આગળ લઈ જાય છે. સમગ્ર જીવ સૃષ્ટિનું હિત જેમની અમીમય આંખમાં છે એ નવદુર્ગાને ભજવા માટે આચાર અને વિચારો પવિત્ર હોવા જોઈએ તો દેવીને પ્રસન્ન થતા વાર નથી લાગતી. સકળ સૃષ્ટિના તમામ જીવો પ્રત્યે મારા પરાયાની ભેદરેખા વગર જેમનું અવિરત વાત્સલ્ય વરસે છે એવા ભગવતીને ભજવા નવ દિવસ આચારને નિયમોમાં રાખો તો બેડો પાર થઈ જાય. આ જીવન સફળ થઈ જાય અને માતાજીની અસીમ કૃપા પ્રાપ્ત થઈ જાય. તો આવો આપણે સૌ આપણા આચાર ને સંયમમાં રાખીએ.

બોલો નવ દુર્ગા માતાની જય હો.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy