આપણે ક્યારે સુધરીશું?
આપણે ક્યારે સુધરીશું?


ફોટોગ્રાફ્સનો શોખીન એક વિદેશી ભારતના ગામેગામ ફરી રહ્યો હતો. એક ગામ પાસે આવેલા જંગલોની વનરાજીને જોઈને તે રાજીરાજી થઈ ગયો. ત્યાંના ઘટાદાર વૃક્ષો અને ખળખળ વહેતા જળને જોઈ તેનું હૈયું મસ્ત વાતા વાયરા સાથે ઝૂમી ઉઠ્યું. કુદરતની સુંદરતાને મનભરી માણી રહેલા એ વિદેશીના મુખમાંથી આપમેળે સરી પડ્યું, “વાવ! ઈન્ડિયા ઈઝ ગ્રેટ.” ઓચિંતી તેની નજર નદીના સામેના કાંઠે ગઈ. ત્યાં કેટલાક ઈસમોને કર્મકાંડના વધેલા સામાનને નદીના વહેતા જળમાં પધરાવતા જોઈ વિદેશી તુચ્છકારથી મલકાઈને બોલ્યો, “ઈન્ડિયા ઈઝ ગ્રેટ!”