Bhavna Bhatt

Tragedy

1  

Bhavna Bhatt

Tragedy

આ જ જીવન

આ જ જીવન

1 min
591



આ જ જીવન છે..રોજ દિવસ ઉગે ને હળે જોતરાઈ જાવાનું...સ્વપ્નોને ઈચ્છા ઓને કોરાણે મુકી ને જોતરાઈ દોડ્યા કરવાનું. ગુલામીની ક્રુર જંજીરોમાં આમ જકડાઈ જીવ્યા કરવાનું. ગધ્ધાવૈતરું કરીને બધાને ખુશ રાખીને મનથી છેતરાઈ જાવાનું. અને આમજ રોજ જિંદગી જીવી જવાની.. ના પોતાના માટે સમય મળ્યો કે ના સ્વપ્ન પુરાં કરવા કોઈ તક મળી. ઘાંચી ના બળદની જેમ રોજ તલ પીલીયા કરવાના. આ મોંઘી પેન પણ કો'કના ઈશારે ચલાવી મનને મરડવાનું. પોતાની જાતને છેતરીને આત્માને મારી નાખવાનો.


ભાવનાઓથી રમત રમી પરિવાર ને સમજાવી દેવાનો.. સાચે આપણે વિચાર્યું કે ખરેખર આપણે ક્યાં જઈ રહ્યા છીએ ? સાચે જ આ જ જીવન છે? જે આપણે જીવી રહ્યા છીએ. ઘેટાં બકરાં ની જેમ દોડતાં આગળ જવાની હોડમાં કેટલું ગુમાવ્યું એ વિચાર્યું ક્યારેય? આપણે શું બનવું તું ને શું બની ગયા. અને રોજ એક નવી સવારે ઝેરનો ઘૂંટડા ભરીને મૃતપાય થઈ જાવાનું શીખી ગયા. ભૂલી ખૂદને અને અસ્તિત્ત્વને વિખેરી નાંખતા શીખી ગયા. અણકહી વેદનાની વ્યથાને દિલમાં મિટાવી દેવાનું શીખી ગયા.


કિસ્મતના ઈશારે સ્ટેજ પર નાચતા શીખી ગયાં અને પોતાની ભાવનાઓને દિલમાં છુપાવી દંભી જીવન જીવતા શીખી ગયા. શું આ જ આપણું જીવન છે? જે જીવન ભગવાને આપ્યું એને જ આમ જીવી જવાનું? કે આ અમૂલ્ય જીવનને મહેકાવી જવાનું એ તમારે નક્કી કરવાનું..

આમ જ આ રોજબરોજ નું જીવન છે પણ એમાં થી પણ કંઈક નવું કરી જવાનું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy