આખરી આશ
આખરી આશ
વીણા રોજની જેમ આજે પણ સવાર પડતાં જ બગીચામાં આવી પહોંચી. પોતાના પ્રેમની સુવાસ અને યાદ રૂપી રોપાયેલા ગુલાબના છોડને રોજની માફક નીરખી રહી હતી.
છેલ્લા ઘણા દિવસથી આ છોડની ઉતમ માવજત કરવા છતાં તે સૂકાતો જતો હતો.
એક સમયે એ છોડ પર રોજના ૫ થી ૬ ગુલાબ આવતા. ત્યારે પતિ પત્ની બંને એ જોઈ ઝૂમી ઉઠતા.
અને તેનો પતિ વિરાગ તેમાંથી એક ફૂલ ચૂંટી વીણાના રેશમી જુલ્ફો માં લગાવતો.
જાણે આ ગુલાબનો છોડ જ બંનેના પ્રેમનો સાક્ષી.
બંને એ લગ્નના પ્રથમ દિવસે જ આ છોડ રોપેલ. પણ છેલ્લા એક મહિનાથી અચાનક વિરાગ તેને છોડી જતો રહ્યો હતો.
ત્યારથી વીણા બસ. આ ગુલાબના છોડ ખીલતા ગુલાબમાં વિરાગને શોધતી.. હંમેશ એક આશા સાથે કે રોજ ખીલતા નવા ગુલાબ સમી તેની જિંદગી પણ ખીલશે.!
પણ આજે તો આ ગુલાબના છોડ જાણે છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય તેમ સાવ સૂકાઈ ગયો હતો. છોડ પર રહેલ આખરી આશ સમાન, આખરી ગુલાબને નીરખી. વીણાના અત્યાર સુધી રોકાયેલ આંસુઓ શ્રાવણ ભાદરવો બની વહી રહ્યાં !

