Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Bhavna Bhatt

Drama

4.0  

Bhavna Bhatt

Drama

આકરો વિરહનો સમય

આકરો વિરહનો સમય

3 mins
12.1K


મનાલી આજે બેચેનીથી રૂમમાં આંટા મારી રહી આ વિરહનો આકરો સમય કેમ કરીને જતો નથી અને ઉપરથી ધવલને ફોન પણ લાગતો નથી અને વોટ્સએપ પર મેસેજ કર્યો તો લાસ્ટ સીન બે દિવસ પહેલાં નો બતાવે છે..

છેલ્લે ગુરૂવારે વાત થઈ હતી આજે રવિવાર થયો પણ ધવલને ફોન લાગતો નથી.

મનાલી ને આમ આંટા મારતાં જોઇને સુરેખા બહેન બોલ્યા બેટા ચિંતા તો અમને પણ થાય છે પણ તું ધીરજ રાખ અને કાળિયા ઠાકોર પર શ્રધ્ધા અને વિશ્વાસ રાખ ધીરજ કુમાર સહી સલામત હશે અને આજે ફોન આવશે જ.

આમ કહીને મનાલીને માથે હાથ ફેરવ્યો અને ઘરનાં મંદિરમાં રાધા કૃષ્ણ ની મૂર્તિ ને વીનવી રહ્યા કે મનાલી અને ધીરજ કુમાર ની જોડી સલામત રાખજો.

દૂર દેશાવરમાં બેઠેલા જમાઈ ની રક્ષા કરજો આમ પ્રાર્થના કરીને કરગરી રહ્યાં.

અને વિચારોમાં ડૂબી ગયા.

કેટલાં ધામધૂમથી જાન્યુઆરી મહિનામાં કેનેડા રહેતાં ધવલ સાથે લગ્ન કર્યા મનાલી નાં..

મનાલી પણ કેનેડા જ ભણતી હતી અને એક મોલમાં મુલાકાત થઈ અને પ્રેમ થઈ ગયો.

અને પછી તો મુલાકાતો વારંવાર થવા લાગી.

ધવલે તો ત્યાં પોતાનું મકાન પણ લઈ લીધું હતું અને મનાલી એની બહેનપણીઓ સાથે એક મકાનમાં ભાડે રેહતી હતી.

ધવલે ગાંધીનગર એનાં માતા-પિતા ને મનાલી નાં ફોટા મોકલ્યા અને વાત કરી.

મનાલીએ વડોદરા પોતાના માતા-પિતા ને ધવલ નાં ફોટા મોકલ્યા અને વાત કરી..

બન્ને પક્ષે હાં પડી એટલે એ લોકો ડિસેમ્બર મહિનામાં આવ્યા અને જાન્યુઆરી મહિના માં લગ્ન કર્યા .

ધવલ અને મનાલી સાથે રહીને હર્યા ફર્યા.

અને ધવલને એક કંપનીમાં નોકરી હતી તો રજાઓ નહોતી એટલે એ ફેબ્રુઆરી મહિનાની આખરી તારીખ માં એ પાછો ગયો.

મનાલી ને ગાંધીનગર સાસરે રોકવામાં આવી જેથી અમુકતમુક રીત રિવાજો શીખે અને કૂળ દેવીના દર્શન કરવા ગામડે જવાય..

એટલે મનાલી ની ટીકીટ માર્ચ ની પચીસ તારીખ ની હતી.

બધાં રીત રિવાજો પતી ગયાં અને કૂળ દેવીના દર્શન થઈ ગયા એટલે મનાલી ને ગાંધીનગર થી ગાડીમાં એક અઠવાડિયું એનાં માતા-પિતા પાસે રહે એમ વિચારી ને એ લોકો અઠાર માર્ચે વડોદરા મૂકી ગયા..

મનાલી એ હવે તો મિલનના સપનાં સાકાર થશે એ માટે દિવસો નહી પણ કલાક ગણતી હતી..

પણ વિશ્વમાં ફેલાઈલી મહામારી નાં પગલે અચાનક જ આખાં વિશ્વમાં પ્લેન અને સેવા બંધ કરવામાં આવી અને આખાં દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું અને બધાં જ મુસાફરી સાધનો બંધ કર્યા.

આ બધું જોઈને મનાલી તો રડી પડી અને એ વિરહની ક્ષણોને કાપી રહી હતી.

સમય પણ વિરહની વેદના સાથે રેતીની જેમ સરી રહ્યો હતો .

રોજબરોજ ફોન પર વિડિયો કોલ કરીને પ્રેમની વાતો કરી ને આ વિરહ નો સમય કાઢી રહ્યા હતા.

પણ બે દિવસથી એકાએક જ ધવલનો ફોન ન લાગતાં અને ફોન કે મેસેજ નાં આવતાં મનાલી એકદમ વ્યાકૂળ થઈ ગઈ હતી અને રઘવાઈ અને ચિંતા થી પાગલ થઈ ને રૂમમાં આંટા મારી રહી હતી કારણકે કેનેડા પણ કોરોના વાયરસ ફેલાયેલો છે એટલે ચિંતા કરી રહી.

અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો મનાલી ઉપર .

મનાલી એ ધબકતાં હ્રદયે ફોન ઉપાડ્યો.

" હેલ્લો. "

હું ધવલ બોલું છું.

મારો ફોન ગુરૂવારે ઓફિસ જતા ગાડીમાં રહી ગયો હતો અને મારાં લેપટોપ ની બેગ તો ગાડીના કાચ તોડીને કોઈ લઈ ગયું છે.

ઓફિસ પણ આ મહામારી ને લીધે એક દિવસ છોડીને એક દિવસ જવાનું હોય એ તો તું જાણે છે.

આજુબાજુમાં તો કોઈ મદદ કરે નહીં.

એટલે આજે ઓફિસ પહોંચ્યો એટલે તને ફોન કર્યો.

ચિંતા નાં કરીશ નવો ફોન આજે ઓફિસથી જતાં લેતો જઈશ...

આ સાંભળીને મનાલી તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

ધીરજ કહે મનાલી રડ નહીં.

હું પણ તારાં વગર અધૂરો છું.

હિમ્મત રાખ આ આકરો વિરહનો સમય કાઢવો જ રહ્યો.

આમ કહીને ફોન મૂક્યો.

મનાલી ફોન પકડી ને સ્તબ્ધ થઈ બેસી રહી અને વિચારી રહી કે આ મહામારી નો અંત ક્યારે આવશે અને કયારે અમારું મિલન થશે..

આ આકરા વિરહની હર ક્ષણ સહન કરવી અઘરી પડી.


Rate this content
Log in