આજની કહાની
આજની કહાની
આજકાલ ચુંબકીય આકર્ષણ થાય પછી લગ્ન માટે ઘણી બધી શરતો સ્વીકારી લે છે પછી એ ચુંબકીય આકર્ષણ પૂરું થાય અને વાસ્તવિક સામે આવે ત્યારે એનું શું પરિણામ આવે છે એ સત્યઘટના પર આધારિત નાટય રૂપાંતર કર્યું છે.
અનેરી : - " ડાર્લિગ, હવે મને અહી સાસરીમાં નથી ફાવતું,"
લોકેશ : - " કેમ શું થયું બેબી ? "
અનેરી : - "જો મને રસોઈ કરતા નથી આવડતી અને રોજ રોજ કિચનમાં જવાનો ખુબજ કંટાળો આવે છે, ડાર્લિગ લગ્ન પહેલા જ મેં કીધું હતું, મને ચા પણ બનાવતાં નથી આવડતી તો તે કહ્યું હતું કે બેબી હું બેઠો છું. "
લોકેશ :- " વાત તો તારી ઠીક છે પણ તે એવું કહ્યું હતું ને બેબી હું બધું જ શીખી લઈશ. "
અનેરી :- જાનું... રડમસ અવાજે.
લોકેશ : - " બેબી આ એક જ કારણ છે તને અહીં ન ફાવવાનું !"
મારી મમ્મી તને શીખવાડવાનો પૂરો પ્રયત્ન કરે છે. તો તું પણ થોડીઘણી તો કોશિશ કરી જો ને..
મમ્મી રોજ સવારે આપણા બન્નેનાં ટીફીન રેડી રાખે છે અને આપણે ઓફિસ જતા રહીએ છીએ. સાંજે આવતા આપણને રસોઈ રેડી જ હોય છે. તારે તો મમ્મીને ફક્ત મદદ જ કરવાની હોય છે બેબી તે પણ તને નથી ફાવતું ? "
બને એટલી મીઠાશ અવાજમાં લાવીને લોકેશ બોલ્યો ને અનેરીને પંપાળી રહ્યો..
અનેરી: - " પણ મારાથી સવારે વહેલાં ઉઠાતું જ નથી જાનુ.. . "
લોકેશ : -" હું તો જોઉં છું બેબી પછી પણ તું રાત્રે મોબાઈલ વેહલો બંધ કરી દે...
બેબી સમજ થોડું અહીં મદદ જ કરવાની છે મમ્મી ને જુદાં રેહવા જવાથી તો કેટલી બધી જવાબદારીઓ તારાં માથે જ આવશે.
ઘરના કામકાજમાં મદદ તો દેખાવ છે બેબી. "
અનેરી : - " જાનું... મારે અહીં નથી રહેવું.. મારી સ્વતંત્રતા છીનવાઈ જાય છે.. "
લોકેશ : - " ઓકે બેબી તું કહે તેમ થશે. હવે તો ખુશ ને ...!
હું મમ્મી, પપ્પા ને કહી દઉં છું કે નોકરીનાં સ્થળે જવા આવવામાં થાકી જવાય છે તો ઓફિસની નજીકમાં જ ફ્લેટ લઈ રહેવા જઈએ છીએ એ પહેલા એક અઠવાડિયુ અનેરી નાં મમ્મી, પપ્પા સાથે રહેવા જઈએ છીએ..
અનેરી :- ખુશ થઈ ને ભેટી પડી ને ઓ જાનું તું કેટલો સારો છે... આઈ લવ યુ કહીને ...
લોકેશ :- મારી બેબી ની ખુશી માં જ મારી ખુશી છે..
આમ કહીને અનેરીની હડપચી ઊંચી કરીને વ્હાલ કર્યુ.
ચલ બેબી તું ફટાફટ બેગ પેક કર હું મમ્મી પપ્પા ને સમજાવી વાત કરું છું, હું તારી સાથે તારી મમ્મીના ઘરે એટલે મારી સાસરી પક્ષમાં રહેવા આવું છું.
આપણે એક અઠવાડિયુ તારાં મમ્મી પપ્પા સાથે રહીએ ત્યાં સુધી હું ભાડાનું મકાન શોધી લઈશ..
પછી તો તને કોઈ વાંધો નહી આવે ને બેબી..
અનેરી :- થોડી વાર લોકેશ સામે એકટક જોઈ રહી અને પછી ચુપચાપ ઊભી થઈ ગઈ અને બેગ ને જરૂરી સામાન પેક કરવા લાગી ગઈ "
લોકેશ :- માતા-પિતા ને વાત કરી ને આવ્યો.. બેબી તો ચાલ આપણે સાથે જઈએ. "
અનેરી રાજીની રેડ થઈ ગઈ ...
આમ આજકાલ ચુંબકીય આકર્ષણ પછી યુવકો જ યુવતીઓનાં ઈશારાથી નાચે છે અને પછી ઘર જુદા થાય છે અને પછી જુદા થાય પછી ઘરના કામકાજ ને બહારના ખાણીપીણીથી તંગ આવીને છૂટાછેડા થાય છે..
આજકાલ ની વાસ્તવિકતા રજૂ કરી છે.
