આરાધના આઠમું નોરતું
આરાધના આઠમું નોરતું
આરધનાનો આઠમો દિવસ છે, ચલો જોવા જઈએ આજે માતાજીના આઠ દિવસના ઉપવાસ. આજે આઠમું નોરતું શ્રી મહાગૌરી માતાજીનું છે.
" જે સફેદ હાથી ઉપર આરૂઢ, સફેદ વસ્ત્ર ધારણ કરનાર, સદા પવિત્ર છે તથા મહાદેવજીને આનંદ આપનાર મહાગૌરી દુર્ગા દેવી સૌને મંગલ પ્રદાન કરે ".
આજનો સાત ઉપવાસ પછીનો આઠમો ઉપવાસ છે તો એ માટે સંયમ જરૂરી છે.. ભડકી ના જશો શબ્દ સાંભળીને કે અક્ષરો વાંચીને.. જીવનમાં સંયમ જરૂરી છે બધા માટે. આપણું જીવન બદસૂરત અને બેહુદૂ બની ગયું છે કારણ કે સંયમનો આછો અણસાર પણ ક્યાં છે આપણા વર્તન વ્યવહારમાં ? જીવનમાં ડગલે ને પગલે સંયમની જરૂર છે.
ખાવામાં સંયમ, પીવામાં સંયમ, બોલવામાં સંયમ, ચાલવામાં સંયમ, વિચારોનો સંયમ પણ એટલો જ આવશ્યક છે જેટલો વર્તનનો સંયમ જરૂરી છે. આપણે તો બેફામ બોલીએ છીએ. મનફાવે એમ બકીએ છે. સોરી હો કહીએ છીએ અને વ્યવહાર તો આપણો વિચાર વિહોણો છે જ .. પછી સંયમની શું વાત કરીએ? કેવી રીતે સંયમની આરાધના કરીશું? માટે જ ખોટી ભાવનાઓ પર સંયમ જરૂરી છે.. સંયમની સાધનાથી માતાજી સિદ્ધચક્રની કૃપા આપણી પર વરસાવે છે જે જીવનના દરેક દુઃખ દૂર કરી અલૌકિક સુખની અનુભૂતિ કરાવે છે અને પરમ તૃપ્તિ મળે છે જે ભૌતિક સુખો પાછળ દોડવાથી પણ નથી મળતી.. માટે આજથી સંકલ્પ કરો.. જીવનની દરેક પ્રવૃત્તિ અને વૃત્તિ પર સંયમનો શણગાર રાખીશું.