Jasmin Purohit"kamlesh"

Others

2  

Jasmin Purohit"kamlesh"

Others

કોરોનાની સગાઈ

કોરોનાની સગાઈ

2 mins
55


 "કોરોના ની સગાઈ" સાલુ નવાઈ લાગે છે ને, લોકડાઉન ચાલી રહ્યું છે ભાઈઓ. આપણને તો ખબર જ હશે લોકડાઉનમાં કેવી કેવી પરિસ્થિતિઓ, પ્રશ્નોનું આપણે સામનો કરવો પડે છે રોજ- બરોજની પ્રવૃત્તિઓમાં આપણ ને લોકડાઉનની અસર તો જોવા જ મળે છે. સવારે આપણે જ્યારે ઊઠી અને મંદિરમાં જઈએ ત્યારે મંદિરના જે એક ઘંટ નાદ ઉત્તમ સાંભળવાનું મળે છે ત્યારે સાંભળવા મળે છે કે નહીં મળતો કારણ કે તેના સ્પર્શથી કોરોનાની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે માટે તે મંદિરના ઘંટ ઉતારી લેવામાં આવ્યા હોય છે, ભાઈઓ આપણે જોઈ શકીએ છીએ કોરોના ના સમયમાં જેમ કે મંદિરે મંદિરમાં કેટલાક ભક્તો હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તેમાં ત્યારે ભગવાન શંકરના મંદિરે કેટલાક ભક્તો જઈ રહ્યા છે તે માટે વિવિધ સુવિધા સેનેટાઈઝર જેમાં હાથમાં કીટાણું નાશ કરીને દર્શન કરવા જઈએ. એ પણ એક નવાઈની વાત તો છે ને ભગવાનના મંદિરે જવું પડે છે તો પણ આપણે કોરોનાનો ડર છે બીજી રીતે જોઈએ તો આપણે આપણા ઘરે જ જે પરિવાર ભેગો થઈને રોજ-બરોજની પ્રવૃત્તિઓ કરે છે તે માટે અનેક સુખદ બાબત કહેવાય. કારણ કે વર્ષમાં પરિવાર અમુક સમયે ભેગો થતો હશે આપણે આ લોકડાઉન સમયમાં વિવિધ પ્રશ્નો અને મુશ્કેલીઓ અને સુવિધાઓ જે છોડવી પડે છે, સામનો કરવો પડે છે, આપણને ખબર છે, આપણા ઘરમાં દીવાલ સ્વચ્છ છે કે નથી એ ખબર જ હશે. કારણ કે આપણે ઘેર છીએ આપણે આપણા મમ્મી-પપ્પા જેમના મોઢા ના ગાલ પર કેટલી કરચલીઓ પડી છે તે પણ હાલ જ ખબર પડી છે કારણ કે અન્ય બાબતોમાં થતી મુશ્કેલીઓ આ સમયમાં જ ખબર પડે છે, હા, એક વાત એ રજા છે બાળકો માટે સ્કૂલો બંધ છે એ માટે રજા. લોકડાઉનમાં તમે લોકો એક બાબત પર ધ્યાન આપ્યું જે આપણા માટે લોકો માટે દેશની વસ્તી માટે કેટલું દુઃખ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે જેમાં ડોક્ટરો સફાઈ કામદારો દૂધવાળાઓ ફેરિયાઓ આપણાં રાજનેતાઓ દેશના મુખ્ય પ્રધાનનું અન્ય રીતે દેશની સરહદ પર કામ કરતા વીર બહાદુર સૈનિકો જેઓ કેટલી મુશ્કેલીઓનો સામનો કરીને પણ આપણી રક્ષા આપણે નિરાંતે ઊંઘી શકીએ તે માટે પરાક્રમ વીરતા વગેરે નું પ્રદર્શન કરે છે.

લોકડાઉન માં તમે લોકોએ જોયું આપણા દેશમાં પર્યાવરણ કેટલું સ્વચ્છ થઈ ગયું છે દેશના રસ્તાઓ નદીઓ વગેરે કેટલાક સ્વચ્છ થઈ ગયા છે ગમે ત્યાં ગમે તે વિસ્તારમાં ગંદકી નોકરીઓ વગેરે ઓછા પ્રમાણમાં જોવા મળે છે કારણ કે આપણે ઘેર છીએ.

લોકડાઉનની શરૂઆતના સમયમાં આપણને નવા નવા ઘરના કામ કરવામાં ખૂબ જ મજા આવતી પણ ધીરે ધીરે એ મજા આપણને આવવાની બંધ થઈ કારણ કે રોજના એક કામ કરીને આપણને પણ કંટાળા જેવી સ્થિતિ લાગવા માંડી ક્યાં જઈએ કોને કહીએ ના ઘેર જઈએ રોજનું રોજ મમ્મી-પપ્પાનું એ જ સાંભળવાનું ભાઈઓ સાથે લગાડવાનું એ પણ એક મજા છે અમુક દ્રષ્ટિએ જોવા જઈએ તો લોકડાઉન ફાયદાકારક છે અને નુકસાનકારક તો નથી, હા કંટાળાજનક છે એવું માનું છું. તો મજા આવીને બધાને !


Rate this content
Log in