સંબંધ
સંબંધ


"સંબંધો પણ એક નાના છોડ જેવા છે.
છાંયડે લીલા રહે છે અને,
તડકામાં સુકાઈ જાય છે.."
વર્ષો લાગતાં જ હશે કદાચ સંબંધ મજબૂત કરતા !
હું વિચારું તે દ્રષ્ટિએ તો તુટતા કદાચ એક પળ પણ વધુ પ્રમાણમાં કહેવાય. સબંધ કોઈ જોડે કે જે વિચારોથી, લોહીથી, આકસ્મિક રીતે, ભૂલથી અથવા જાણીજોઈને કરેલ બંધન જેવી વ્યાખ્યા આપીશું.
રસ્તા પરથી પસાર થતા હોઈએ ત્યારે બાજુમાં ચા-વાળાના ફક્ત અવાજથી જ ભૂતકાળ અને વર્તમાનના સંસ્મરણોને તાજા કરવા પડતા નથી પણ તાજા થઇ જાય છે; જીવંત વાક્યો બની જાય છે જાણે તે આપણને કંઈક જુદી જ લાગણીઓમાં પરોવાયેલા સંબંધોને આકર્ષે છે.
હું અને "મારો મિત્ર" અજીબ વાક્ય લાગે છે!! ને આ સાચે જ 'મારો મિત્ર' કંઇક અલગ જ પ્રતિક્રિયા ઉભી થાય છે. કોઈક વ્યક્તિ, વસ્તુ પર આપણો હક. સંબંધ ફક્ત વ્યક્તિ પૂરતો જ નથી,કોઈ વસ્તુ-પ્રાણી કે ગમે તે સાથે હોઈ શકે.જે અગાઉ કહ્યું તે પ્રમાણે હક દર્શાવે છે.. સંબંધ થી લાગણી ઉદ્ભવતી નથી પણ, જ્યાં લાગણી હ
ોય ત્યાં સંબંધ થઈ જ જાય છે. પરસ્પરની ભાવનાઓની એકાગ્ર કરે તે સરળ અર્થમાં "લાગણી" કહીએ તો ચાલે. લાગણીઓમાં સમર્પણ, ત્યાગ ને સ્થાન આપીએ તો તે યોગ્ય જ કહેવાય. સંબંધનું આયુષ્ય એ વર્તમાન પરિસ્થિતિ મુજબ નક્કી થાય છે. જરૂરિયાતને સમયે સંબંધો નો ઉપયોગ એ જ તેનું આયુષ્ય નક્કી કરે છે જે સમય સાથે તેનો ખ્યાલ આપે છે. આપણા કર્મોને આધીન અનેક સારા કાર્યો ઉપરાંત એક ખરાબ કાર્ય પણ આપણા સંબંધનો અંત આણી શકે છે. પરસ્પર લાગણીઓને ધ્યાનમાં રાખીને કરેલ કર્મ સંબંધની સીડી મજબૂત બનાવે છે જે એક અલગ જ માર્ગે પ્રયાણ કરે છે.
સંબંધોનું માળખું પરિવારોનું સર્જન કરે છે. વ્યક્તિની ઇચ્છા શક્તિ વિરુદ્ધ કે સાપેક્ષ કાર્ય એક અલગ જ માર્ગ ખુલ્લો કરે છે, જે સંબંધોનો આધાર સ્તંભ કે સંબંધોનો અંત નક્કી કરે છે.. મોહ, અહંકાર, ઈર્ષા, લાલચ, ભય વગેરે વિકારો મનુષ્યને સંબંધની કઠોર પરીક્ષાને પાર કરવામાં અડચણરૂપ થાય છે પણ, વ્યક્તિ પ્રેમ, સહકાર, સાહસ વગેરે ગુણોને કારણે તે કઠોર માર્ગને પણ સરળ બનાવે છે.
સબંધ ઊંચ-નીચ, નાનું-મોટું વગેરે બાબતોને પ્રાધાન્ય આપતો નથી. સંબંધ વ્યક્તિઓ વચ્ચે રહેલી ભાવનાઓ, લાગણીઓ અને આત્મતિયતા ને પ્રાધાન્ય આપે છે સંબંધ કોઈ ચોક્કસ સમયે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થતો નથી અને આકસ્મિક રીતે થઇ જાય છે.
આપણે દરેક સંબંધને નામ આપીએ છીએ." સંબંધને નામ આપવાની કોઈ જરૂર નથી હોતી, ફક્ત દિલથી નિભાવવાની જરૂર હોય છે".