આડંબર
આડંબર
એક જાણીતા સમાજ સેવિકા રાગિણી બહેન. પોતાના એક નાં એક દિકરા મંયક માટે એક ગરીબ ઘરની છોકરી લતા સાથે કરાવે છે.
લતા મા બનવાની હોય છે સવારથી દુખાવો ઉપડતા એને દવાખાને લઈ જાય છે ..
પણ આજે જ રાગિણી બેન ને સ્ત્રીઓ નાં હક્ક માટે ભાષણ આપવાનું હોય છે.
સ્ત્રીને સમાન હક્ક મળવાં જોઈએ એમ ભાષણ આપતાં હોય છે અને મયંક નો મેસેજ આવ્યો કે દીકરી અવતરી છે.
એમનું મોં બગાડ્યું.
ભાષણ પુરું કરીને વોશરૂમ માં જઈને મયંક ને ફોન જોડ્યો પણ મયંક ડોક્ટરની કેબિનમાં મળવા ગયો હતો એટલે ફોન લતા નાં રૂમમાં જ રહી ગયો હતો.
રીંગ વાગી એટલે લતાએ જોયું કે સાસુમા નો ફોન હતો એણે ઉપાડ્યો એ હેલો બોલે એ પહેલાં જ રાગિણી બહેન કહે સાંભળ મયંક તું મારું નામ દઈને આ પથ્થરાને નજીકનાં અનાથાશ્રમમાં મૂકી આવ, કહેજે સવારે મંદિરનાં પગથિયાં પાસેથી મળી છે.
અને ફોન કટ કર્યો.
આ સાંભળીને લતા વિચારી રહી કે રાગિણી બેન અને મયંક આડંબર કેટલો કરે છે.
એણે સમય બગાડ્યા વગર જ દીકરીને કપડામાં લપેટીને હોસ્પિટલનાં બીજા દરવાજેથી નિકળી ગઈ આ લોકોના આડંબરથી બચવા.