આરાધના બીજું નોરતું
આરાધના બીજું નોરતું


આજે બીજું નોરતું શ્રી બ્રહ્મચારિણી માતાજી નું...
"જેણે બંને કરકમળોમા અક્ષમાળા અને કંમડલ ધારણ કરેલ છે, તેવા સર્વ શ્રેષ્ઠા બ્રહ્મચારિણી દુર્ગા દેવી અમારા સર્વ ઉપર અતિ પ્રસન્ન હો"....
આપણને સૌને કોકની નજર સતત જુએ છે... જાણો છો એ કોણ જુએ છે? અનંત સિધ્ધ પરમાત્માઓ અને દુર્ગા દેવી આપણને પ્રતિપળ / પ્રતિક્ષણ નિહાળે છે.... એમની કરુણા નિતરતી મહેર નજર અવિરત વરસ્યા કરે છે આ સૃષ્ટિ પર.
તમે નહીં જાણતા હો.... જ્યારે એક આત્મા સિધ્ધ બને છે ત્યારે જ એક આત્મા 'અવ્યવહાર રાશિ' ની નિગોદમાથી બહાર નીકળી ને 'વ્યવહાર રાશિ' માં પ્રવેશે છે.. અને પછી જ એની ક્રમિક વિકાસ યાત્રા પ્રારંભ થાય છે.. આપણા આત
્મા પર પણ કોક સિધ્ધ આત્માનો આ હાથ છે અને એ કયો આત્મા છે એ આપણે જાણતા નથી પણ એના લીધે જ આપણાને સારા સંસ્કાર અને ભક્તિ માર્ગ મળે છે.
આજનું બીજું નોરતું એ સિધ્ધ પદની આરાધના કરવા માટે નું છે... લાલ રંગમાં સિધ્ધ પદનું ધ્યાન ધરવાથી આપણા તરફ માતાજી નું ધ્યાન આકર્ષિત થાય છે અને પ્રસન્ન થાય છે.. લાલ રંગ છે જ આકર્ષણ માટે... તેથીજ પૂજા કરવા લાલ વસ્ત્ર નો ઉપયોગ થાય છે. લાલ રંગ ની માળા... લાલ રંગનું આસન... આ બધું સહાયક બને છે જાપમા અને ધ્યાનમાં.
તો આવો આજે બીજા નોરતે માતાજીની આરાધના કરીને, આત્મા ને શુધ્ધ,બુદ્ધ કરીને સિદ્ધતવ તરફ આ મનને ગતિશીલ બનાવીએ અને ભક્તિ રસમાં ડુબીએ.
જય માતાજી.