Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Bhavna Bhatt

Drama Tragedy


2  

Bhavna Bhatt

Drama Tragedy


આ વરસાદે માઝા મૂકી

આ વરસાદે માઝા મૂકી

3 mins 420 3 mins 420


મનહર ભાઈએ ખેતરમાં આ વખતે મગફળીનો પાક ઉત્પાદન કર્યો હતો પણ આ વખતે કમોસમી વરસાદ થી ઘણા બધાં ખેડૂતો ના પાકને નુક્સાન થયું. મનહર ભાઈ ની મગફળી ના મબલખ પાકને નુક્સાન થયું આખું ઘર શોકમાં ડૂબી ગયું કે હવે શું થાશે? કારણ કે મોટી દિકરીના લગ્ન માટે આ મગફળી ના પાક ઉપર જ દેવું લીધું હતું અને લગ્નની ઘણી ખરી ખરીદી થઈ ગઈ હતી કેમકે લગ્ન આડે હવે આજથી દસ દિવસ જ બાકી હતાં અને હવે કેમ કરવું અને શું કરવું એ જ ચિંતા થતી હતી. સરકાર મદદરૂપ થાય છે પણ પછાત ના ગામડાઓ સુધી મદદ પહોંચતા ઘણી વખત વારો જ નથી આવતો.


મનહર ભાઈ એમની પત્ની સવિતાબેન ને કહ્યું કે આપણે વેવાઈ ને વાત કરી જોઈએ કે લગ્ન ભલે નિર્ધારિત તારીખે થાય.

પણ સાદાઈથી લગ્ન કરીએ. જમણવાર નો ખર્ચ બચી જાય ને? કારણ કે આ વરસાદથી જે નુકસાન થયું છે એ એકદમ તો ભરપાઈ થશે નહીં.

અને જો વેવાઈ માને અને પાંચ માણસો લઈ ને આવીને આ પ્રસંગ પતાવી દે તો જાન ની આગતાસ્વાગતા નો ખર્ચો બચે તો થોડું દેવું ઉતારી શકાય. 

શુ કહે છે મારી વાત સાચી છે ને? આપણે આ મોટી ના લગ્ન પછી રહીશું ત્રણ જણ તો એકટંક જમીને દિવસો પુરા કરીશું અને ત્રણેય મહેનત કરી દેવું ભરપાઈ કરી દઈશું.

સવિતાબેન સાચી વાત છે આપની ગગા ના બાપુ. હવે તો ગગો એ પંદર વર્ષ નો થયો છે એ બાજુના શે'રમાં જઈ નોકરી કરશે અને હું દાડીયા મજૂરી કરીશ. તમે આપણું ખેતર સંભાળજો. ગગા ના બાપુ લો થોડું શિરામણ કરી તમે સાયકલ લઈને વેવાઈ ને ગામ આંટો મારી આવી દાણો (વાત કરી) ચાંપી જુવો.. જે તમે કહ્યું એમ થાય તો આપણી કૂળદેવી ને સુખડી ધરાવીશ.. 

મનહર ભાઈ કહે મને ભૂખ નથી તું અને બાળકો શિરામણ કરી લે જો.


હું પાણી પી ને માતાજી ને પગે લાગી જઈ આવું ? તો અંધારું થાય એ પહેલાં ઘરે પાછા આવી શકાય..મોટી દીકરી સોનલ આ બધું સાભળતી હતી એની આંખમાં આંસું આવી ગયા એણે મનોમન માતાજી ને પ્રાથના કરી કે મારા થનાર સસરાજી મારા બાપુ ની વાત માની જાય તો હું પાંચ દીવા કરીશ. 

ગગો આ બધું સાંભળી ને મનોમન નક્કી કર્યું કે હવે હું ભણવાનું છોડીને નોકરી કરીશ. બાપુ ને મદદ કરીશ અને સુખ આપીશ. હે માતાજી મારા બાપુ ની વાત રહી જાય એવું કરજે હૂં તારા મંદિરે ચાલતો આવીશ.


આમ બધાં મનોમન માતાજી ને કરગરી રહ્યા. અને કુદરત ને પણ કરગરી રહ્યા કે હવે વરસાદ કમોસમી ના વરસે..

મનહર ભાઈ વેવાઈ ને ઘેર પહોંચ્યા.. વેવાઈ એ આવકાર આપી.. અંદર બૂમ પાડી કે લોટો પાણી આપી જજો આ સોનલ વહું ના બાપા આવ્યા છે. 

પાણી પી ને મનહર ભાઈ વિસામણમાં પડ્યા કે હું આવી તો ગયો હવે વાત કેમ કરુ ?

વેવાઈ એ કહ્યું બોલો શું ખબર છે? કંઈ કામે આવ્યા છો?

મનહર ભાઈ હા. ના... એમ લોચા મારવા લાગ્યા.


મનહર ભાઈ ની મુંઝવણ સમજું વેવાઈ પારખી ગયા કહે તમે પેટ છુટી વાત કરો મુંઝાશો નહીં. આ વખતે કુદરત રૂઠી છે આ વરસાદ થી તો ઘણા બધાં આપણાં જેવાં ખેડૂતો ના પાક અને મોલ ને નુકસાન થયું છે. તો તમે ચિંતા ના કરશો જે વાત હોય એ કહો.. 

મનહર ભાઈ ની હિમ્મત ખુલી એમણે વેવાઈને પેટછૂટી વાત કરી.

વેવાઈ એ ક્ષણ નો પણ વિચાર કર્યા વગર વાત વધાવી લીધી અને કહ્યું કે તમારી આબરૂ એ જ મારી આબરૂ.

આમાં તમારો વાંક નથી આ વરસાદ જ બંધ નથી થતો તો તમે શું કરો?

આ વરસાદ થી તો ભલભલા ખેડૂતો ની કમર ટુટી ગઈ છે તમે નચિંત મને જાવ મારે ત્યાં થી પાંચ માણસો જ આવશે.

તો કરો કંકુના. અને અંદર જઈને ગોળ લાવી વેવાઈને ખવડાવી ને ભેટી પડ્યા.


Rate this content
Log in

More gujarati story from Bhavna Bhatt

Similar gujarati story from Drama