Bharat Thacker

Fantasy Inspirational Others

1.8  

Bharat Thacker

Fantasy Inspirational Others

આંચકો

આંચકો

2 mins
14.4K


મીસ્ટર મનન હું દીલગીર છું, પરંતુ તમારે ઘેરથી કોઇકનો ફોન હતો કે તમારી પત્નીએ આત્મહત્યા કરી છે અને પોલીસે તમારી માની ઘરપકડ કરી છે. તમારે તાત્કાલીક પહોંચવાનું છે. મનનને પસીનો આવી ગયો. તે તાત્કાલીક ઘર માટે રવાનો થઇ ગયો. દુઃખદ વિચારોની ભીંસ તેને અકડાવી રહી હતી. ટ્રેન બોગદામાં થી પસાર થઇ અને અંધારુ થઇ ગયું. તેને પોતાની જીંદગીમાં આવનારા અંધારાનો આભાસ થવા લાગ્યો. પોતાની દરેક ભુલનો એહસાસ તેને જીંદગીના એક જ ઝટકે આવી ગયો. તેને એવો ખ્યાલ ન હતો કે પોતાનો સ્વભાવ અને માવડીયાપણું પોતાની પત્ની ઉમાને આત્મહત્યા સુધી દોરી જશે.

તે પોતાની પત્ની અને બાળકોને માં પાસે મુકીને રજાઓ માણવા દોસ્તારો સાથે આબુ ફરવા નીકળી પડયો હતો. પત્નીની ઇચ્છાઓનો કે સપનાઓનો ખ્યાલ તો તેને જીંદગીમાં ક્યારેય આવ્યો જ ન હતો. એના રુઢીચુસ્ત કુટુંબમાં પરણીને ઉમાની જીંદગીની કઠણાઇઓનો દોર ચાલુ થયો હતો. એની સાસુ, ‘સાસુ’ શબ્દનો સાક્ષાત્કાર કરાવતી હતી. લગ્નના પ્રથમ દિવસથી જ મેણા-ટોણાનૉ મારો ચાલુ હતો. આસ્તે આસ્તે ત્રાસ વધતો ગયો. એક વાર તો પત્નીને મારઝુડ પણ કરી જેના માટે તેને પસ્તાવો થયો પણ માની ચઢામણીથી એ પસ્તાવો પણ ના રહ્યો.

ઉમાને સમજાતું ન હતું કે પોતાની સાસુને એ કઇ રીતે રાજી રાખે. ઉમા ગમે તેટલું સારુ કરે, પરંતુ તેની સાસુ ગમે ત્યાંથી વાંધાવચકા કાઢીને ઝગડા કરી લેતી. પોતાની પત્નીને થતા અન્યાયનો મનનને ઘણી વાર ખ્યાલ આવતો. પરંતુ, બચપણથી જ માથી દબાયેલા મનનમાં, માનો સામનો કરવાની હીંમત ન હતી. તે વ્યથીત થતો અને બધો ઉકળાટ પોતાની પત્ની પર જ ઠાલવતો.

આજે તેને ઓચીંતો ભાન આવ્યું કે પોતાની જીંદગીમાં પત્નીનું શું સ્થાન હતું અને પોતે પત્નીને માટે કેટલો ત્રાસરુપ હતો. સમાજમાં વગોવણી, પોલીસ કેસનાં લફરા, બાળકોની સાચવણી, વિધુર તરીકેની જીંદગી વગેરે ભાવિનો ભારેખમ ઓછાયાના ખ્યાલે તેની હાલત ખરાબ થઇ રહી હતી. પોતે કરેલ અન્યાયોનો અને ભુલો માટે તેને આજે સાચા દિલથી પસ્તાવો થઇ રહ્યૉ હતો, પરંતુ ઘણું મોડું થઇ ગયું હતું.

ટ્રેનમાંથી પોતાના ગામ પહોંચતા તેનું દીલ ધડકન ચુકી ગયું. તેની આંખો તરવરી રહી હતી. એ મજબુત દીલનો મનન, ગામમાં પગ મુકતાજ તુટી ગયો અને દીલથી રડી પડ્યો.

રસ્તામાં પડતા મંદીરના પ્રાંગણમાં નજર પડતા જ તે ચકરાઇ ગયો. તેની પત્ની ઉમા મંદીરના દરવાજામાંથી, પુજા કરીને પાછી આવતી હતી. એક ક્ષણમાં જ તેને સમજાઇ ગયું કે તેની આંખ ખોલવા માટે કોઇ હીતેચ્છુએ ખોટો ફોન કર્યૉ હતો. એક ખોટા ફોને તેની જીંદગીમાં આંચકો આપ્યો, તેની જીંદગીમાં પત્નીના સ્થાનનું ભાન કરાવ્યું. પોતાના હાથ લાંબો કરીને એકાએક તેણે પત્ની પાસેથી પ્રસાદી માંગી, ત્યારે ઉમાએ સુખદ આશ્ર્ચર્ય અનુભવ્યુ. ઉમાને ક્યાં ખબર હતી કે તેની જીંદગીમાં હવે સુખનો સુરજ ઉગી ચુકી હત્યો, તેની ભગવાન પ્રત્યેની શ્રધ્ધા રંગ લાવી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Fantasy