આપણો સમાજ
આપણો સમાજ
આપણા સમાજમાં હજુ પણ છોકરા છોકરીમાં ભેદભાવ થાય છે. કહેવા માટે જ છે કે " દિકરી વ્હાલનો દરિયો છે "પણ દીકરી જન્મે તો હજુ પણ મોં બગડે છે. પહેલા ખોળે દીકરી હોય તો હજુ પણ દિકરાની કામના રાખે છે.
બોલવાનું અને ચાલવાનું જુદુ જ હોય છે. દિકરી જન્મતાં જ કશુ વહેંચે નહીં અને દિકરો જન્મતાં જ મેવા મીઠાઈ વહેંચે અને રૂપિયા ઉડાવે છે. દિકરી ગમે એટલી સેવા ચાકરી મા - બાપની કરે, કદર ના કરે અને કપાતર દિકરા ના વખાણ કરવામાંથી ઉંચા જ ના આવે. દિકરી ભણતર અને ઘર બેવ ઉજાળે છે, તોય દિકરી ની કિંમત નથી અને વ્યસનો અને ભણતરમાં ઝીરો દિકરા ને બધી જ સુખ સગવડો આપી વખાણે છે.
દિકરો નહીં ભણે તો ચાલશે. ભણતર માટે એને ભાર ના અપાય અને દિકરીઓને ભણ નહીં તો સારો વર નહીં મળે એમ કહેવાય છે. આપણો સમાજ દંભ કરવામાંથી જ ઉંચો નથી આવતો. આપણા આ સમાજની માનસિકતા ક્યારે બદલાશે ખરી?