લઘુકથા- ઈશ્વર સ્તુતિ
લઘુકથા- ઈશ્વર સ્તુતિ


શાળાનાં પ્રાંગણમાં કાર્યક્રમની શરૂઆત.
પહેલા દીપ પ્રાગોટય કરવામાં આવી રહ્યું છે. અજય ને આ દૃશ્ય નવાઈ નું લાગે છે, પહેલા ધોરણમા ભણતો અજય પોતાના ગુરુજી ને આ પ્રશ્ન પૂછે છે; ગુરુજી કાંઇક આવી રીતે પ્રત્યુત્તર આપે છે.
કોઈ પણ કાર્ય ને સફળ અને સારી રીતે પુર્ણ કરવા ઇશ્વર ની સ્તુતિ કરવા માટે દીપ પ્રાગોટય કરવામાં આવે છે.
જેમકે, બાળપણમાં મારુતિનંદન હનુમાન ને જાદુઈ મંત્ર "રામ" તેમનાં ગુરુજી પાસેથી મળ્યો હતો.
તેં કોઈ પણ કાર્ય ની શરૂઆત પહેલા ભગવાન શ્રી રામનું નામ લેતા.
અને, તેં કાર્ય સફળ રીતે પૂર્ણ કરતા.
અજય તેં દિવસથી જ કોઈ પણ કાર્ય કરતા પહેલા ઇશ્વરનું નામ લઇને જ તેની શરૂઆત કરતો.
"શુભ કાર્ય ઇશ્વર નામે સફળ"