Bhavna Bhatt

Drama

1  

Bhavna Bhatt

Drama

આજે કાળી ચૌદશ

આજે કાળી ચૌદશ

2 mins
540



આજનો દિવસ છે શ્યામ ચતુર્દશી નો. જેને નર્ક રૂપ ચતુર્દશી પણ કહેવાય છે. આજના સાત્વિક, તાંત્રિકો અને માંત્રિકો ઉપાસના કરે છે. આજે આમ પણ શનિવાર છે અને હનુમાનજી ખરાબ વસ્તુઓ થી રક્ષણ કરે છે એટલે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે. મંત્ર - તંત્રની સાધના કરનાર સાધકો માટે આજની રાત ઘણી જ અગત્યની હોય છે. રાત રાતભર મંત્ર જાપની ધૂણી ધખાવીને બેસી જશે તાંત્રિકો અને માત્રિકો. યંત્રના આરાધકો યંત્રનું આલેખન કરશે. જાપ કરનારા જાપનુ જાગરણ કરશે.


કાળી ડિંબાગ રાત્રે સાધના નો સૂરજ ઉગશે. રાત ગમે એવી ગાઢ હોય પણ એના છેડે પ્રભાતનો ચંદરવો શણગારેયેલો હોય છે. અંધકાર જેટલો ગાઢ પ્રકાશનાં કિરણો એટલી જ તીવ્રતાથી પથરાઈ જાય છે. આજની રાતની વાત એટલી જ કે જીવનની રાહે અંધારી આલમનો ઓથાર છવાયો હોય. અવગુણોનું અંધારું અસ્તિત્વ ને ઉણું ઉતારતુ હોય છતાં ય જાપની જયોત પાપનાં તિમિર ને વિદારી નાખવા સક્ષમ છે.‌ પણ એના માટે જોઈએ જાપમા જીવનની જીવંતતા તો જ અશક્ય કામ શકય બને સાત્વિક ભક્તિથી બાકી સ્મશાનમાં સાધવાથી કોઈ ચમત્કાર નથી થતો કે કોઈ ધન દોલત કે ભગવાન નથી મળતા માટે ખોટાં ભ્રમમાં રહેવું નહીં. જ્યાં જાત અને આત્મા થી એકાકાર નથી થવાતું ત્યાં કોઈ મંત્ર કે જાપ કામ નથી આવતાં. જ્યાં જાત નથી ભળતી ત્યાં પછી ભાત નથી ઉઘડતી. ભાત વગર પ્રભાત સાવ પીળું પીળું ભાસે. ચતુર્દશી ની રાતનો ચંદરવો ચારે છેડે સોહી રહે એવો કરજો જાપ. તો કાળી રાત પણ પ્રકાશી ઉઠશે અને જીવનમાં નવો અજવાસ પથરાશે.



Rate this content
Log in

Similar gujarati story from Drama