STORYMIRROR

Kamlesh Purohit 'Jasmin'

Inspirational

3  

Kamlesh Purohit 'Jasmin'

Inspirational

માનવતાની મીઠાશ

માનવતાની મીઠાશ

3 mins
669

 એ દિવસે, જરાક હું વહેલો જાગ્યો. મને ખબર હતી કે, ડીસાથી ભુજની ટ્રેન બપોરના બાર વાગ્યે નીકળશે. આગળના દિવસ નો થાક વધું હોવાથી શરીરમાં થાક હજી પણ અનુભવી રહ્યો હતો.

લાવને થોડો આડો થઈ જાઉ. આડો થવા જ ગ્યો, ત્યાં તો બારણું ખખડ્યૂ' મમ્મી એ કહ્યુ, મંદિરે જઈ આવ. હું નહાઈ ને મંદિરે પહોંચ્યો પણ ત્યાં જ સામી એમ્બ્યુલન્સ મળી. મંદિરે જવાને બદલે મનોમન એમ્બ્યુલન્સ ની અંદર બીમાર માણસની સલામતીની પ્રાથના કરી પાછો ફર્યો. જમીને હું રવાના થયો ડીસા તરફ......ટ્રેન ને હજી કલાકેક વાર હતી.


મુસાફરીમાં કંટાળો નાં આવે તેં માટે મારી આંખો એક સાથી ને શોધી રહી હતી. ત્યાં જ અચાનક એક બહેને પુછ્યું, ભુજની ટ્રેનને કેટલી વાર છે ભૈ? ત્યાં જ હું ખુશ થઈ ગ્યો. સાથી મળી ગઈ. બહેન આશરે ત્રીસેક વર્ષનાં હશે.

સાડા બાર વાગ્યે ટ્રેન ડીસાથી ઉપડી, અમે ખાલી સીટ જોઈને ગોઠવાઈ ગયા. ભુજ હું પરીક્ષા આપવા માટે જઇ રહ્યો હતો. બહેન સ્વભાવે રમુજી હતાં. ઘણી વાતો કરી, ખબર નાં પડી ક્યારે ભુજની નજીક આવી ગયા; થોડીક વાતો કરી હું જૂના ગીતો સંભાળવા બેઠો, પછી થોડુંક વાંચી સુઈ ગ્યો.

ટ્રેન છેક ભુજ સુધી જતી નહોતી. એક સ્ટેશને અમે ઉતાર્યા. (નામ યાદ નહીં) હવે અમારે બસ પકડવાની હતી ભુજ ની.


બસ પકડતા પહેલા પેટમાં આંતરડાનો અવાજ આવતો હતો, માટે હોટેલ શોધવાની જરૂર હતી. આખરે એક હોટેલ મળી; જમવામાં બાફેલા બટાટા નું શાક, કાચી-પાકી રોટલી. મસાલો જાણે ફ્રી મા વેચાતો હોય એટલો નાખેલો. ભૂખ ઘણી લાગી હતી પણ ભોજન જોઇ ને આંતરડા પણ શાંત થઈ ગયા. જમી ને બસ સ્ટેશનથી છેક ભુજ ની બસ પકડી; જગ્યા નો અભાવ હોવાથી છેલ્લી સીટ મળી. હેરાન થતા થતા આશરે રાત્રે નવ વાગ્યે ભુજ ડેપો એ ઉતાર્યા. હવે આગળ એક મુશ્કેલી નો સામનો કરવાનો હતો, રાત્રે રહેવું ક્યાં? કોઈ ની ઓળખાણ નહીં, મુંજવણ વધું હતી. પેલા બહેન તો તેમનાં સંબંધી ત્યાં જતા રહ્યાં..હવે રહ્યો હું એકલો! ક્યાં જવું એજ વિચાર વારંવાર હેરાન કરી રહ્યો હતો. ગેસ્ટહાઉસ મળ્યું હોત તો સારુ થાત; આખરે મળી જ ગયું. વી.આઈ.પી.ગેસ્ટહાઉસ નામ હતું, નામ પ્રમાણે જ સુશોભિત હતુ.અંદર જઇને કાઉન્ટર પર રેટ(ભાડું) પુછ્યું; સાંભળીને અચંબો થયો, બે હજાર! રાત હવે બીજા પહોર મા હતી. વિચાર્યું, લાવ બીજે ક્યાંક સસ્તા મા મળી જશે,થોડીક આશા સાથે બીજે ગ્યો. પણ ત્યાં જ આ ભાવ હતો, છેવટે, આખી રાત જાગતા રહેવાનું વિચાર્યું અને રાત હવે રોડ ની બાજુમાં વીતાવવી..પણ ઇશ્વર બધાનું વિચારે તેમ મારુ પણ વિચાર્યું.બાજુમાં જ બસસ્ટેશન હતું, એક બસ ડ્રાઇવર(જગુભૈ)વાત વાત મા દોસ્તી થઈ ગઈ અને તેને ઊંઘવા માટે બસ ઉપર ના ભાગ પર ગાદલાની પથારી કરી દીધી, મનોમન જગુભૈ નો આભાર માન્યો..અનેક વિચારો,થાક સાથે પડતાં ની સાથે જ ઉંઘાઈ ગ્યો. સવાર મા આઠેક વાગ્યે આંખો ખોલી; જગુ ભૈ એક કટિંગ(ચા) લઇ ને આવ્યાં હતાં. સ્વચ્છ થઇ ને ચા પીધી, પરીક્ષા સ્થળ ત્રણેક કિ.મિ.દૂર હતું..જગુ ભૈ એ એક રીક્ષા મા બેસાડી રવાના કર્યો. જગુ ભૈ ની આંખો મા તેં વખતની લાગણીઓ જોઇને મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, છેવટે હું પરીક્ષા આપી ઘેર પાછો ફર્યો..જગુ ભૈ ની માનવતાની મીઠાશ હજુ પણ યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational