The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Jasmin Purohit"kamlesh"

Drama Tragedy

4.3  

Jasmin Purohit"kamlesh"

Drama Tragedy

હૈયા નું રુદન

હૈયા નું રુદન

2 mins
666



આજે "અજય" આવવાનો છે!!! આશાએ દાદાજી ને કહ્યુ,

દાદાજીએ,ગળગળા થઈ ને હકાર મા માથું હલાવ્યું.. 

આશાનો ફઇનો છોકરો અજય આજે અમેરિકાથી આવવાનો હતો. તે એમ.બી.એ કરીને નોકરી માટે અમેરિકા પાંચ વર્ષ પહેલા ગયો હતો. ત્યાં જતા જ એકાદ મહિનાની અંદર સારી એવી નોકરી પણ મળી ગઈ હતી.

અજય નાં કુટુંબ મા કોઈ જ નહોતું, તે બાળપણથી જ તેનાં ફઈ ને ત્યાં રહીને મોટો થયો હતો. સ્વભાવે રમુજી, દેખાવે ઘઉંવર્ણો, આંખોથી બહુ જ સુંદર દેખાતો.


પાંચ વર્ષ થી રોજ એ ટપાલથી જણાવતો કે,આજે આવવાનો છે; આજે આવવાનો છે...પણ અત્યાર સુધી તેની "આજ" થઈ નહોતી. પાંચ દિવસ પહેલા આવેલી ટપાલ પરથી આશા એ અજય આજે આવવાનો છે, તેમ બધાને કહ્યુ,.


દાદાજી ને કોણ જાણે આજે ઉત્સાહ કેમ નહોતો! સવારથી જ બસ આંખો બંધ કરીને આરામખુરશી મા બેઠા હતાં.

દાદાજી ને અજય બહુ ગમતો. નાનો હતો ત્યાર થી માંડી ને અત્યાર સુધી તેં દાદાજી નાં હાથે જમતો, આજે કોણ જાણે કેમ દાદાજી સવારથી જ ઉદાસીન બની ગયા હતાં.

દાદાજીની એક રોજની આદત; તેઓ રોજ સાંજ-સવારે તેમની રૂમ અંદર કબાટ ને ખોલી ને રોજ પાંચ મિનીટ જુએ,અને પછી તાળું મારી ને બહાર આવે. બધાંને આ કુતુહલ નવાઈનું લાગતું,આશા રોજ પુછતી, પણ દાદાજી હસીને વાત જવા દેતા.


બધાં તૈયાર થઈ ગયા હતાં. સ્ટેશને અજય ને લેવા જવાનું હતુ....આશા દાદાજી ને બોલાવવા તેમનાં રૂમ તરફ ગયી. દાદાજી આરામખુરસી પરથી ઉઠીને કબાટની અંદર રોજની જેમ જોઇ રહ્યાં હતાં..આશા એ ચુપકે થી જોયુ... તો આ શુ????

તેનાં મોંમાંથી કારમી ચીસ નીકળી ગઈ.


તેની આંખોમાંથી અશ્રુની ધાર છૂટી પડી,જાણે કે તેની પગ નીચેથી જમીન સરકી ગયી હોય!!!!

"કબાટ મા અજયનો ફુલહાર ચડાવેલો ફોટો અને તેની સામે દાદાજી દીવો પ્રગટાવીને રડી રહ્યાં હતાં".


આશાથી જોરથી રડી લેવાયું..દાદાજી ને વાસ્તવિકતા નો ખ્યાલ આવતાં આશા ને બાથમા ભરીને તેઓ પણ રડી ગયા, આટલા વર્ષ નાં દુઃખ ને રડીને હળવું કર્યું.


કોણ જાણે! આજે આંસુઓની સાથે સાથે બે જીવોનાં હૃદય પણ કરુણ રુદન કરી રહ્યાં હતાં...થોડી વાર પછી દાદાજી એ સ્વસ્થ થઇને હકીકત જણાવી.


અજય નોકરી મળ્યાનાં એક વર્ષ પછી પાછો ફરી રહ્યો હતો,પાછા ફરતી વખતે રેલ્વે અકસ્માતમા તેને જીવ ગુમાવ્યો હતો..

પછી રોજ ની એ ટપાલ પોતે લખીને મુકી આવતાં તે પણ જણાવ્યું!! પછી રોજ સવાર-સાંજ કબાટ ખોલી ને અજય સામે રડતા હતાં..સમગ્ર વાતો જણાવી એક નિસાસો નાખ્યો!!


આશાનાં ગાલ પર આંસુઓ પાણીની જેમ વહી રહ્યાં હતાં...

થોડી પળો માટે બન્ને હૈયા મૌન રહ્યાં.


Rate this content
Log in