" આળસ ખંખેરી ને..! "
" આળસ ખંખેરી ને..! "


એ યુવતી લટક મટક ચાલતી હતી..
પાછળ પાછળ આશિક બનેલો રણવીર રસ્તા પગલે ચાલતો હતો.
અંધારું વધી રહ્યું હતું. રસ્તા પર અવરજવર નહોતી.
ચાલો સારૂં છે કોઈ દેખાતું નથી. રણવીર વિચારે છે.
એટલામાં.....
એ યુવતી ઊભી રહીને ધીમેથી ડોકી પાછળ ફેરવી. મારકણી અદાથી રણવીર સામે જોયું.
રણવીર ને લાગ્યું ચાલો આજે તો માની ગઈ !.
રણવીર હવે ઝડપથી એ યુવતી પાછળ.
એ યુવતી પણ ઝડપથી.....
રણવીરની આંખો એક સેકન્ડ માટે બંધ થઈ...ને...એ યુવતી આંખોથી ઓઝલ..
રણવીરે દૂર સુધી નજર કરી પણ કોઇ દેખાયું નહીં.
હવે રણવીર ગભરાઈ ગયો.
કોણ હશે એ યુવતી ?.
હું પણ પાગલ..પાછળ..પાછળ...
રણવીર ઝડપી ચાલતો હતો ત્યારે એના પગે એક પાયલ અથડાય છે.
....અને.. રણવીરની ઊંઘ ઊડી જાય છે.
રણવીર આ સ્વપ્નથી ગભરાઈ જાય છે.
મોડી રાત સુધી એણે હોરર વેબ સિરીઝ જોઈ હતી...
મગજ પર હાવી..કે.. શું !..
નિયમિત ઊંઘ ના..લેવાની આળસ !
કે... હવે...
એ આળસ માં...
ઊંઘ ઓછી થતી જાય છે!..
એણે એના પગ લંબાવીને સુવાનો પ્રયત્ન કરે છે....
છમ.છમ..
અવાજ સાથે..એના બેડ પર થી કંઇક પડવાનો અવાજ આવે છે...
રણવીર ગભરાઈ ને બેડ નીચે પડેલી ચીજ જુએ છે....
એ એક પાયલ હતી....
સ્વપ્નમાં જોઈ હતી..એવી...જ..
...
રણવીર આળસ ખંખેરી ને ઊભો થાય છે.
....
એ પાયલ ને હાથમાં લે છે...
......
હા...હા..હા...
એક અટ્ટહાસ્ય...
આખરે આવી ગયો ને..
મારી પાસે!....
....
કોણ?..કોણ?.. રણવીર બોલ્યો...
અટ્ટહાસ્ય સાથે એ બોલી....
હું આળસ..
...આળસુઓ માટે..જ.. ખાસ..
....
કેવી ખંખેરી નાંખીને?..
તારી એ આળસ...
હા...હા...હા...હા..