આઘાતની ઉત્પતિ
આઘાતની ઉત્પતિ
આઘાતની ઉત્પતિ તો સદીઓ પુરાણી છે.
જ્યારથી માનવ સમુદાય અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આઘાત લાગવાનું ચાલુ થઈ ગયું. પણ પહેલાં ઓછા હતા હવે વધી ગયા !
શું હાઈટેન્શન લાઈન જ આઘાત આપે છે !
ના….હાઈટેન્શનની લાઈન બહુ બહુ તો ચામડી બાળી મૂકે
અને એથી વધારે …...માણસને ઉપર પહોંચાડી દે
પણ ઘટનાઓનો આઘાત સીધો માનવીના મસ્તિષ્કને અસર કરે ! કરે છે એ અસર હૃદયની
પિતાજીની ટૂંકી માંદગી બાદ ચાલ્યા જવું
માતાને હાર્ટ એટેક આવવો અને અચાનક જગતને અલવિદા કહી દેવું !
જેની સાથે સંસાર માંડવાના સોણલા સેવ્યા હોય
એનુ પલાયન થઈ જવું
આઘાત વિનાની દુનિયા લગભગ ન હોઈ શકે. હોઈ શકે ?
અને આઘાત પણ કેવો નંઈ
એકદમ જ, પેલો અતિથિ કેવો આવી ચઢે
એમ આવી ચઢે !
કોઈ એને એવું કહી શકે કે " અય આઘાત, તુમ કબ જાઓગે ? "
લાગે છે એવું….કહું
કે આઘાત જીરવવાની પ્રેક્ટીસ પાડીએ તો !
જે હાલ જીવીત છે એમને મૃત કલ્પી લેવા !
મનમાં ચિત્ર ખડું કરવું
ઘરમાં એક મૃતદેહ પડેલ છે.
એ મૃતદેહના માથા પાસે માટીની નાની માટલી છે.
એમાંથી ધૂમાડો નીકળી રહ્યો છે
સ્વજનો આવીને મગરના આંસુ પાડી રહ્યા છે
કેટલાકે તૈયારીમાં લોટી કરાવી દીધી છે.
એટલે કે માથાના વાળ કાપી નંખાવ્યા છે.
કિચનના પ્લેટફોર્મ પર તપેલીમાંની ચા પીધા વિનાની એમને એમ પડી રહી છે. સફેદ રંગની સાડી અને કાળા રંગના બ્લાઉઝમા ; સ્ત્રીઓની આકૃતિઓ વિલાપ કરી રહી છે. આંસુઓ ગાલ સુધી આવીને સૂકાઈ ગયા છે.
આ તો હિન્દુ વિધિ પ્રમાણેનું થયું.
ખ્રિસ્તીમા પાદરી કે ફાધરને બોલાવવા માટેની દોડધામ ચાલતી હોય છે. ઈસ્લામમાં કંઈક જુદી રીતે થતું હશે
એક- બે જણ કાન પાસે મોબાઈલ રાખીને " બહુ ઉતાવળ ન કરશો શાંતિથી આવજો. દસ વાગે કાઢવાના છે" જેવા વાક્યો કહી રહ્યા છે.
આ તો મૃત્યુનો આઘાત જીરવવાની પ્રેક્ટીસ થઈ
આવા તો બીજા કેટકેટલા આઘાત હોઈ શકે
બહુ વિચાર કરતાં એવું લાગે છે કે આઘાત તો રડીને કે હસીને જીરવવો જ રહ્યો.
