Jasmin Purohit"kamlesh"

Drama

3  

Jasmin Purohit"kamlesh"

Drama

મારી સપ્તરંગી વાતો

મારી સપ્તરંગી વાતો

4 mins
325


દાન

દાન પણ નિઃસ્વાર્થ એટલે કે સ્વાર્થ વગર નું હોવું જોઈએ, સ્વાર્થની વૃત્તિથી કરેલ દાન એ દાન ને યોગ્ય નથી.

દાન મોટે ભાગે નાણાકીય મૂલ્ય નાં વિનિમય દ્રારા કરવામાં આવતાં હોય છે. મોટા ભાગ નાં લોકો પોતાની પ્રતિષ્ઠા વધારવા દાન કરતા હોય છે, દાન એ કોઈ વસ્તુ, સેવા કે નાણાકીય મૂલ્ય મા હોઇ શકે.

આજ કાલ નાં લોકો કોઈ સ્કૂલ મા સિલિંગ ફેન દાન મા આપે તો તેનાં ત્રણે પાંખિયા પર ત્રણ પેઢી નાં નામ કોંતરવી ને આપે છે..

હું એમ નહીં કેહવા માંગતો કે, દાન ન કરવું જોઈએ! જરૂરિયાતનાં સ્થળે તેની જરૂરિયાત કરતા વધું પ્રમાણમાં કરવું જોઈએ. તો તે દાન પણ, આપણાં પુણ્યમા વધારો કરશે.

દાન કઈ રીતે કરવું એ આપણાં પર નિર્ભર છે-આપણી વિચારધારા, ઇચ્છાશક્તિ, માનસિક વલણો વગેરે બાબતો પર આધારિત છે.

જયારે અમુક વ્યક્તિઓ દાન કરે ત્યારે સંપુર્ણ પેઢી એટ્લે કે દાદાથી માંડીને પ્રપૌત્ર સુધી નો સમાવેશ કરી નાખે છે તો અમુક ફક્ત 'રામ ભરોસે' શબ્દ નો ઉપયોગ કરે છે. બન્ને વ્યક્તિઓ દાન જ કરે છે પરંતું વિચારધારા જુદી જ છે.

ધારો કે, આપણે મંદિરની અંદરની દાન પેટીમાં દાન આપવાના બદલે કોઈ ગરીબની મદદ કરીએ તો તે દાન જ કહેવાય. જે આપણાં પુણ્ય નાં પારા ને ઊંચો લઈ જવામાં મદદ તો કરે જ છે ને!!


કાર્ય.

દિલ થી કરેલું કોઈ પણ કાર્ય નિષ્ફળ જતું નથી અને કદાચ નિષ્ફળ થાય તો તેમાં વાંક હંમેશા તે કાર્ય પ્રત્યે નો લગાવ હોય છે.

કાર્ય ને હંમેશા પ્રથમ મહત્વ ની દ્રષ્ટિએ જોવું જોઈએ,જેમા પુરુષાર્થ, મનની શાંતિ વગેરે ને પ્રાધાન્ય આપવું જોઈએ.

કાર્ય અંગે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હોવો જોઈએ.

ધારો કે, કોઈ લાયકાત આધારિત કાર્ય કાર્ય હોય તો તેમાં લાયકાત ને નહીં પણ પ્રથમ કયુ કાર્ય મહત્વ નું છે તેને પ્રાધાન્ય આપવું જોઈએ.

કાર્ય અંગે તે માટેની વ્યૂહરચના ઘડવી જોઈએ, તે માટે અનુભવ અને આવડત બન્ને જરુરી હોય છે.અહંકાર.

'હું', 'હું બ્રહ્મ છું', ,હું જ છું' આ અહંકાર દર્શાવે છે. અહંકાર રાખવો જરુરી છે પણ સામે ખોટા આવેગો, ખોટી વૃત્તિ અને ખોટી અભિલાષાનો ત્યાગ જરુરી છે. મારા શબ્દોમા કહું તો અહંકાર થી જ મનુષ્ય ધારેલ કાર્ય સિદ્ધ કરી શકે છે..ભૂલ.

ભૂલ એ જાણી જોઈને કે અજાણતા થતી હોય છે.

ધાર્મિક બાબતોમાં પણ કોઈ વ્યક્તિ દ્રારા ભૂલ થાય તો તે ક્ષમાયાચના માટે ઇચ્છા શક્તિ પ્રમાણે ભોગ અર્પણ કરે છે. અમુક સમયે આપણાંથી ભૂલ થઈ નાં પણ તે સંજોગોમા તે ભૂલ તરીકે સ્વીકારવી પડે છે.

મારા અનુભવનું ઉદાહરણ એક ટૂંકી વાર્તા સ્વરૂપે રજુ કરૂ છું..

"અમારાં ખેતર મા એક દિવસ મારી નજરે સાપ પડયો! સાપ ફેણ ચડાવીને અચાનક જ મારી સામે આવી ગ્યો. મારા હૃદયના ધબકારા પણ વધી ગયાં. ઘણી વાર થઈ પણ તે આમ ને આમ જોઇ જ રહ્યો, હું બાજુ માંથી ચુપકે થી નીકળી ગ્યો. પાછા ફરતી વખતે જોયુ તો, તે સાપ એ જ સ્થિતીમા ત્યાં જ હતો!! મે મનોમન કાંઇ ભૂલ થઈ હોય તો ક્ષમા માંગી અને ઘરે જઇ તેમનાં નામનો દીવો પ્રગટાવું તે પણ કહ્યુ; હું ઘરે આવ્યો. સાંજ નાં સમયે જોવા ગયો પણ સાપ ત્યાંથી ડગવાનું નામ પણ નહતો લેતો! મને હવે ડર લાગવા માંડયો, થયુ લાવ, ને દૂર વાડ મા મુકી આવુ પણ છંછેડાશે તો કરડશે આવી બીક ને કરણે નજીક પણ નાં ગ્યો.

છેવટે વિચાર્યું કે હવે રાત્રિ નાં સમયે ચાલ્યો જશે,એમ વિચારી હું આવતો રહ્યો.

સવાર નાં સમયે હુ ત્યાં ગ્યો-જોયુ તો સાપ તે જ જગ્યા એ મરણ પામેલો હતો. મારી આંખોમાંથી આંસુ આવી ગયા! કદાચ એ સાપ ને કોઈ શારિરીક તકલીફ હશે; ને મૃત્યુ પામ્યો હશે. મારા પરિવારે વિધિપૂર્વક સુવર્ણ ને જળ સાથે સ્પર્શ કરી એ સાપ પર છાંટી ઢળતી સાંજે અગ્નિ સંસ્કાર કર્યા".જરૂરિયાત.

જરૂરિયાત એટલે મનુષ્ય હોય કે પ્રાણી આ સૃષ્ટિમા આવ્યાં પછી જરુરી એવી બધી જ વસ્તુઓ. 

કોઈ પણ જરૂરીયાત જ્યારે વધી જાય છે ત્યારે તે એક અનોખું જ રુપ ધારણ કરે છે, જે રુપ હાનિકારક પણ હોઇ શકે.

મનુષ્ય હોય કૈ પ્રાણી જરૂરિયાત ને સંતોષવા હકારાત્મક કે નકારાત્મક બન્ને વૃત્તિથી જરૂરિયાત ને સંતોષી શકે.ઉપવાસ.

મારા શબ્દોમા કહું તો 'પ્રભુ સમર્પિત દિવસ' એટલે ઉપવાસ.

એ દિવસ ભૂખ્યા રહીને પ્રભુનું નામ લેવું.

મહાત્માઓ,વિદ્વાનો ઉપવાસ વધું પ્રમાણ મા કરતા હોય છે.

પ્રભુની સ્તુતિ, આરાધના અને પોતાને યોગ્ય ફ્ળ પ્રાપ્તિ માટેનો એક માર્ગ એટ્લે ઉપવાસ. એમ કહું તો ચાલે!

લોકો ઉપવાસ ઘણાં પ્રકારે કરતા હોય છે- કોઈ એક દિવસ તો કોઈ તેનાથી પણ વધું! કોઈ અન્ન નો ત્યાગ કરે તો કોઈ અન્ન-જળ બન્ને નો ત્યાગ ઉપવાસનાં દિવસે કરે છે.. લોકો વારે-તહેવારે ઉપવાસ કરતા જ હોય છે.

અમુક વ્યક્તિઓ ઉપવાસ પણ એવી રીતે કરે છે કે તે ઉપવાસ ગણાતો જ નથી, 

ધારો કૈ ઉપવાસ નાં દિવસે કોઈ મીઠાશ વસ્તુ નાં ખાવાની હોય તો તે દિવસે મીઠાશ સિવાયની અન્ય સામગ્રીઓનું વધું પ્રમાણમા સેવન કરે છે.. તો તે ઉપવાસ ના કહેવાય..

ઉપવાસ કોઈ અસત્ય, હાનિકારક પ્રશ્નો સામે પણ કરવામાં આવે છે. જેમકે, આપણાં રાષ્ટ્રપિતા ગાંધીજી દ્રારા કરવામાં આવેલા ઉપવાસ...જે અહિંસા નાં પૂજારી હતાં..

વિદ્વાનો,મહાત્માઓ પુરી શ્રધ્ધાથી ઉપવાસ કરે છે તેથી તેમણે યોગ્ય સમયે ફ્ળપ્રાપ્તિ પણ થાય છે.


પુણ્યપ્રાપ્તિ માર્ગ.

હરે કૃષ્ણ,હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે....હરે રામ, હરે રામ રામ રામ હરે હરે.


Rate this content
Log in

Similar gujarati story from Drama