Jasmin Purohit"kamlesh"

Tragedy Inspirational Children

4  

Jasmin Purohit"kamlesh"

Tragedy Inspirational Children

આજનો શ્રવણ

આજનો શ્રવણ

1 min
263


ધડામ......!

'અચાનક અવાજ આવ્યો..!

કદાચ, બસનું ટાયર પંક્ચર થયું હશે ! અમે વાતો ચાલુ રાખી.

તે સમયે હું રાજસ્થાન બાજુ પ્રવાસ કરી રહ્યો હતો; મારી સામેની સીટમાં વિવેક નામનો વ્યક્તિ અને તેની પત્ની બેઠા હતા.

વિવેક તેના માતા-પિતાને તીર્થયાત્રાએ લઈ જતો હતો; હા, તીર્થ યાત્રા એજ તે સમયે મને વિવેકમાં શ્રવણ દેખાઈ રહ્યો હતો. આ સમયમાં શ્રવણ જેવા સંતાન ભાગ્યે જ જોવા મળે છે.

મનોમન વિવેકના માતા-પિતાને ધન્ય માન્યા કે તેમને વિવેક જેવો દીકરો ભગવાને આપ્યો.. મારે અધ-વચ્ચે એક સ્થળે ઉતરવાનું થયું; વિવેક અને તેના માતા-પિતાને આવજો' કહીને હું બસમાંથી ઊતરી ગયો.

મનમાં ખુશી હતી વિવેક અને તેના માતા-પિતા માટે. થોડાક દિવસો બાદ હું મારા ઘરે પરત ફર્યો. મારી પત્નીના જન્મદિવસ પ્રસંગે અમે વૃદ્ધાશ્રમમાં જઈ તે દિવસ પસાર કરવાનું વિચાર્યું; અમે નજીકના વૃદ્ધાશ્રમમાં ગયા. ત્યાંનું દૃશ્ય જોતાં જ મારી આંખોમાં આંસુ આવી ગયા..! વિવેકના માતા પિતા ત્યાં જ રહેતા હતા. નિ:શબ્દ થઈ ગયો હું થોડી પળો માટે !

એમણે માંડીને વાત કરી.. વિવેક તેમને એક મંદિરે મૂકીને ચાલ્યો ગયો, થોડીવારમાં આવું છું એમ કહીને ! ત્યારબાદ એ જગ્યાએ તે ક્યારેય પરત ફર્યો નથી..! તેઓ વાતો કરતાં કરતાં પણ રડી રહ્યા હતા. મને વિવેક પ્રત્યે ધૃણા થઈ. તે સમયે હું વિવેકના માતા-પિતાની મારે ઘેર લઈ ગયો.

વિવેક કદાચ શ્રવણ બની શકત..!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy