આરાધના નવમું નોરતું
આરાધના નવમું નોરતું


આજે નવરાત્રીના નવલાં દિવસોનું નવમું નોરતું એટલે નોમ ... નોમ ના દરેક પોતાની કુળદેવીને નિવેધ બનાવી ધરાવે છે માટે એને નિવેધ નવમી પણ કહેવામાં આવે છે... આજે માતાજી અને ઉપવાસ કરનાર સૌના પારણાં.
આજે નવમું નોરતું શ્રી સિદ્ધિદાયિની માતાજી નું છે.
" સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસુરો અને દેવતાઓ દ્વારા પણ સદા ભજવાયોગ્ય એવી સિદ્ધદાયિની દુર્ગા દેવી સૌને સિદ્ધિ પ્રદાન કરવાવાળા હો "...... ખાણમાંથી નીકળેલા સોનાને શુદ્ધ કરવા અગ્નિમાં તપવું પડે છે એમ જ અનાદિકાળના કુસંસ્કારોથી દબાયેલા આત્માને અણિશુદ્ધ કરવા માટે આ નવપદ આરાધનાની તપશ્વર્યા જરૂરી છે.... આ નવ દિવસની ભક્તિથી જ મુખ પર એક અલગ તેજ ચમકે છે અને ભક્તિનું ફળ મળે છે જે જિંદગીની દરેક મુશ્કેલીઓમાં મદદરૂપ બને છે. તનની તપશ્વર્યા સાથે મનની તપશ્વર્યા કરવાનું પણ આપણે શીખી લઈએ તો બેડો પાર થઈ જાય... મનની તપશ્વર્યા માટે તપની સાથે જપ જરૂરી છે.
" તપ અને જપ ... મુકો બીજી બધી લપ " .
નવપદની સાધનાના નવ દિવસોની તપશ્વર્યા.... સાધના... આરાધના... ઉપાસના બધાનો સરવાળો કરવા માટે એ જોજો કે.... આપણા આ ઉપવાસ થી કયો ફેરફાર આવ્યો?
હૈયું કેટલું કોમળ બન્યું?
ગુસ્સો કેટલો મોળો પડ્યો?
અંહ ને જીદ કેટલા ઓગળ્યા?
આમાંથી કોઈ પણ એક ફેરફાર આવ્યો હોય તો તમારા તપસ્વી આત્માને મારા વંદન... તમને નવપદની આરાધના ના ખુબ જ અભિનંદન.... તમારી નવરાત્રીની આરાધનાને સલામ.