આ નવી મોંકાણ
આ નવી મોંકાણ
આ કોરોના મહામારીમાં કેટલાય બેકાર અને નોકરી હોય તો અડધાં પગારમાં ઘર ચલાવવું પડે છે..
મંદીનાં મોજામાં મધ્યમ વર્ગ પિસાઈ રહ્યો છે એમાં પડતાંમાં પાટુ ...
કાળઝાળ મોંઘવારી..
પેટ્રોલનો ભાવવધારો, શાકભાજી અને તેલનો ભાવ વધારો..
ગૃહિણીઓ ઘરનું બજેટ કેવી રીતે સાચવી શકે...
એમાય દૂધમાં એકાએક ભાવ વધારો થયો...
આ ઘર ઘરમાં રોજ રામાયણ ઊભી થઈ ગઈ....
મોહનભાઈ અને એમની પત્ની સવારેચ્હા પીવા બેઠા...
પતિ પત્ની એ એક બીજાની સામે જોયું અને ચ્હા અડધી પીને પ્રભુ સ્મરણ કરવા બેસી ગયાં...
ભાવેશ ઓફિસ જવા તૈયાર થઈ આવ્યો એણે ચ્હા માંગી...
રોહીણી ચ્હા લઈને આવી...
ભાવેશે કપ મોઢે માંડ્યો અને બૂમ પાડી....
આ ચ્હા છે કે મૂતર ?
આવી પાણી જેવી ચ્હા ?
રોહીણી દૂધનાં ભાવમાં વધારો થયો છે એટલે એક થેલી ઓછી લેવાની ચાલુ કરી છે...
ભાવેશ :- એટલે સામે પાણી વધારવાનું ?
રોહીણી... અમારે ગૃહિણીઓને ઓછાં રૂપિયામાં ઘર કેમ ચલાવવું આ મોંઘવારીમાં...
ભાવેશ :- તારી વાત સાચી છે...
પણ બા, બાપુજી એક ટાઈમ ચ્હા પીવે છે એ તો સરખી આપવી પડે ને ?
એ તો કંઈ નહીં બોલે...!
રોહીણી તો તમે કહો હું શું કરું ?
એક કામ કર...
હવે આજથી સાંજની ચ્હા મારી બંધ...
અને છોકરાઓને એક એક ગ્લાસની જગ્યાએ અડધો અડધો ગ્લાસ આપજે...
પણ બા, બાપુજી ને એક ટાઈમ સવારે ચ્હા તો બાદશાહી જ આપજે...
રોહીણીની આંખમાં આંસું આવી ગયા...
રે મોંઘવારી તેં તો ઘર ઘરમાં હોળી પ્રગટાવી...
મધ્યમ વર્ગને ડગલે ને પગલે કેટકેટલું સમાધાન કરવું પડે છે...
એક કપ ચ્હા ને બે રોટલી ખાવા...
ભાવેશ :- ચલ હવે હું ઓફિસ જવું છું..
રોહીણી:- સ્કૂટરની ચાવી લો..
ભાવેશ :- આજથી પંદર દિવસ હું સંજયનાં સ્કૂટરમાં સાથે જઈશ...
પછીના પંદર દિવસ એ મારી સાથે આવશે..
ચલ હવે હસ ...
તો હું જાઉં...
અને થોડું દૂધ હોય તો રકાબી, રકાબી ચ્હા બા, બાપુજી ને બનાવીને પીવડાવી દેજે...
રોહીણી... સારું.....
જય શ્રી કૃષ્ણ...
હેપી રથયાત્રા.... હેપી અષાઢી બીજ.
