આ જીવન એક ઘટમાળ
આ જીવન એક ઘટમાળ


આમ જ કરી દઉં અર્પણ તને આ જિંદગી,
બસ એજ સમર્પણ મને માન્ય સદા.
આમ રોજ બરોજ ની રોજિંદી ઘટમાળમાં પણ ઘણું બધું અવલોકન જરૂરી છે નહીંતર ઘરની વ્યક્તિને ગુમાવવાનો વારો આવે છે.
આ એક સત્ય કહાની છે.
એક મધ્યમવર્ગીય નાનું કુટુંબ..
ખાધેપીધે સુખી કહી શકાય. ધાર્મિક અને સેવાભાવી અને સ્વમાનથી જીવતાં.
રાજન અને સરિતા નોકરી કરીને ઘરનો માળો બનાવ્યો. એક દિકરો અનમોલ અને દિકરી મેઘા.
સરિતા ને નાનપણથી જ વાંચવા અને લખવાનો શોખ હતો અને ધીમે ધીમે એનાં લખાણ નાં વખાણ ચારેબાજુ થતાં અને એક લેખિકા તરીકે ની ઓળખ પણ મેળવી હતી..
ભણાવી, ગણાવી ને હોશિયાર અને કાબેલ બનાવીને છોકરાઓ ને પરણાવી દિધા.
મેઘા ને નિરજ સાથે પરણાવી ને સાસરે વળાવી..
અનમોલ ને ખુશી સાથે લગ્ન કરાવ્યા..
આમ એકંદરે સુખી પરિવાર.
જિંદગી એની રોજિંદી ઘટમાળમાં ચાલતી હતી..
સરિતા એકદમ એકટીવ. સમય પ્રમાણે ચાલનારી.
રોજિંદી ઘટમાળ એની એકદમ પરફેક્ટ હતી અને એ એ પ્રમાણે જ અનુસરતી..
સરિતા રોજ સવારે સાત વાગ્યે ઉઠીને ચા, નાસ્તો કરીને ચાલવા જતી, આવીને થોડીવાર વોટ્સએપ અને ફેસબુક નો ઉપયોગ કરતી..
પછી નાહીને પૂજા,પાઠ કરી રસોઈમાં ખુશીને થોડી મદદ કરતી..
પણ ખુશી લગ્ન કરીને આવી પછી સરિતા ને રસોઈ કરવાની ના જ પાડતી..
અને સરિતાને એમ જ કહેતી બસ મમ્મી હવે તમે તમારા મોજશોખ પૂરા કરો.
એટલે સરિતા લખવામાં આગળ વધી અને વોટ્સએપ નાં વિવિધ ગ્રુપમાં લેખન સ્પર્ધામાં ભાગ લેતી..
સરિતા બપોરે એક વાગ્યે જમીને થોડા આંટાફેરા કરતી. બે થી ચાર મોબાઈલમાં દરેક સ્પર્ધાનાં ટાસ્ક પૂરાં કરતી.
પછી વ્યવહારીક કામ હોય એ પતાવી ને.
પાંચ થી સાત રોજિંદા પાઠ, ચાલીસા,આનંદ નો ગરબો કરતી..
સાંજે બધાં નોકરીમાં થી આવે એટલે વાતચીત કરે..ખુશી પણ નોકરીએથી આવી રસોડામાં રસોઈ કરવા લાગતી કારણકે સરિતાને આઠ વાગ્યે જમી લેવા જોઈએ.
જો મોડું થાય તો સરિતા જમે નહીં ખાલી ફળફળાદી અથવા દૂધ જ પી લે..
પછી સરિતા ઘરની નજીકના બગીચા સુધી ચાલવા જતી અને આવીને પરિવાર સાથે વાતચીત કરીને અગિયાર વાગ્યે સૂવા જતી રહે આ સરિતાનો રોજિંદો નિત્યક્રમ હતો.
સરિતાનો સેવાભાવી અને પ્રેમાળ સ્વભાવ જ સરિતાનો દુશ્મન બન્યો.
ફેશબુક અને વોટ્સએપ પર કોઈ મદદ માંગે તો મદદરૂપ બનતી સરિતા.
અને લાગણીઓમાં તણાઈ ખોટી ભાવનાઓમાં ફસાઈ રહી.
બીજાને મદદરૂપ બનતી સરિતા અને કામ પત્યા પછી એ લોકોની જ ઈર્ષા નો એવી ભોગ બની ગઈ કે ધીમે-ધીમે સરિતાએ લખવાનું બંધ કર્યું અને ચાલવાનું પણ બંધ કર્યું..
ધીમે ધીમે સરિતાએ પૂજા પાઠ પણ બંધ કરી દીધા..
અને સવારથી એમ જ સૂનમૂન બેસી રહે તો બપોરે બાર વાગ્યે નાહવા જાય..
જમવામાં પણ કોઈ રસ વગર જમી લે..
આમ સરિતા સાવ નિરસ બની ગઈ. ચાલવાનું બંધ કરીને એક જગ્યાએ બેસી રહેવાથી સરિતાનું શરીર પણ વધી ગયું.
ધીમે ધીમે સરિતાએ હાથમાં મોબાઈલ લેવાનું જ સાવ ઓછું કરી દીધું અને ગુમસુમ બેસીને વિચારો કર્યા કરે.
એક સવારે ખુશી ઉપરથી નીચે આવી અને સરિતાને ગુડ મોર્નિંગ મમ્મી કહ્યું.
સરિતા એ ગુડ મોર્નિંગ તો કહ્યું પણ પરાણે.
ખુશી એ તરત જ સરિતાને કહ્યું કે મમ્મી આ તમને શું થયું છે???
તમે એકદમ એકટીવ અને પરફેક્ટ હતાં આ ઘરમાં અને અત્યારે જુવો તમારી હાલત તમે શું કરી દીધી છે.
તમે શું વિચારો છો???
તમને શું ટેન્શન છે મમ્મી???
મારાં કરતાં પણ વધુ તમે એકટીવ રહેતાં હતાં અને રેગ્યુલર રોજિંદા નિત્યક્રમમાં રહેતાં હતાં એની જગ્યાએ આ કેવી હાલત કરી દીધી છે આમ ખુશી ચિંતા અને લાગણીથી સરિતા ને સમજાવી રહી આમ ખુશીની પરિવાર અને સરિતા માટેની સદભાવના થી ખુશી સરિતાને પહેલાં જેવી સરિતા બની રહેવા સમજાવ્યું.
પછી ખુશીને વિચાર આવ્યો એટલે જાણીતા ગોલ્ડ મેડાલિસ્ટ દેવી ઉપાસક અનસૂયા બહેન પાસે લઈ ગઈ અને સરિતાને આશિર્વાદ અપાવ્યા..
અને ખુશીની લાગણી અને અનસૂયા બહેનનાં આશીર્વાદ અને દુઆએ રંગ લાવ્યા અને સરિતા પાછી પોતાની રોજિંદી ઘટમાળમાં ગોઠવાઈ ગઈ..
જો ખુશીએ ચેતીને સરિતાને સંભાળી ના હોત તો સરિતા હજુ પણ નિરસ બની જીવતી હોત.