Kamlesh Purohit 'Jasmin'

Inspirational Thriller

4.0  

Kamlesh Purohit 'Jasmin'

Inspirational Thriller

વશીની વિદાય

વશીની વિદાય

3 mins
463


વશી..... ઓ... વશી........!

સાંભળતાની સાથે જ વશીની આંખો ઉઘડી ગઈ!

કહેવાય છેને કે, સપનાઓ જોવાનો અધિકાર બધાને હોય છે. વશીએ પણ બહુ બધા શમણાંઓ સેવી રાખ્યા હતા. બહુ બધા ઓરતા જે સ્મરણ કરીને પણ કાલી ઘેલી બની જતી. ગામના છેવાડે વશીનું ઘર. ઘરમાં મા-બાપની સાથે એક નાનો ભાઈ. માટી-કામ કરીને ગુજરાન ચલાવતા. ગામની અંદર અને આજુબાજુના બે-ત્રણ ગામડાંઓમાં કામ કરીને માંડ ગુજરાન ચાલતું હતું.

વાત જાણે એમ છે, આજ વશીને પરોઢિયે સ્વપ્નમાં તેના ઘર આંગણે માંડવો સજાવેલો છે અને ઘર ફૂલોથી શણગારેલું છે. જાણે, કોઈ પ્રસંગ હોય તે દેખાયું ! ત્યાંજ વશીની આંખ ઊઘડી ગઈ. મનમાં ને મનમાં મલકાતી વશીએ તે દિવસે ઝડપથી ઘરના કામ-કાજ કરી લીધા અને પાસેના તળાવમાં એ તરવા ગઈ. વશીને તરવાનો બહુ શોખ ! વર્ષાઋતુમાં તળાવ પણ બંને છેડા સુધી ભરાયેલ એટલે તરવાની પણ બહુ મજા આવતી. થોડાક સમય પછી ઘેર આવીને જુએ તો કોઇ મહેમાન આવેલા હતા. ઘરની અંદર જઈને માતાને પૂછ્યું: તો ખબર પડી કે, તેને જોવા માટે આવ્યા છે! સગપણ નક્કી થાય તો જલ્દી લગ્નની પણ વાતો થતી હતી. વશીની ખુશીનો પાર ન હતો.

સ્વપ્ન ધીરે ધીરે સાચું થઈ રહ્યું છે! વશીની 'હા' સાથે જ લગ્ન પણ સારા મુહૂર્તમાં નક્કી થઈ ગયા. શ્રાવણ મહિનાની પાંચમની રાત્રે લગ્નનુ મુહૂર્ત હતું.

જેમ જેમ દિવસો નજીક આવતાં જાય તેમ તેમ વશી મલકાતી જાય.સમયને જતા વાર ક્યાં લાગે છે !આખરે એ દિવસ આવી જ ગયો, જે દિવસે વશી તેના સ્વપ્ન ને સાચું થતું જોશે! આજે રાત્રે જાન આવવાની હતી. વશીને ઘેર માંડવો તૈયાર કરેલો છે, ઘર ફૂલોથી સજાવેલું છે. ચારે બાજુ હર્ષોલ્લાસ છવાયેલો છે. વશીના મુખ પરથી મંદ હાસ્ય જાણે આલિંગન કરતું હોય તેમ દેખાવા માંડ્યું છે. ધીમે-ધીમે સાંજ પડતાની સાથે જ ઘોર અંધારું થવા માંડ્યું છે ! જાન બાજુના ગામથી રવાના થઈ ગઈ છે, તેવા વાવડ મળેલા છે. અંધારું વધુને વધુ ગાઢ થવા માંડ્યું, ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદી માહોલ છે વાદળો ક્યારે વરસી પડે તેવો 'અણસાર 'પણ નહીં! 

અચાનક મુશળધાર વરસાદ ચાલુ થઈ જાય છે. વાદળોનો ગડગડાટ.વીજળીનો ચમકાર!જોતાં ખ્યાલ આવે છે કે વરસાદ બંધ થવાનું નામ નહિ લે ! વશીના પરિવારને બહુ ચિંતા થવા માંડી હતી, વશી પણ વ્યાકૂળ થઈ ગઈ. જાન રવાના થઈ ગઈ છે,અધ-વચ્ચે આવી ગયેલ છે અને આ વરસાદ બંધ નહીં થાય તો, બહુ મોટી આફત આવી શકે છે.

સાંબેલાધાર વરસાદ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વશીના ઘેર વાવડ મળ્યા કે, જે માર્ગે જાન આવી રહી છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જાન ડૂબી શકે એમ છે. વશીને સમાચાર મળતા જ દોડી જાન ભણી... શ્વાસ પણ ફુલાઈ ગયો છે, તેને કંઈ સમજાતું નથી શું કરવું એ દોડતી જ જાય છે. ત્યાં જઈને જુએ તો જાન ખરેખર ડૂબી રહી છે. જાનૈયાઓ, નાના બાળકો અને સાસરી પક્ષના તેના પરિવારના સભ્યો ડૂબી રહ્યા છે. જાનૈયાઓ એક બીજાને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. વશીને તરતા આવડતું હતું એટલે એને પણ પાણીમાં ઝંપલાવ્યું.

મધ્ય રાત્રિનો સમય છે. વશી ઝડપથી જાનની જાન બચાવવા પૂરેપૂરી કોશિશ કરી રહી છે. સમય વીતતો જાય છે વશીનું શરીર પણ આસક્ત થતું જાય છે. પરોઢિયાની તૈયારી છે ચારે બાજુના ગામડાના માણસો પણ આવી ગયા છે, જાનૈયા એકબીજાને હેમ - ખેમ જોઈ રાજી રાજી થઈ રહ્યા છે.વશીનો પરિવાર પણ ઘટનાસ્થળે આવી જાય છે.બધા ખુશ થઈ કિકિયારીઓ પાડે છે. 

પણ, વશી ક્યાં ?

ત્યાંજ બધાની નજર એક મોટી શીલા પર પડે છે, ઘસીને ત્યાં જાય છે. વશીના શરીરમાં બહુ બધુ પાણી જતું રહે છે, આશક્તિના કારણે વશીની આંખે અંધારા આવવા માંડે છે.તે જ માંડવો,તે જ ફૂલોથી શણગારેલું ઘર !

અને વશી હંમેશા માટે આંખો મીંચી દે છે..!!!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational