આઘાત-પ્રત્યાઘાત
આઘાત-પ્રત્યાઘાત


અંજન…
અંજન નામ હતું.
ડોલી ફરી પાછી તેના કારોબારમાં પ્રવૃત્તિ બની જ્યારે જ્યારે દરિયાકિનારે જતી ત્યારે તેની નજર અંજારની તલાશમાં રહેતી…!
અને એક દિવસે તે 'રાની બાર' માં બેઠી હતી ત્યાં તેના કાને એક પરિચિત અવાજ પડ્યો…'હેલ્લો'
'તમે…!' ડોલી આશ્ચર્ય સાથે બોલી.
'હા... હું. કેમ છો તમે?' અંજન બોલ્યો.
'મજામાં છું - બેસોને તમે…' ડોલીએ સામેની ખુરશી તરફ ઈશારો કર્યો.
'શું લેશો…?'
'કંઈ પણ ચાલશે… તે બોલ્યો.
ડોલીએ વેટર તરફ જોઈ કહ્યું: 'બે કિંગ ફિશર.'
બીયર પીવાઈ ત્યાં સુધી બંનેએ અધૂરો પરિચય પૂરો કર્યો. અને પછી તો ડોલીની જિંદગીમાં બહાર આવી…!
અત્યાર સુધી તો તેને એક પછી એક આઘાત મળતા. તેને કુદરત તરફ ભારોભાર રોષ હતો. તે એક અતિ શ્રીમંત કુટુંબમાં જન્મી હતી. પરંતુ આ સાધન-સંપન્ન ભૌતિક સુખ તેને સાચા અર્થમાં સુખ આપી શકતું નહોતું. તે માંડ દસ-બાર વરસની હશે ત્યાં તેના મમ્મી-ડેડીનું એક કાર-અકસ્માતમાં અવસાન થતા તેણે નાની ઉંમરે જ મા-બાપનો છાયો ગુમાવ્યો. દાદા-દાદી સાથે ખભો મિલાવી પોતાના કારોબારમાં પ્રવૃત્ત થઈ ત્યાં દાદા પણ ચાલ્યા ગયા.
અને આમ એક પછી એક સ્વજનોને ગુમાવનાર ડોલી ને જિંદગીમાંથી રસ ઉડી ગયો. ભૌતિક સુખ હોવા છતાં સાચા અર્થમાં તે શોખથી અડધી જ રહી…!
ડેડીનો કારોબાર તેણે સંભાળી લીધો. દાદી ને કોઈ વાતે એકલવાયું ન લાગે તેની સતત કાળજી રાખતી. ડોલીની ઉંમર થતાં દાદીએ અવારનવાર તેનાં લગ્નની વાત છેડી.
ડોલી દાદીને દુઃખ ન પહોંચે તે રીતે તેને સમજાવી લેતી. તેણે તેનાં મનને કારોબારમાં પરોવી લીધું હતું.
પણ…
અંજનને મળ્યા પછી તેને જિંદગી રંગીન લાગવા માંડી. તેના વર્તનમાં બદલાવ આવ્યો. દાદીએ પણ તે માર્ક કર્યું.
એક સવારે ફરી પાછી દાદીએ લગ્નની વાત કાઢી. ત્યાં ડોલીએ કહ્યું, 'દાદી… મેં એક છોકરો પસંદ કર્યો છે.'
'એમ... ખૂબ સરસ બેટા. શું કરે છે…!' દાદીના ચહેરે આનંદ હતો.
'મુંબઇ રહે છે. મુંબઈમાં તેના ડેડીનો બિઝનેસ છે. બિઝનેસના કામે અહીં અવારનવાર આવતો રહે છે. તેનો મિત્ર અહીં જ રહે છે તેને ત્યાં જ રોકાણ કરે છે. એક દિવસ અચાનક જ અમારી મુલાકાત થઈ. મને તે ગમી ગયો. પણ...
'પણ… શું બેટા?' દાદી બોલ્યા.
'દાદી તેનું નામ અંજન છે. મુંબઈમાં રહે છે. આથી વધારે તેને વિશે હું કંઈ જાણતી નથી. એટલે તમારો પરિચય કરાવતા મને ડર લાગતો હતો.' ડોલી એક શ્વાસે બોલી ગઈ.
'ગાંડી… આટલું બસ છે. તને કોઈ છોકરો પસંદ પડ્યો. બોલ હવે ક્યારે લઈ આવે છે તેને અહીં…'